વારંવાર કસુવાવડ? આ 5 કારણો જાણવા ખૂબ જ જરૂરી…! – Candor IVF Center

વારંવાર કસુવાવડ? આ 5 કારણો જાણવા ખૂબ જ જરૂરી…!

વારંવાર કસુવાવડ_ આ 5 કારણો જાણવા ખૂબ જ જરૂરી...!-image

કોઈપણ દંપતી ઇચ્છતું નથી કે તેને કસુવાવડ નો સામનો કરવો પડે.આ અનુભવ ખૂબ જ હતાશાજનક છે. એક સ્વસ્થ બાળક ને જન્મ આપવાનું સ્વપ્ન જ્યારે તૂટે ત્યારે તે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ કષ્ટદાયક બની જતું હોય છે. જો તમે પણ વારંવાર કસુવાવડ નો સામનો કરી રહ્યાં છો તો તમારે તેની પાછળ રહેલા કારણો ને સમજવાની જરૂર છે. જેથી આ તકલીફ ન થાય. Candor IVF તમને આ બાબત વધુ માં વધુ સારી રીતે સમજવા માં મદદ કરે છે.

✓ કસુવાવડ પાછળ ન મુખ્ય કારણો:

1. આનુવંશિક અસામાન્યતાઓ

ગર્ભમાં આનુવંશિક અસામાન્યતાઓ વારંવાર કસુવાવડનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. જ્યારે ગર્ભના રંગસૂત્રો ની સંખ્યા માં કોઈ પ્રોબ્લેમ હોય છે, ત્યારે ગર્ભનો વિકાસ થતો નથી અને કસુવાવડ થઈ શકે છે. આ અસામાન્યતાઓ માતા અથવા પિતા તરફથી વારસામાં મળી શકે છે.

1. આનુવંશિક અસામાન્યતાઓ - image

2. હોર્મોનલ અસંતુલન

સ્વસ્થ ગર્ભધારણ માટે શરીર માં હોર્મોન્સ નું સંતુલન જળવાઈ રહેવું જરૂરી છે. પ્રોજેસ્ટેરોન હોર્મોન જો સારી રીતે કામ કરે તો તરત જ ગર્ભ ધારણ કરી શકાય છે. જો પ્રોજેસ્ટેરોન નુ પ્રમાણ ઓછું હોય તો ગર્ભ ધારણ કરવા માટે મુશ્કેલી પડી શકે છે.

2. હોર્મોનલ અસંતુલન - image

3. ગર્ભાશયની સમસ્યાઓ

ગર્ભાશયનો આકાર અથવા રચનામાં કોઈ અસામાન્યતા હોય, જેમ કે ફાઈબ્રોઈડ્સ, પોલિપ્સ ,ગર્ભાશયનું પડદાવાળું હોવું અથવા ગર્ભાશયની નબળી અસ્તર, તો ગર્ભનો વિકાસ મુશ્કેલ બની શકે છે, જેના કારણે કસુવાવડ થઈ શકે છે.

3. ગર્ભાશયની સમસ્યાઓ - image

4. ઓછી રોગપ્રતિકારક શક્તિ

કેટલીક વખત માતા ની ઓછી રોગપ્રતિકારક શક્તિ તેને ગર્ભ ધારણ કરવા માટે રોકે છે. વારંવાર બીમાર પડવું, શરીર માં નબળાઈ આવવી આ બધું કસુવાવડ પાછળ જવાબદાર હોય છે.

4. ઓછી રોગપ્રતિકારક શક્તિ - image

5. નકારાત્મક લાઇફસ્ટાઇલ

નીચેના પરિબળો પણ કસુવાવડના જોખમને વધારી શકે છે, જેમ કે,

  • ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન
  • અતિશય કેફીનનું સેવન
  • અસ્વસ્થ આહાર અને પોષણની ઉણપ
  • અતિશય તણાવ
  • વધારે વજન અથવા ઓછું વજન
5. નકારાત્મક લાઇફસ્ટાઇલ - image

યાદ રાખો, આ લડાઈ માં તમે એકલા નથી.

વારંવાર કસુવાવડનો સામનો કરવો એકલા ન કરો. જો તમે વારંવાર કસુવાવડનો સામનો કરી રહ્યા છો, તો તમારે નિષ્ણાત ડોક્ટરી સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. CANDOR IVF ખાતે અમારા અનુભવી ફર્ટિલિટી નિષ્ણાતો તમારી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે, જરૂરી ટેસ્ટ કરશે અને તમને યોગ્ય કારણો અને સંભવિત ઉકેલો વિશે માર્ગદર્શન આપશે. અમે તમારી પિતૃત્વની યાત્રામાં તમારી સાથે છીએ અને તમને આશા અને સહાયતા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

Blogs

IVF ના વિકલ્પો- જ્યારે IVF કામ ન કરે ત્યારે શું કરી શકાય - image

IVF ના વિકલ્પો: જ્યારે IVF કામ ન કરે ત્યારે શું કરી શકાય?

માતા પિતા બનવું અને ઘરમાં ખુશીઓ ની કિકિયારીઓ ગુંજી ઊઠે એ દરેક નવદંપતીઓ નું સ્વપ્ન હોય છે. ગર્ભધારણ ની એકમાત્ર અસરકારક પદ્ધતિ એટલે IVF. પરંતુ

Read More »
IVF પહેલા અને પછી આહારનું મહત્વ સફળ ગર્ભાવસ્થા માટે શું ખાવું

IVF પહેલા અને પછી આહારનું મહત્વ સફળ ગર્ભાવસ્થા માટે શું ખાવું?

ઘણા બધા મનોચિકિત્સકો ના માટે આજ ના સમયમાં. આશાવાદી બનવું અઘરું થઈ રહ્યું છે. પરંતુ આજે પોઝિટિવ માઇન્ડસેટ સાથે ખુશહાલ પરિવાર નું નિર્માણ કરવું એ

Read More »