ગર્ભ સંસ્કાર નું જ્ઞાન વિજ્ઞાન – All You Need To Know In Gujarati

1. ગર્ભસંસ્કાર એટલે શું?

Baby-womb-garbh-sanskar

ગર્ભ સંસ્કાર એટલે આવનારૂ બાળક ખુબ જ તેજવાન અને ઓજસ્વી બને તે માટે આપવામાં આવતા સંસ્કાર. આમ, તો સંતાન સુખ ની ખેવના દરેક વ્યક્તિ રાખે છે પણ એક ઉત્તમ સંતાન ની ખેવના માટે ગર્ભસંસ્કાર જરૂરી છે.  આવો આજે આપણે જાણીએ કે ગર્ભ સંસ્કાર કેવી રીતે ગ્રહણ કરવામાં આવે છે.

એક જીવ ની ઉત્પત્તિ એ વિશ્વની સૌથી પવિત્ર અને આનંદદાયક ઘટના છે. આ આનંદદાયી ઘટના ના તમે સાક્ષી બનવા જઈ રહ્યા છો તો એના માટે તમને ખુબ ખુબ અભિનંદન માણસ એ ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન છે.

જયારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ બને છે ત્યારે તે તેના અને તેના પરિવાર માટે સૌથી મોટી ખુશી ની વાત છે. આજના યુગ માં દરેક માતા પિતા પોતાના ઘરે એક સ્માર્ટ બાળક ઈચ્છે છે. દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે તેનું સંતાન ઉત્તમ વિચારો ધરાવતું સંતાન તરીકે જન્મ લે. બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ જેવા સંસ્કારો ધરાવતું બાળક ની ઈચ્છા ધરાવતી સ્ત્રીઓ માટે ગર્ભસંસ્કાર ઉત્તમ છે. મનમાં આવતા વિચારો થી આપણા સંકલ્પો નક્કી થાય છે. જેવા શિશુ  ની આપણે ઈચ્છા રાખીએ છીએ તેવા વિચારો આપણે લાવવા જરૂરી છે. મનમાં  આવતા વિચારો  બાળક ના જન્મ પર ખુબ જ અસર કરે છે. બાળક માતા ના મન અને હૃદય ની દરેક વાતો ને અનુભવે છે માતાના વિચારો થી જ રામ જેવા પુત્ર જન્મ થાય છે જે દુનિયા નો તારણહાર બની શકે છે અને માતા ના વિચારો થી જ રાવણ જેવા પુત્ર નો પણ જન્મ થાય છે જે દુનિયા નું વિનાશ પણ સર્જી શકે છે. તેથી વિચારો ખુબ જ મહત્વના છે.

એક ઉદાહરણ લઈએ જયારે માતા ત્રિશલા ગર્ભવતી હતા ત્યારે તેમના ગર્ભ માં મહાવીર સ્વામી શિશુ સ્વરૂપે આકાર લઇ રહ્યા હતા. ત્યારે મહાવીર સ્વામી એ થોડા સમય માટે ગર્ભ માં પોતાની હલનચલન બન્ધ કરી દીધી ત્યારે તેમના માતા ને તેમના હલન ચલન ના થવાથી એવો વિચાર કર્યો કે શું તેમનું બાળક મૃત્યુ પામ્યું છે? તેમનો આ વિચાર મહાવીર સ્વામી સાંભળી તેમની માતા ના ગર્ભ માં લાત મારવાનું ચાલુ કરે છે. આ વાત પરથી એ સાબિત થાય છે કે જેવા વિચારો તમે લાવો છો.તેવું તમારું બાળક ગર્ભ માં વિચાર કરે છે. જેથી ઉત્તમ વિચારો દ્વારા પોતાના બાળક નું પાલનપોષણ પોતાના ગર્ભ માં કરો અને દુનિયા માં ઉત્તમ વિચારો સાથે તેને જન્મ આપો.પોતાના ઉત્તમ વિચારો થી  માતા ઈચ્છે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે. માતા ધારે તો તે આ વિશ્વ ને એક ઉંચાઈ તરફ લઇ જાય તેવા બાળક ને જન્મ આપી શકે છે અને ધારે તો વિશ્વ નું પતન કરે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે.

એક વખતની વાત છે, એક સ્ત્રી એ ભગવાન ઈશુને સવાલ કર્યો કે, “બાળકોને સંસ્કાર આપવાની શરૂઆત ક્યારથી કરવી જોઈએ?” ભગવાન ઈશુએ જવાબ આપ્યો કે ગર્ભમાં અવાય ના સો વર્ષ પહેલા થી બાળકની સંસકાર આપવાની શરૂઆત કરવી જોઈએ. આ જવાબ સાંભળીને પેલી સ્ત્રી આશ્ચ્રર્ય ચકિત થઇ ગઈ!! ત્યારે ઈશુ ભગવાને તે સ્ત્રીને સમજાવી કે સો વર્ષ પહેલા તે બાળકનું અસ્તિત્વ નહિ હોય પરંતુ તેના દાદા પરદાદા નું અસ્તિત્વ હશે એટલે કે જો “કુવા માં હશે તો હવાડા માં જરૂર આવશે.”

ગર્ભસંસ્કાર માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અભિમન્યુ અને  સ્વામી વિકવેકાનંદ દ્વાપર યુગમાં મહાભારતમાં અભિમન્યુ એ જયારે પોતાના માતા સુભદ્રાના ગર્ભમાં હતા ત્યારે પોતાના પિતા અર્જુન પાસેથી ચક્રવ્યૂહની રચનાનું વર્ણન સાંભળ્યું હતું અને મહાભારતના યુદ્ધમાં રણમેદાનમાં તેમને ગર્ભમાં સાંભળેલ વર્ણન પરથી ચક્રવ્યૂહ ભેદવાનો નિર્ણય લીધો હતો, તેવી જ રીતે માતા ભુવનેશ્વરી દેવી પણ પોતાની ગર્ભાવ્શ્થામાં ધ્યાનની ક્રિયા કારતા હતા એટલે સ્વામી વિવેકાનંદ પણ પોતાના બાળપણ થી જ ધ્યાન માં મગ્ન રહેતા હતા ધ્યાન કરવું ને ગર્ભાવ્શ્થામાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

2. ગર્ભ આશીર્વાદ મંત્ર

ગર્ભ સંસ્કાર સમય ગાળા દરમિયાન મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરવામાં આવે તો આવનાર શિશુ ઉત્તમ વિચારો ધરાવતું જન્મ લે છે. ગાયત્રી મંત્રો, ઓમકાર મંત્રો જેવા મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરવું જોઈએ. હાલ જાણવા મળ્યું છે કે વિદેશો માં રહેતી સ્ત્રીઓ જે ગર્ભાવસ્થા માંથી પસાર થઇ રહી છે  જેઓ હિન્દી,ગુજરાતી કે સંસ્કૃત પણ સમજતી નથી તેઓ ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણી સંસ્કૃતિ ના મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરે છે. જેનાથી તન અને મન બને શાંત થાય છે અને ગર્ભ માં રહેલ શિશુ પણ ઉત્તમ વિચારો સાથે જન્મ લે છે. મંત્રો નું ઉત્તમ ઉચ્ચારણ કરવા માટે યોગ મુદ્રા ધારણ કરો અને ત્યારબાદ મંત્રો નું ઉચ્ચારણ કરો.

આ ઉપરાંત તમે તમારા બાળકશરીર ની ઉત્તમ રચના માટે પંચમહાભૂતો ની પણ સ્તુતિ કરી શકો છો. કારણ કે પંચમહાભૂતો મળી ને સંપૂર્ણ શરીર ની રચના કરે છે. જેમાં અગ્નિ, વાયુ, ધરતી, આકાશ અને જળ નો સમાવેશ થાય છે. આ પંચમહાભૂતો ને પ્રાર્થના કરી તમે તેમાંથી શ્રેષ્ઠ બાળક માટેના આશીર્વાદ મેળવી શકો છો.

3. ગર્ભ સંસ્કાર સંવાદ

ગર્ભ સંસ્કાર સંવાદ માં તમારે તમારા ગર્ભ માં રહેલા શિશુ સાથે વાર્તાલાપ કરવાનો છે.જેમાં તમારે તમારું બાળક વાસ્તવિક સવરૂપે તમારી સમક્ષ છે તેમ સમજી તેની સાથે વાતો કરવાની છે. એને કહેવાનું છે કે,

હે મારા પ્રિય બાળક, જ્યારથી તારા આવવાના સમાચાર મળ્યા છે ત્યારથી, હું, તારા પિતા અને પરિવાર ના સો સદસ્યો આનંદથી રોમાંચિત થયા છીએ. તું સાંભળે છે ને મારી વાતો તારા આવવાની રાહ અમે જોઈ રહ્યા છીએ. પણ તું ધીરજ રાખજે તારી આ યાત્રા ઘણી અઘરી છે એ વાત હું જાણું છું આ સફર માં હું તારી સાથે જ છું. તને કોઈ પણ તકલીફ ના થાય  તેના માટે હું પુરેપુરી કાળજી લઈશ તું ખુબ જ સમજદાર, સુશીલ, સંસ્કારી થઈશ. હું એ હું જાણું છું તું અતિ ગુણી, મેઘાવી, તેજસ્વી,  ગુણવાન, પ્રતિભાવાદી બનીશ. તું રાષ્ટ્રવાદી અને સ્વતંત્ર વિચારો ધરાવતો થઇશ. તું હકારાત્મક વિચારો ધરાવતો થઈશ, તું અમર પ્રેમ અને વાત્સ્લ્ય ની છબી હોઈશ. તું હિમતવાન અને સાહસિક બનીશ, તું વડીલો ને આદર આપશે અને નાના ઓને પ્રેમ આપીશ, તું સાહસિક, નીડર, પ્રમાણિક બનીશ. તારા આવા અસંખ્ય ગુણો થી તું જીવન માં મહાન બનીશ. તું શરીર, પ્રાણ, મન બુદ્ધિ અને આત્મા એમ પાંચેય નો સર્વાંગી વિકાસ કરનારો શ્રેષ્ઠ મનુષ્ય બનીશ.

આવા અનેક હકારાત્મક વિચારો થી તમે બાળક ને શ્રેષ્ઠ સંસ્કારો ગર્ભ માં જ આપી શકો છો અને તમારા બાળક માટે એક શ્રેષ્ઠ માતા બની શકો છો. આમ પણ ભારતીય સઁસ્કૃતિ ને ઉત્તમ ગણવામાં આવે છે. આવા સંસ્કારો નું સિંચન જો બાળક માં જન્મ પહેલા થી જ કરવામાં આવે તો જરૂર દરેક બાળક ઉત્તમ ઉદાહરણ બને છે.

4. ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી છે?

why-garbh-sanskar-need

હાલના આધુનિક યુગમાં બાળકો પર સૌથી વધુ ધ્યાન આપવાનીએ જરૂર છે. બાળકો જ સમાજ અને રાષ્ટ્ર નું ભવિષ્ય છે બાળકો એ દેશનું ગૌરવ અને પ્રાણ વાયુ છે, જો બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે તો તે પરિવાર, સમાજ, રાષ્ટ્ર, અને વિશ્વના કલ્યાણ માટે ના કાર્યો કરી શકે છે. સમાજમાં જન્મ લેનાર દરેક બાળક ભવિષ્યમાં મોટો થઇ દેશને ચલાવવા માટે સક્ષમ બનશે. બાળક જયારે ગર્ભમાં હોય ત્યારે જ તેમને સંસ્કારો આપવામાં નહિ આવે તો તેઓ ખોટા માર્ગ તરફ વળી શકે છે, પરંતુ તેમને પહેલેથી જ સંસ્કારો આપવામાં આવે તો જરૂરથી અભિમન્યુ, સ્વામી વિવેકાનંદ, શિવાજી મહારાજ ને જન્મ આપી શકાશે એન દેશને ઉન્નતિના માર્ગ તરફ વળી શકાશે વિશ્વનું દરેક ઘર સ્વર્ગ બન જશે. દરેક બાળક પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે

ચિંતિત હોય છે દરેક માતા-પિતા પોતાના બાળકના જન્મ પહેલાથી જ તેના માટે કંઈક ને કંઈક ધન-વૈભવ એકઠું કરે છે તેને વિરાસતમાં આપવા માટે કઈક ને કઈક રાખે જ છે તો સંસ્કારો શા માટે નહિ? એ પણ એક વિરાસત જ છે.એ તો એવી અનમોલ વિરાસત છે જેની તુલના કોઈ પણ ધન વૈભવ ના કરી શકે.

5. ગર્ભ સંસ્કાર મંત્ર

garbh-sanskar-mantra

એવા ક્યાં મંત્રો છે જે ગર્ભ સંસ્કાર દરમિયાન ઉચ્ચારણ કરવું જોઈએ.  એવા ક્યાં મંત્રો છે જે ગર્ભાવસ્થા માં વધુ ઉચ્ચારણ કરવું જોઈએ.

ગાયત્રી મંત્ર:

આપણે સૌ નાનપણ થી જ આ મંત્રનું ઉચ્ચારણ કરતા આવીએ છીએ. ગાયત્રી મંત્રને ઉચ્ચારણ માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે, જો તેનું ઉચ્ચારણ કરવામાં આવે તો તમારી જીભ ચોખ્ખી બને છે.

(ૐ ભુર્ભુવ: સ્વ:। તત્સવિતુર્વરણેયં । ભર્ગો દેવસ્ય ધીમહિ । ધિયો યો ન: પ્રચોદયાત।।)

સરસ્વતી મંત્ર

આપણે જાણીએ છીએ કે દેવી સરસ્વતી એ વિદ્યાના દેવી છે, માતા સરસ્વતીને પ[રરથના કરવાથી બાળકમાં વિદ્યા અને જ્ઞાનનો સંસ્કાર આપોઆપ ઉમેરાઈ છે.

( યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)

( યા દેવી સર્વભૂતેષુ, વિદ્યારૂપેણ  સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)

( યા દેવી સર્વભૂતેષુ, જ્ઞાનરૂપેણ  સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)

વિષ્ણુ મંત્ર

ભગવાન વિષ્ણુ એ દેવોમાં પૂજનીય છે. તેમની પૂજા કરવામાં આવે તો તેઓ બધી જ ઈચ્છાઓ પુરી કરે છે.

શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં

વિશ્વાધારં ગગનસદશં મેઘવર્ણં શુભાંગમ્ ।

લક્ષ્મીકાન્તં કમલ નયનં યોગિભિર્ધ્યાનગમ્યં

વન્દે વિષ્ણું ભવ ભયહરં સર્વલોકૈકનાથમ્ ।।

કૃષ્ણ મંત્ર

કરારવિન્દેન પાદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયનત્મ |

વટસ્ય પત્રસ્ય પુટે શ્યાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ||૧||

શ્રીકૃષ્ણ ગોવિન્દ હર મુરારે ! હે નાથ નારાયણ વાસુદેવ |

જિહવે ! પિબ્સ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૨||

વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃતિ: |

દધ્યાદિકં મોહવશાદવોચદ્ ગોવિન્દ દામોદર માધવેતિ ||૩||

ગૃહે ગૃહે ગોપવધૂક્દ્મ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ્ |

પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિન્દ દામોદર માધવેતિ ||૪||

સુખં શયાના નિલયે નીજેડપિ નામાનિ વિષ્ણો: પ્રવદ્ન્તિમર્ત્યા: |

તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૫||

જિહવે ! સદૈવં ભજ સુન્દરાણિ નામામિ કૃષ્ણષ્ય મનોહરાણિ |

સમસ્તભક્તાર્તિવીનાશનાનિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૬||

સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ્ |

દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિન્દ દામોદર માધવેતિ ||૭||

શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો |

જિહવે | પિબ્સવામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૮||

જિહવે ! રસજ્ઞે મધુરપ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં પરમં વાદામિ |

આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૯||

ત્વામેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દણ્ડધરે કૃતાન્તે |

વક્તવ્યમેવં મધુરં સુભકત્યા ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૦||

શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનન્દન દૈત્યશત્રો |

જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૧||

ગોપીપતે કંસરિપો મુકુન્દ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ |

જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૨||

લેપ્રોસકોપીક સર્જરી ઉપચાર (Laparoscopic Surgery Treatment):

લેપ્રોસકોપીક સર્જરી (Laparoscopic Surgery), જેને ડાઈગ્રોસ્ટીક લેપ્રોસ્કોપી (Diagnostic laparoscopy) ના રૂપે ઓળખીએ છીએ, એક સર્જીકલ પ્રક્રિયા છે જો પેટ ના અંગો ની તપાસ માટે પ્રયોગ કરવામાં આવે છે. આ એક જોખમ વગરની પ્રક્રિયા છે અને ઓછી આક્ર્મક પ્રક્રિયા છે જે સ્ત્રીઓ ગર્ભ ધારણ કરી શકતી નથી જ્યાં સ્ત્રીઓની નાભિ ની આજુબાજુ નાના છિદ્ર પાડવામાં આવે છે. આ પ્રક્રિયામાં લેપ્રોસ્કોપ નામનું એક સાધન હોય છે તેની સાથે તીવ્ર પ્રકાશ એન કેમેરા સાથે પ્રયોગ કરવામાં આવે છે.

આ પ્રક્રિયાના સમયે તમારા ડોક્ટર બાયોપ્સી ના નમૂના પણ લઇ શકે છે. કેમેરો ગર્ભાશયમાં ઉપસ્થિત અંગોને મોનિટર સ્ક્રીન પર દર્શાવે છે. લેપ્રોસ્કોપીક કેમેરા સુર્જરી દરમિયાન સર્જનની આંખ બની જાય છે. અને આ રીતે તે સર્જનને એક તસ્સલી આપે છે કે દર્દી સાથે કોઈપણ પ્રકારની તકલીફ થતી નથી. લેપ્રોસ્કોપીક સર્જરી ને ઉપચાર તરીકે પસંદ કરવામાં આવે છે કારણ કે આમાં ન્યુનતમ પોસ્ટ ઓપરેટીવ અસુવિધા, જલ્દીથી રિકવરી, હોસ્પિટલમાં ઓછો સમય, દિવસના કામકાજ માં જલ્દીથી પરત ફરવું અને નાના નાના છિદ્રોના નિશાન હોય છે.

લેપ્રોસ્કોપીક સર્જરી (Laparoscopic Surgery) ની સારવાર કઈ રીતે કરવામાંઆવે છે?

લેપ્રોસ્કોપીક સર્જરી  એક એવી સર્જરી છે જેમાં મોટા છિદ્રોની જગ્યાએ નાના નાના છિદ્રોથી કરવામાં આવે છે,

લેપ્રોસ્કોપીક સર્જરી  બે રીતે કરવામાં આવે છે

1) ઓર્ગેનાઈઝ્ડ ડિવાઇસ

માનવ હાથ શસ્ત્રક્રિયા દરમિયાન વિવિધ કાર્યો કરે છે  જ્યાં laparoscopic સાધનો (laparoscopic ઉપકરણો) ની મદદ સાથે પ્રજનન મુશ્કેલ હોય છે. પેટમાં સૂક્ષ્મ વિસ્તારોમાં જવાનું શક્ય નથી. તેથી ત્યાં હાથમાંથી ઍક્સેસ સાધનોને વિકાસ, વેગ આપ્યો હતો સરળતાથી યકૃત, Pankriya (લીવર, સ્વાદુપિંડ) અને પિત્તાશયની નળી (બાઈલ નલિકા) સુધી પહોંચી શકે છે.આમ ઓર્ગેનાઇઝડ ડિવાઇસ માં ડોકટરો પોતાના હાથોનો  ઉપયોગ વધુ કરે છે.

2) રોબોટિક સર્જરી

જ્યારે રોબોટિક આસિસ્ટેડ શસ્ત્રક્રિયા (રોબોટિક આધાર સર્જરી) ની ઍક્સેસ દ્રષ્ટિએ, ડૉક્ટર બે ઉપકરણો ચલાવે છે. જોયસ્ટીક સમાન હોય છે. તે પેટમાં ત્રણ છિદ્ર બનાવે છે જેના મારફતે શરીરની અંદર બે રોબોટ હથિયારો (રોબોટ શસ્ત્ર, જેના દ્વારા પેટમાં ત્રણ વસ્તુઓ) અને કેમેરા દાખલ કરવામાં આવે છે. કૅમેરો ઉચ્ચ રીઝોલ્યુશન અને ઊંડા સંવેદનશીલ છબીઓ બતાવે છે. મોટા ભાગના આધુનિક દેશોમાં, રોબોટ-આસિસ્ટેડ laparoscopic શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.

  1. લેપ્રોસ્કોપિક સર્જરીની સારવાર માટે કોણ પાત્ર છે? (જ્યારે સારવાર થાય છે?)
  2. સારવાર માટે લાયક કોણ નથી

ડૉક્ટર તમારી પિત્ત નળી (બાઈલ નલિકા) પુનઃબીલ્ડ કરવા માટે laparoscopic શસ્ત્રક્રિયા પસાર સલાહ આપી શકે છે, પિત્ત નળી એક ગાંઠ દ્વારા અવરોધિત કરવામાં આવી છે, જઠરાંત્રિય માર્ગના (રસ્તો બાઈલ નલિકા બદલવા માટે) (જઠરાંત્રિય માર્ગના) સ્વાદુપિંડની નળી માટે ફરીથી નિર્માણ અને અનુકૂળ. તમે દૂરસ્થ Pankretektomi (દૂરસ્થ pancreatectomy), laparoscopic cholecystectomy (Laparoscopic cholecystectomy), અને Adrenalektomi (Adrenalectomy) થી પીડાતા હોય તો તે ઘણી ઉપયોગી છે. Laparoscopic શસ્ત્રક્રિયા (laparoscopic શસ્ત્રક્રિયા) પ્રજનન અંગો (પ્રજનન, પિત્તાશય), Pancreas, યકૃત (લીવર), પરિશિષ્ટ, પેટની (પેટ), બરોળ, નાના અને મોટા આંતરડાના સાથે પિત્તાશય (નાના અને મોટા આંતરડા). પેટની પોલાણ અને યકૃતના રોગો પેટ અથવા તો ગાંઠ અથવા અનિચ્છનીય પ્રવાહી સામૂહિક પર ડોક્ટર તેને બહાર લાવવા મદદ કરે છે.

લેપ્રોસ્કોપીક સર્જરી માટે કોઈ ઉંમર નિશ્ચિત કરવામાં આવી નથી અને તેને સંબધિત કોઈ અવરોધ પણ નથી, પરંતુ સામાન્યત: બીજી પ્રક્રિયાઓના પરમં માં અહીં જે લોકો ને ડાયાબિટીસ, હાય બ્લડ પ્રેસર, હોય છ તેવા લોકો માટે લેપ્રોસ્કોપીક ની સલાહ આપવામાં આવતી નથી. આ ઉપરાંત હાય કોલેસ્ટ્રોલ અને સ્મોકિંગ  કરતા લોકોને પણ આ સારવારની સલાહ આપવામાં આવતી નથી.

ઉપચાર પછીના ઉપાય પછીના માર્ગદર્શિકા શું છે?

laparoscopic શસ્ત્રક્રિયા હોવા છતાં લક્ષણો શસ્ત્રક્રિયાના બીજા દિવસે જ ઓછી હોય છે. શસ્ત્રક્રિયા પછી જ તમે તમારા રૂટિન ના કર્યો કરી શકો છો, તેના પર કોઈ પ્રતિબંધ નથી પણ તમારે તમારા શરીર નું થોડું ધ્યાન રાખવું પડે છે. પરંતુ જો તમને લાગે કે શારીરિક પ્રવૃત્તિ તમે યોનિ અથવા હિસ્ટરેકટમી (ગર્ભાશયની) છે, તો ત્યારે ઓછામાં ઓછા બે સપ્તાહ માટે સેક્સ ન કરવું જોઇએ.

પુનઃપ્રાપ્ત કરવામાં કેટલો સમય લાગે છે?

એક વખત લેપ્રોસિકપીક સર્જરી થઇ જાય ત્યાર પછી તમારા ડોક્ટર આ જાણવાની કોશિશ કરે છે હવે કોઈ તકલીફ નથી એના માટે તે તાપસ કરે છે, તમને ઘરે મોકલવા માટે અમુક બાબતો પર ધ્યાન આપવામાં આવે છે જેમ કે શારીરિક સ્થતિ, સંજ્ઞાહરણ ની સમસ્યા, તમારે રાતે હોસ્પિટલમાં રહેવું પડે છે, તમે એક અઠવાડિયાની અંદર કામ કરી શકો છો, પણ તમારે તારામાં ડોક્ટર પાસે દર થોડા દિવસે તપાસ માટે જવું જોઈએ.

ઉપચાર માટે વિકલ્પ શું છે?

લેપરોસકોપીક સર્જરી માટે એક વિકલ્પ છે જે છે HSG, જો કે કેટલાયે સ્ત્રી રોગ નિષ્ણાત એવું અમને છે કે આ એક વિકલ્પ છે આના સિવાય બીજી એક પ્રક્રિયા છે જે છે લેપ્રોટોમી જે એક મુખ્ય શલ્ય ચિકિત્સા છે જેમાં પેટ કાપીને પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં લગભગ દર્દીને 4 થી 6 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે.

Read More about ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતો આહાર 
Open chat
Need Help? Chat With Us
Hello!
How Can We Help You?
Feel free to drop a message.
Powered by