Candor IVF ની વિશેષ સલાહ, ઠંડીના દિવસો શરૂ થઈ ગયા છે અને 31 ડિસેમ્બર આવી રહી છે. આ સમયમાં ગમે તે માણસ પાર્ટી અથવા મોજ મસ્તી ના મૂડ માં આવી જતો હોય છે.જો તમે IVF સારવાર હેઠળ છો અને તમને પણ પ્રશ્ન છે કે, શું હું એક આલ્કોહોલ નો નાનો ગ્લાસ લઈ શકું? આ પ્રશ્ન ના જવાબ માટે Candor IVF ના નિષ્ણાંત ડોક્ટરો આલ્કોહોલ ની એગ ક્વોલિટી પર થતી અસર ને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.
આપણા ગુજરાત માં દારૂબંધી જોવા મળે છે એટલા માટે જ જે પણ લોકો ને (ખાસ IVF પેશન્ટ ને) આ પ્રશ્ન થાય તો તેનો કડક જવાબ છે આલ્કોહોલ નું એક ટીપું પણ IVF પર જોખમ ઊભું કરી શકે છે. જો તમે ઉચ્ચ સફળતા મેળવવા માંગતા હોવ તો આ પ્રશ્ન થવો જ ન જોઈએ.
IVF યાત્રામાં આલ્કોહોલ:
1) સ્ત્રી ની ફર્ટિલિટી પર ગંભીર અસર
આલ્કોહોલ એ ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન ના સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે જેથી અંડાની ગુણવત્તા બગાડવાની સંભાવના રહેલી છે. જેથી હોર્મોનલ સંતુલન બગડે છે. ખાસ જોવા જઈએ તો આલ્કોહોલ એ માનવશરીર માં ઓક્સીડેટિવ સ્ટ્રેસ નું લેવલ વધારે છે. જે ખૂબ નુકસાનકારક છે.
2) પુરુષ ની ફર્ટિલિટી પર ગંભીર અસર
સામાન્ય રીતે પુરુષો ને જ આલ્કોહોલ ની ટેવ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. આ ખરાબ ટેવ પુરુષ ના વીર્ય ની ક્વોલિટી ને ઘટાડી શકે છે. જેથી પિતૃત્વ નું સ્વપ્ન રુંધાય છે.
ન્યુ યર પાર્ટી માટે Candor IVF ના 3 સ્પષ્ટ નિયમો:
તમે પાર્ટી ની મજા માણી શકો છો, જો તમે IVF ની સફળતા ઘટાડવા માંગતા હોવ તો.અહીં મુખ્ય એ છે કે આ 3 નિયમો નું પાલન કરવું જરૂરી છે.
1) 3 મહિના પેહલા બધું સ્ટોપ કરો
જો તમે IVF પ્લાન કર્યું હોય તો તેના 3 મહિના પહેલાં જ તમામ પ્રકાર ના વ્યસનો બંધ કરી દેવા જોઈએ. સ્પર્મ અને એગ બંને ની ક્વોલિટી સારી બનાવી રાખવા મને આ નિયમનું પાલન કરવું જરૂરી છે.
2) ટ્રીટમેન્ટ દરમિયાન સાવચેતી
ઇન્જેક્શન થી શરૂ કરીને જ્યાં સુધી એમ્બ્રિઓ ટ્રાન્સફર સુધી ની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આલ્કોહોલ નું એક ટીપું પણ કેવું હિતાવહ નથી. નાનું રિસ્ક પણ મોટું નુકસાન કરી શકે છે.
3) ઓપ્શનલ પીણા પસંદ કરો
જો તો પણ મન ન માનતું હોય તો તને સુગર ફ્રી કોલડ્રિંક્સ અથવા હેલ્ધી જ્યુસ પણ લઈ શકો છો. જેનાથી મનની સંતુષ્ટિ અને હેલ્થ પણ સચવાય રહે છે.
ટૂંક માં કહીએ તો, નવા વર્ષ નો હર્ષ તો છે જ પણ સાથે સાથે હેલ્થ નું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે માતૃત્વ અને પિતૃત્વ ના સપના ઉપર કઈ નથી.





