સફળ ગર્ભસ્થાપન માટે પુરુષ અને સ્ત્રી બંનેની ભાગીદારી જવાબદાર છે. સમસ્યા એ છે કે, આજના પુરુષોમાં વ્યસન નું પ્રમાણ વધારે જોવા મળે છે. વધુ પડતા બેસનના કારણે સ્પર્મ (શુક્રાણુ) ઉપર પણ ગંભીર અસર થવાની શક્યતા છે જેથી પિતૃત્વ નું સપનું પૂરું થવાની શક્યતા ઓછી થઈ જાય છે. આવા કિસ્સાઓમાં પુરુષોએ તમાકુ નું વ્યસન વહેલી તકે છોડવું જરૂરી બની રહે છે.
IVF માં પુરુષનું યોગદાન: 50% જવાબદારી
ગર્ભસ્થાપન માટે એગ અને સ્પર્મ (શુક્રાણુ) બંને જવાબદાર હોય છે. ખાસ સ્પર્મ (શુક્રાણુ) ની ગુણવત્તા જ નક્કી કરશે કે ગર્ભ કેટલું સ્પષ્ટ અને મજબૂત બનશે. અને જેટલું ગર્ભ સ્વસ્થ અને મજબૂત હોય તેટલું જ બાળક સ્વસ્થ હોય છે અને ગર્ભધારણની શક્યતાઓ વધારે રહે છે. પણ વ્યસન ની વાત કરીએ તો વ્યસન ની અંદર રહેલા ઝેરી કીટાણુઓ સ્પર્મ (શુક્રાણુ) ના DNA ને નુકસાન પહોંચાડે છે.
1) ધુમ્રપાન નો ખતરો
જ્યારે તમે સિગારેટ પીવો છો ત્યારે તેમાંથી નીકળતા ઝેરી દ્રવ્યો એ ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારે છે. આ સ્પર્મ (શુક્રાણુ) ના DNA ને તોડી નાખે છે. જેના કારણે સફળ ગર્ભસ્થાપન થઈ શકતું નથી અને નિષ્ફળતા ની સંભાવના વધી જાય છે. જેથી વહેલી તકે ધૂમ્રપાન છોડવું જરૂરી છે.
2) આલ્કોહોલ અને તમાકુ, હોર્મોનલ સંતુલન
પુરુષો તો સમજ્યા પણ આધુનિક લાઇફસ્ટાઇલ ના કારણે સ્ત્રીઓ પણ ગર્ભાવસ્થા દરમિયાન આલ્કોહોલ કે તમાકુ નું સેવન કરતી જોવા મળે છે. ખાસ આલ્કોહોલ ના કારણે પુરુષો માં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન નબળા પડે છે. જે IVF સારવાર માટે ખતરારૂપ છે.
✓ Candor IVF ની સલાહ: 90 દિવસ ની પરીક્ષા
સ્પર્મ (શુક્રાણુ) ની ફરી રિકવર કે પરિપક્વ થવામાં 90 દિવસનો સમય લાગે છે. એટલા માટે IVF ની યાત્રા શરૂ થયા પેહલા પુરુષો એ ઓછા માં ઓછા 3 મહિના પેહલા આવા વ્યસનનો છોડી દેવા જોઈએ.
જો તમે તમારા આવનારા બાળક ને તંદુરસ્ત જોવા માંગતા હોવ તો તમારું આ એક પગલું પણ સકારાત્મક બની રહેશે. તો ચાલો, Candor ની IVF ટ્રીટમેન્ટ સાથે તમાકુ જેવા વ્યસનો ને છોડીને એક સ્વસ્થ પરિવારનું નિર્માણ કરીએ.





