માતાના ઉદર માં સાકાર થતા સપના ની સફર || ભાગ-૧

પક્ષીઓ ના કલરવ થી સુંદર સવાર થઇ. સવાર ના લગભગ સાત વાગ્યા હશે વાણી જાગી ગઈ.પક્ષીઓનો મધુર કલરવ જ્યાં સુધી એના કાન પર ના પડે ત્યાં સુધી એની સવાર થતી નથી. આજે અનિકેત તો વહેલા ઓફિસ જવા નીકળી ગયો હતો. વાણી જાગી અને પોતાની રૂમ ની વિન્ડો પાસે ઉભી રહી. તેને રંગબેરંગી પક્ષીઓ અને પક્ષીઓના મધુર અવાજ ખુબ જ પસંદ છે.પણ આજે તો વાણી ના કાન માં એક બીજો મધુર અવાજ સંભળાયો……..એ અવાજ એટલો મધુર હતો કે એ સાંભળી ને વાણી ના રોમ રોમ માં એક અલગ જ ઉત્સાહ ભરાઈ ગયો વાણી એ વળી ને જોયું કે આ અવાજ ક્યાંથી આવે છે પણ તેને અવાજ ની દિશા સમજાઈ નહિ. આજે એક અલગ જ અહેસાસ અનુભવી રહી હતી તેનું રોમ રોમ ઉમંગો થી ભરાઈ ગયું હતું. ઉઠવામાં મોડું થયું હોવાથી એને પોતાને કામ માં પરોવાનુ વિચાર્યું.વાણી રસોડા માં ગઈ અને પોતાના માટે નાસ્તો અને અનિકેત માટે ના ટિફિન ની તૈયારી કરવા લાગી પણ ત્યાં………ફરી પેલો અવાજ સંભળાયો વાણી એ ફરી એ જ અહેસાસ થયો.

ઘર નું કામ કરતા કરતા મન તો એ અવાજ માં જ હતું, મન હજુ કામ માં પરોવાવા લાગ્યું જ હતું ત્યાં ફરી એ અવાજ સંભળાયો……..એ જ મધુર ધ્વનિ પણ સમજાયું નહિ કે શું કહે છે વળી,સ્નેહા એ આજુબાજુ જોયું પણ કઈ સમજ ના આવી કે અવાજ ક્યાંથી આવે છે .ફરી વાણી એ કામમાં મન પરોવી દીધૂ … અચાનક તેના મનમાં એક પ્રશ્ન થયો તેને જલ્દી થી પોતાના રૂમ માં જઈ ને કેલેન્ડર જોયું ,અરે ! એના મનમાં થી એક ઉદગાર ભર્યો શબ્દ નીકળી ગયો. તેણે જલ્દી થી પોતાના ફેમિલી ડોક્ટર ને ફોન કર્યો અને તેમની એપોઇન્મેન્ટ લીધી….સવાર ની જ એપોઇન્ટમેન્ટ હતી તેથી વાણી ફ્રી થઇ ડોક્ટર ને મળવા નીકળી ગઈ.

વાણી ડોક્ટર જયદેવ ને મળી ઘરે આવી.તેના ચેહેરા પર એક અલગ જ નૂર હતુ. બસ સાંજ પડે તેની
રાહ હતી. અનિકેત આવે તો એને વાત કહું ,વાણી આજે ખુબ ખુશ જ હતી તેનું કારણ હતું તેની એક મહિના ની પ્રેગ્નેન્સી…..હા વાણી અને અનિકેત ના જીવન માં તેમનો અંશ આવી રહ્યો હતો તેના અને અનિકેત ના જીવન માં એક સુંદર નાનું એવું રમકડું આવાનું હતું.અનિકેત ના આવતા જ તેને તેને વાત કહી બને ખુબ જ ખુશ હતા આ વાત સાંભળી ને કે તેઓ હવે બેમાંથી ત્રણ થવા જઈ રહ્યા છે.

વાણી થી અજાણતા જ વારંવાર પોતાનો હાથ ના દેખાતા પેટ પર ફરી જતો હતો. આ એક નવી
શરૂવાત હતી.પોતે એક સ્ત્રી માંથી તે હવે માતા બનવા જઈ રહી હતી. એક નવો જીવ વાણી ના ઉદર માં ઉછરી રહ્યો છે , આ વાત ને જાણી વાણી ખુબ જ ખુશ હતી. એક ડર પણ હતો કે શું પોતે એક સફળ માતા બની શકશે ખરી ????

જોઈએ આગળ વાણી ના જીવન માં આ આવનાર બાળક શુ શુ નવી ઉમ્મીદો અને સપના ઓ લઇ ને આવે છે. (Part 2 – Coming Soon…)

Blogs

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ? જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

માનવ જીવનનું મુખ્ય ધ્યેય સુખ અને સફળતા મેળવવાનું છે. આજના સમયમાં લોકો માટે સૌથી મોટું સુખ સંતાન પ્રાપ્તિનું છે. પરંતુ ઘણી વખત અનેક પ્રયત્નો પછી પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો પરિસ્થિતિ નિરાશાજનક બની જાય છે. ક્યારેક IVF સારવારની પણ જરૂર પડી શકે છે.

Read More »
ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી: શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે?

ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી: શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે?

Candor IVF ની વિશેષ સલાહ ઠંડીના દિવસો શરૂ થઈ ગયા છે અને 31 ડિસેમ્બર આવી રહી છે. આ સમયમાં ગમે તે માણસ પાર્ટી અથવા મોજ મસ્તી ના મૂડ માં આવી જતો હોય છે.જો તમે IVF સારવાર હેઠળ છો અને તમને પણ પ્રશ્ન છે કે, શું હું એક આલ્કોહોલ નો નાનો ગ્લાસ લઈ શકું? આ પ્રશ્ન ના જવાબ માટે Candor IVF ના નિષ્ણાંત ડોક્ટરો આલ્કોહોલ ની એગ ક્વોલિટી પર થતી અસર ને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.

Read More »
પેટમાં દુખાવો કે સફળતા ગર્ભ ટ્રાન્સફર પછીના કયા 4 લક્ષણોને લઈને શાંત રહેવું જરૂરી છે

પેટમાં દુખાવો કે સફળતા? ગર્ભ ટ્રાન્સફર પછીના કયા 4 લક્ષણોને લઈને શાંત રહેવું જરૂરી છે?

IVF ની સારવાર તમે જેટલી સરળ માનો છો એટલી સરળ નથી. Candor IVF ના ડૉક્ટરો આ યાત્રા ને સરળ અને સુરક્ષિત બનાવવાની ખાતરી આપે છે. આમ જોવા જઈએ તો ગર્ભ ટ્રાન્સફર એ IVF નો મુખ્ય તબ્બકો છે.

Read More »