આ “શ્વાસ” ની રમત માં

[vc_row][vc_column][vc_column_text]blog-real-story-new

હું પોતાની હોસ્પિટલ માં મારી ઓફિસ માં બેઠો બેઠો પેશન્ટ ની ફાઈલ ચેક કરી રહ્યો હતો ત્યારે અચાનક મારા રિસેપ્સ્નિસ્ટ નો મારા પર ફોન આવ્યો………

સર તમને મળવા માટે અરુણા અને અવિનાશ મિસ્ત્રી તેમના બાબા ને લઇ ને આવ્યા છે.

સર તેમની અપોઈન્ટમેન્ટ બુક નથી પણ એ લોકો કહે છે ખાસ તમને મળવા માટે જ આવ્યા છે, સર તેમને અંદર મોકલી આપું કે બહાર બેસવા માટે કહું ?

મેં મારી રિસેપ્સ્નિસ્ટ ને પેલા યુગલ ને અંદર આવવા દેવા માટે સૂચના આપી અને ફોન મૂકી દીધો.

મારી રિસેપ્સ્નિસ્ટ ની વાત સાંભળી મારા ચેહરા પર એક નાની એવી મુસ્કાન સાથે ભૂતકાળ ની યાદ નજરો સમક્ષ ઉભી થઇ આવી.

આ વાત લગભગ સાત આઠ વર્ષ જૂની છે 25 ડિસેમ્બર નો દિવસ હતો. શિયાળા ની ઋતુ હોવાથી ખુબ જ વધુ ઠંડી હતી સામાન્ય દિવસો માં આવા સમયે લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી પણ તહેવાર નો દિવસ હોવાથી આજે સામાન્ય કરતા વધુ લોકો રોડ પર જોવા મળતા હતા.વળી ઈશુ ના જન્મ નો દિવસ એટલે લોકો ઉજવણી પણ ખુબ સ્નેહ અને ઉલ્લાસ થી કરતા હોય છે.ઇમારતો ને ખુબસરસ રીતે લાઈટ થી સજાવી દેવામાં આવી હતી.આખું શહેર ખુબ સરસ એક દુલ્હન જેવું લાગી રહ્યું હતું. રાત ના લગભગ આઠ ની આસપાસ નો સમય થયો હશે. હું પોતાના કેબીન માં બેઠો હતો. શિયાળો હોવાથી અંધારું પણ જલ્દી થઇ જતું હોય છે.લાઈટ ની રોશની માં અંધારું ઓછું લાગી રહ્યું હતું.

ડોકટરો માટે તો લગભગ બધા જ દિવસો સરખા જતા હોય છે. પછી ભલે તે ક્રિસ્મસ હોય કે સામાન્ય દિવસ. તે દિવસ ના લગભગ ચાર પેશન્ટ ને અટેન્ડ કર્યા હું મારા કેબીન તરફ વળ્યો ,ખુબ થાક લાગ્યો હતો, શરીર તૂટી રહ્યું હતું.રોજિંદા આ કાર્યક્રમ જોવા મળતો રોજ ના કાર્યક્રમ મુજબ હું ઓપીડી પતાવી ને પોતના કેબીન માં આવ્યો શાંતિ થી થોડીવાર બેઠો હતો. આજના દિવસ
ના લગભગ બધા કેસ પુરા થઇ ગયા હતા. તેથી હું પોતાના કેબીન માં થોડીવાર શાંતિ થી બેસવા માટે આવ્યો ખુરસી ખેંચી બેઠો અને હાથ માં હજુ આજનું સમાચારપત્ર લેવા જઈ રહ્યો હતો ત્યાં જ…….

એક વ્યક્તિ દોડતી ને મારા કેબીન માં ઘુસી આવી. તે વ્યક્તિ ની પાછળ પાછળ તેમને રોકવા માટે રિસેપ્સ્નિસ્ટ પણ દોડી આવી, કે અચાનક થી આવી રીતે ડોક્ટર ના કેબીન માં જવાઈ નહિ.વિના અપોઈન્ટમેન્ટ કોઈ પણ ડોક્ટર ને તમે મળી ના શકો.

પણ પેલો વ્યક્તિ રિસેપ્સ્નિસ્ટ ની વાત અનદેખી કરી ,દરવાજો ખોલી અંદર ધસી આવી. ડર અને દોડવાના કારણે તે વ્યક્તિ આવી ઠંડી માં પણ પરસેવાથી તરબોળ હતો. તેમની હાલત જોઈએ ને જ મને ખ્યાલ આવી ગયો કે પરિસ્થિતિ ખુબ જ નાજુક હોવી જોઈએ.

સર પ્લીઝ મારી પત્ની ની હાલત ખુબ જ ગંભીર છે.આખરી ઉમ્મીદ તમે જ છો સાહેબ મારી પત્ની ને બચાવી લો, તેવ્યક્તિ બોલ્યો.

તે વ્યક્તિ ની પરિસ્થિતિ જોઈને લાગતું હતું કે તે બધી જ જગ્યા એ થી નિરાશ થઇ ને આવ્યો છે,છતાં પણ પોતાની પત્ની ને બચાવવા માટે ના અથાક પ્રયત્નો ચાલુ હતા.

મેં તેને શાંતિ થી ચેર પર બેસાડી ને પાણી નો ગ્લાસ આપી ને નિરાંતે શ્વાસ લેવા કહ્યું,

એ શાંત થયા ત્યારબાદ મેં તેમને પૂછ્યું કે જે પણ વાત છે તે તમે મને વિસ્તાર પૂર્વક જણાવો. તેમને મને જણાવ્યું કે ,તેમની પત્ની ને સાત મો મહિનો જઈ રહ્યો છે.અત્યાર સુધી તો લગભગ બધું જ સારું હતું પણ થોડા સમય પહેલા જ તેને અચાનક થી બ્લીડીંગ ચાલુ થઇ ગયું……મારે એક ચાર વર્ષ ની દીકરી પણ છે સર તેની પહેલી ડિલિવરી માં કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો નહોતો,મારી વાઈફ ની જે
ડોક્ટર પાસે ફાઈલ ચાલુ હતી તે ડોકટરે પોતાના હાથ પાછા ખેંચી લીધા છે.સર અમે આ ઉપરાંત શહેર ની સિટી હોસ્પિટલ માં પણ ગયા પરંતુ ત્યાંથી પણ અમને નિરાશા જ મળી છે.

આ વાત સાંભળી મને પરિસ્થિતિ નો ખ્યાલ આવી ગયો હતો કે આ કઈ કન્ડિશન છે અને શું કારણો હોય શકે. વિજ્ઞાન ની ભાષામાં તેને પ્લેસેન્ટા પ્રિવ્યા ની કંડિશન કહેવામાં આવે છે. સામાન્ય ભાષા માં તેનો અર્થ એવો થાય છે કે બાળક મેલી ની નીચે હોય છે. તેથી મેં વધુ વિચાર કરવાનું છોડી તરત જ પેશન્ટ ને જોવાનો નિર્ણય કરી લીધો. પેશન્ટ ની હાલત જોતા જ ખ્યાલ આવી ગયો કે તેમની
હાલત વધુ પ્રમાણ માં ગંભીર હતી.જો જલ્દી થી તેમનું ઓપરેશન કરવામાં ના આવે તો તેમનો અને તેમના બાળક નો જીવ જવાની શક્યતા શકે મેં તરત જ નર્સ ને તેમને ઓપીડી માં દાખલ કરવા કહ્યું.

કેસ ઘણો કોમ્પ્લિકેડેટ હતો તેથી મેં મારા સાથી ડોકટરો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો. કારણ કે એક તો સાતમો મહિનો એટલે બાળક ને હજુ પૂરતું પોષણ મળ્યું નહોતું ઉપરથી ઘણું બધું બ્લીડીંગ થઇ ગયું હતું .તેથી કેસ
કોમ્પ્લીકેટેડ બની ગયો હતો. એટલે હું બીજા ડોકટરો કે જેમને પોતાના હાથ પાછા ખેંચી લીધા તેમની પરિસ્થિતિ સમજી ગયો હતો પણ જયારે શપથ લીધી હતી તે પળ મને યાદ આવતા મેં પેસન્ટ નો જીવ બચાવવા માટે રીસ્ક લેવાનું નક્કી કર્યું.

સૌથી પેહલા તો અમે અરુણા બેન ના બ્લડ ગ્રુપ ને મળતું બ્લડ મઁગાવ્યું કારણ કે હોસ્પિટલ માં એક જ બ્લડ ગ્રુપ નું એટલું લોહી હાજર હોઈ તેવું ક્યારેક શક્ય ના પણ બને. બ્લડ આવે ત્યાં સુધી માં તેમને ઓ.પી.ડી. માં લઇ લેવામાં આવ્યા.બ્લડ આવતા જ તેમને તરત જ બ્લડ ચડાવામાં આવ્યું, હવે અમારી અને અરુણાબેન બને ની પરીક્ષા નો સમય હતો તેમને ધીરજ ધરવાની હતી અને

અમારે સફળ પ્રયત્નો કરવાના હતા.લગભગ ત્રણ કલાક વીતી ચુક્યા હતા પણ કોઈ સફળતા મળી નહોતી છતાં પણ અમે હાર્યા નહોતા. રાત પણ ઘણી થઇ ચુકી હતી. અમારી આંખો માં ઊંઘ ને જરાયે સ્થાન નહોતું વાતાવરણ ખુબ જ ઠંડુ હતું. આવા વાતાવરણ માં સામાન્ય માણસ ઘેરી ઊંઘ માં હોય પણ અમે રાધા હોસ્પિટલ ના ઓ.પી.ડી. વિભાગ માં બે જીવ ને બચવવા માટે અમારા પુરેપુરા પ્રયત્નો કરી રહ્યા હતા.

ઘણી મુશ્કેલી ઓ આવી પરિસ્થિતિ ત્યાં સુધી પણ આવી ગઈ કે કોઈ એક જીવને જ બચાવી શકાય તેમ હતું ,ડોક્ટર ના રૂપ માં અમે બને ત્યાં સુધી બને જીવ ને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ જયારે અમને એક નિર્ણય લેવો જરૂરી બની ગયો. ત્યારે અમે અરુણા બેન ને બચાવાનો નિર્ણય કર્યો.

રાત ના લગભગ દોઢ થવા આવ્યો હતો પણ હજી અમારા પ્રયત્નો શરૂ હતા. પરિણામ મળ્યું નહોતું. મેં અને મારા સ્ટાફે પ્રયત્નો જાળવી રાખ્યા હતા. એક બાજુ તેમને બ્લડ ચડવાનું ચાલુ હતું બીજી બાજુ તેમની ટ્રીટમેન્ટ ચાલુ હતી. અમારા અથાક પ્રયત્નોએ અને ઈશ્વર ની કૃપા થી લગભગ રાત ના ત્રણ વાગ્યે ઓપેરેશન રૂમ માં બાળક ની કિલકારી ગુંજી. આખી હોસ્પિટલ તેના રુદન અને અમારા હાસ્ય સાથે ગુંજી ઉઠી. એ પળ અમારા માટે અને અરુણા બેન માટે ખુશી અને ગર્વ ની બની ગઈ હતી. અમારી સાત આઠ કલાક ની મહેનત રંગ લાવી અને અમે સફળતા પૂર્વક માતા અને બાળક બન્ને ને બચાવી લીધા.

કહેવાય છે ને કે જયારે ઈશ્વર કોઈનું સર્જન કરી ચુક્યા હોય અને તેને પૃથ્વી પર મોકલવા માટે રાહ જોઈને બેઠા હોય ત્યારે કેટલાય વિઘ્નો આવે પણ તે જન્મ લઇ લેય છે. માત્ર એમના અવતરણ માટે રસ્તો શોધી રહ્યા હોય છે એમાંય આ તો ઈશુ ના જન્મ નો દિવસ એટલે ઈશુ સ્વયં અરુણાબેન ના ખોળે જન્મ લઈને આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું અવતરણ માટે રાધા હોસ્પિટલ જ નિમિત્ત બની હોય તેવું લાગી રહ્યું હતું.

સત્ય ઘટના પર આધારિત નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે.

[/vc_column_text][/vc_column][/vc_row]

Need Help?

Call Us

Blogs