ઉનાળામાં IVF સફળતાનો ઓછો ચાન્સ? આ માન્યતા તદ્દન ખોટી છે! ઉનાળામાં પણ IVF થી ખુશખબર શક્ય છે!

ઉનાળામાં IVF સફળતાનો ઓછો ચાન્સ_ આ માન્યતા તદ્દન ખોટી છે! ઉનાળામાં પણ IVF થી ખુશખબર શક્ય છે!-image

સંતાન સુખ એ આજના સમયનું સૌથી મહત્વનું સુખ છે. સંતાન પ્રાપ્તિ એ દરેક યુગલોના જીવનની એક અદભુત આનંદિત ક્ષણ હોય છે. પણ આજના સમયમાં બદલાતી જીવન શૈલી, તણાવ જેવા નકારાત્મક કારણોસર ઘણા દંપતિઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સમયે IVF સારવાર આશીર્વાદરૂપ સાબિત થાય છે.

આજે IVF ને લઈને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ જોવા મળે છે. તેમાંની એક મુખ્ય ગેરમાન્યતા એ છે કે ઉનાળામાં IVF કરાવવાથી ગર્ભધારણના ચાન્સ ઘટી જાય છે. ચાલો આ ગેરમાન્યતા વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ.

✓ શું ખરેખર ઉનાળામાં IVF સફળતાનો દર ઓછો હોય છે?

આ વાત તદ્દન ખોટી છે. લોકોને એવું લાગે છે કે ઉનાળા દરમિયાન શરીરનું તાપમાન વધે છે જે ગર્ભ ધારણ પર નકારાત્મક અસર કરે છે. પરંતુ અહીં હકીકત એ છે કે IVF સારવાર લેબોરેટરી ની અંદર ઠંડા વાતાવરણમાં કરવામાં આવે છે. ગર્ભના વિકાસનું આ પ્રક્રિયામાં ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખવામાં આવે છે.

શું ખરેખર ઉનાળામાં IVF સફળતાનો દર ઓછો હોય છે_ - image

✓ ઉનાળામાં IVF સફળતા માટેના સારા અને સકારાત્મક પાસાઓ:

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, ઉનાળાની ઋતુ IVF માટે બિલકુલ માફક નથી, પણ કેટલાક કિસ્સાઓમાં તે ફાયદાકારક નીવડી શકે છે.

1. વિટામિન D

ઉનાળામાં સૂર્યપ્રકાશ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે, જે શરીરમાં વિટામિન D માટે ખૂબ જ જરૂરી છે. સંશોધનો સૂચવે છે કે વિટામિન D નું યોગ્ય પ્રમાણ પ્રજનન ક્ષમતા અને IVFની સફળતાના દરમાં વધારો કરી શકે છે.

વિટામિન D - image

2. ઓછો તણાવ

ઘણા લોકો માટે ઉનાળાની ઋતુ વેકેશન અને આરામનો સમય હોય છે. તણાવ ઓછો હોવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે, જે IVF જેવી પ્રક્રિયા માટે સકારાત્મક વાતાવરણ પૂરું પાડે છે. તણાવ ઘટવાથી હોર્મોનલ સંતુલન પણ જળવાઈ રહે છે, જે ગર્ભધારણ માટે મહત્વપૂર્ણ છે.

ઓછો તણાવ - image

3. સારી જીવનશૈલી

ઉનાળામાં લોકો વધુ સક્રિય રહે છે, તાજા ફળો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવે છે. આ તંદુરસ્ત આદતો શરીરને ડિટોક્સિફાય કરવામાં અને પ્રજનન અંગોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જે IVFની સફળતામાં ફાળો આપી શકે છે.

3. સારી જીવનશૈલી - image

4. આધુનિક ટેકનોલોજી

આજના સમયમાં IVF ક્લિનિક્સ અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનોથી સુસજ્જ હોય છે. લેબોરેટરીમાં તાપમાન, ભેજ અને હવામાન શુદ્ધતાનું કડક નિયંત્રણ રાખવામાં આવે છે, જેથી બહારના વાતાવરણની કોઈ અસર ગર્ભના વિકાસ પર ન પડે.

4. આધુનિક ટેકનોલોજી - image

એ વાત સાચી છે કે ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવું અને વધુ પડતી ગરમીથી બચવું જરૂરી છે.

IVF ટ્રીટમેન્ટ લઈ રહેલા દંપતીઓએ ડૉક્ટરની સલાહ મુજબ પૂરતું પાણી પીવું, હળવો અને પૌષ્ટિક આહાર લેવો, અને સીધા સૂર્યપ્રકાશમાં વધુ સમય રહેવાનું ટાળવું જોઈએ. પરંતુ, આ સામાન્ય સાવચેતીઓ છે જે કોઈ પણ ઋતુમાં સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેનો અર્થ એ નથી કે ઉનાળો IVF માટે ખરાબ સમય છે.

✓ નિષ્ણાતોના મત:

દેશ અને દુનિયાના નામાંકિત IVF નિષ્ણાતો પણ એ વાત સાથે સહમત છે કે ઋતુ પ્રમાણે IVFની સફળતાના દરમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી.

IVF સફળતાનો મુખ્ય આધાર દંપતીની ઉંમર, તેમના સ્વાસ્થ્યની સ્થિતિ, વંધ્યત્વનું કારણ અને ક્લિનિકની કુશળતા તેમજ ટેકનોલોજી પર રહેલો છે.

“ઉનાળામાં IVF સક્સેસ ચાન્સ ઓછા હોય છે” એ માત્ર એક ભ્રામક માન્યતા છે. હકીકતમાં, યોગ્ય આયોજન, તબીબી માર્ગદર્શન અને સકારાત્મક અભિગમ સાથે ઉનાળાની ઋતુમાં પણ IVF દ્વારા સંતાન સુખ પ્રાપ્ત કરી શકાય છે.

નિષ્ણાતોના મત - image

જો તમે IVF કરાવવાનું વિચારી રહ્યા હો, તો કોઈ પણ ઋતુની ચિંતા કર્યા વિના, CANDOR IVF ના ડૉક્ટરની સલાહ લો અને વિશ્વાસ સાથે આગળ વધો. યાદ રાખો, તમારો દ્રઢ નિશ્ચય કોઈ પણ ઋતુમાં તમારા ઘરમાં ખુશીઓ લાવી શકે છે.

Blogs

પુરૂષ વંધ્યત્વ શું છે_ 360 ડિગ્રી માહિતી - કારણો,લક્ષણો અને ધ્યાન માં રાખવાની બાબતો-image

પુરૂષ વંધ્યત્વ શું છે? 360 ડિગ્રી માહિતી – કારણો,લક્ષણો અને ધ્યાન માં રાખવાની બાબતો:

આજની ફાસ્ટ અને આધુનિક લાઇફસ્ટાઇલ માણસ ના માનસિક સ્વાસ્થ્ય ની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય અને શારીરિક સંબંધો મા પણ ઘણી સમસ્યા ઊભી કરે છે.ખાસ કરીને

Read More »