આજે આપણે મારી પાસે આવતા પેશન્ટોના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો અંગે ચર્ચા કરીશું…
ઘણા પેશન્ટ મારા પાસે આવે છે ત્યારે મને આ પ્રશ્ન પૂછે છે?  શું ટેસ્ટ ટ્યુબ બેબી એ છેલ્લો ઉપાય છે.

તો તેનો જવાબ છે કે IVF એ “છેલ્લો ઉપાય” નથી પરંતુ “શ્રેષ્ઠ ઉપાય” છે. એની પાછળ એક કારણ રહેલું છે કે નિઃસંતાનપણા માં IVF ને જેટલી સફળતા મળે છે તેટલી સફળતા બીજી ટ્રીટમેન્ટમાં મળતી નથી. જયારે કોઈ પેશન્ટને IVF કરવાની સલાહ આપીએ છીએ ત્યારે તે કહે છે કે IVF કરતા પહેલા કંઈક બીજી સારવાર કરીએ અથવા તો કોઈ બીજી ટ્રીટમેન્ટ કરાવીએ. પરંતુ જયારે તમારી સામે શ્રેષ્ઠ વિકલ્પ છે તો શા માટે તમારે કોઈ અન્ય વિકલ્પ પસંદ કરવો જ જોઈએ?.

EXAMPLE:  જેમ કે કોઈ પેશન્ટને હાય બ્લડપ્રેશરની (BP) તકલીફ હોય અને ડોક્ટર તેમને સલાહ આપે કે તમારે BP ની દવા રેગ્યુલરલી લેવી જ પડશે જો તમે નહિ લો તો તમારા જીવ નો જોખમ વધી જશે અને અને બીજું કે BP ની તકલીફમાં તેની દવા જ શ્રેષ્ઠ ઉપાય છે તો શું તમે ડોક્ટર ને ના કહેશો?  એમ કહેશો કે અમે નહિ લઈએ અમને કોઈ બીજો ઉપાય આપો.

“મને વિશ્વાસ છે કે તમારો જવાબ ના જ હશે અને ત્યારે તમે જલ્દી થી BP ની દવાઓ ચાલુ કરી દેશો.”

એવી જ રીતે જો તમારા ડોકટરે તમને IVF ની સારવાર માટેની સલાહ આપી હોય તો તે શ્રેષ્ઠ વિકલ્પ  હોવાથી જ આપવામાં આવી હોય છે તેથી IVF ની સારવાર કરાવી લેવી જોઈએ, બીજી કોઈ સારવાર કરવા પાછળ સમય વેડફવો જોઈએ નહિ કે તેવી સારવાર પાછળ વધારાનો ખર્ચો કરવો જોઈએ નહિ.

વળી, હાલ આધુનિક ટેક્નોલોજીને જોતા IVF એ ગર્ભધારણ માટેનો શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપાય છે, IVF ની સારવાર માં સ્ત્રીબીજ ને પુરુષનાં શુક્રાણુઓ સાથે શરીરની બહાર જ ફર્ટિલાઈઝેશન કરવામાં આવે છે અને એ ફર્ટિલાઈઝેશન થયેલા ગર્ભ ને ગર્ભાશયની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. આથી પ્રેગનન્સી રહેવા માટેનો 80 ટકા કાર્ય શરીરની બહાર થઈ જતું હોય છે આથી સફળતા ખૂબ વધારે હોય છે તેથી મનમાં IVF અંગેના જે પ્રશ્નો અને સમસ્યાઓ છે તેને દૂર કરી દેવી જોઈએ  અને જલ્દીથી આ ટ્રીટમેન્ટ અપનાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *