IVF ની સારવાર તમે જેટલી સરળ માનો છો એટલી સરળ નથી. Candor IVF ના ડૉક્ટરો આ યાત્રા ને સરળ અને સુરક્ષિત બનાવવાની ખાતરી આપે છે. આમ જોવા જઈએ તો ગર્ભ ટ્રાન્સફર એ IVF નો મુખ્ય તબ્બકો છે.
TWW: આશા અને ચિંતાનું ચક્ર
ગર્ભ સ્થાપન પછી નો જે સમયગાળો હોય છે તે ખૂબ જ નાજુક હોય છે. તમારું શરીર તમને આ સમય માં ઘણા સંકેતો આપે છે. આ બાબત સ્વભાવિક છે. જેમાં માથા ની દુઃખાવો, શરીર માં ખેંચાણ આ બધા લક્ષણો નો સમાવેશ થાય છે.
અહીં એ વાત યાદ રાખવી જરૂરી છે કે, આ સામાન્ય ગર્ભાવસ્થા ના લક્ષણો છે. એમાં ચિંતા કરવાની પણ જરૂર નથી અને નિષ્ફળતા નો ડર રાખવાની જરૂર નથી.
તમે હવે બેફિકર થઈ જાવ, Candor IVF બધું સાંભળી લેશે.
નીચે આપેલા 4 લક્ષણો સામાન્ય છે:
1) પેટમાં હળવું ખેંચાણ
એમ્બ્રિઓ ટ્રાન્સફર દરમિયાન જે ગર્ભાશય માં હલચલ થાય છે તેના કારણે આ તકલીફ થઈ શકે છે. પ્રોજેસ્ટેરોન ની સામાન્ય દવાઓ એ પેટના સ્નાયુઓ માં હલચલ થાય છે તેથી આ દુઃખાવો થઈ શકે છે. ચિંતા વાળી કોઈ વાત નથી.
2) આછા ધબ્બા દેખાવા
આ ઇમ્પ્લાન્ટેશન બ્લિડિંગ ના કારણે હોય શકે છે. IVF ની પ્રોસેસ દરમિયાન લોહી ભૂરા રંગનું થઈ શકે છે. આ સમય દરમિયાન આલ્કોહોલ કે અન્ય વ્યસન છોડી દેવું જોઈએ. આ પગલા નો સમગ્ર સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થઈ શકે છે.
3) સ્તન માં દુઃખાવો થવો
ગર્ભ ટ્રાન્સફર પછી જે ઊંચા દવા ના સપ્લિમેન્ટ્સ ને લીધે ફેરફાર થાય છે તે તમારા શરીરને તૈયાર કરે છે. આ દુઃખાવા નો સાચો અર્થ એ છે કે તમારા શરીર માં દવાઓ એ કામ કરવાનું શરૂ કરી દીધું છે. જો વધુ તકલીફ થાય તો ડૉક્ટર નો અવશ્ય સંપર્ક કરો.
4) અચાનક થાક અને મૂડ સ્વિંગ્સ
જ્યારે માણસ ના શરીર માં જરા પણ હોર્મોનલ ફેરફારો થાય છે ત્યારે અચાનક થાક લાગવો અથવા મૂડ મૂડ સ્વિંગ્સ થવા એ સામાન્ય છે. એટલા માટે જેટલા પણ ઇમોશન્સ તમને અનુભવાય તેને રોકો નહીં.
આવી પરિસ્થિતિમાં ડૉક્ટર ને જ્યારે બતાવવું?
વધુ પડતો રક્તસ્ત્રાવ
શરીર નો વધુ પડતો દુઃખાવો
અચાનક તાવ અથવા ચેપી રોગોના લક્ષણ
આ પ્રકારના લક્ષણ દેખાય ત્યારે ડૉકટર નો સંપર્ક કરવો જોઈએ.
IVF ની યાત્રામાં પણ ધીરજ ના ફળ મીઠા
Candor IVF નું માનવું છે કે IVF ની યાત્રામાં તણાવ એ સૌથી મોટો દુશ્મન છે. તમારા શરીર માં તમામ પ્રોસેસ થઈ રહી છે. આવી સ્થિતિમાં શરીર ને અને મન ને શાંત રાખવું જરૂરી છે.
અચાનક પેટમાં દુઃખે તો પેનિક થવાની બિલકુલ જરૂર નથી. તમે તમારા નિષ્ણાંતો ની સલાહ લઈ શકો છો.





