સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધારે પડે છે તેથી ઘણા નવદંપતિઓના મનમાં એક સવાલ હોય છે કે, શું હવામાન અને ઋતુ એ ગર્ભધારણ માં અસર કરી શકે છે?
Candor IVF ના નિષ્ણાંતો જણાવે છે કે, શિયાળા ની ઋતુમાં ગર્ભ સ્થાપન ની શક્યતાઓ વધારે હોય છે.
શું શિયાળો ખરેખર સફળતા વધારે છે?
મોટાભાગના ફર્ટિલિટી નિશાન તો માને છે કે, હવામાન કે ઋતુની અસર પ્રેગનેન્સી પર થતી નથી. શિયાળાની ઋતુ એ ગર્ભધારણ માટે ઉત્તમ વાતાવરણ પૂરું પાડી શકે છે.
ઓછો તણાવ અને થાક
શિયાળો એ દિવાળીના તહેવાર પછી આવતો હોવાથી આરામ અને નિરાંત નો સમય છે. તેથી માનસિક શાંતિ વધારે મળે છે. આઈવીએફ ની સારવાર દરમિયાન તણાવ તમારો સૌથી મોટો દુશ્મન છે. શિયાળાની ઋતુમાં ખાસ કરીને શાકભાજી અને પૌષ્ટિક આહાર ફ્રેશ મળતો હોવાથી શરીર પણ સ્વસ્થ રહે છે અને તણાવ પણ ઓછો રહે છે.
સારી ઊંઘ
ઠંડા વાતાવરણમાં શરીરનું તાપમાન કુદરતી રીતે ઘટતું જોવા મળે છે. શરીરને સારી ઊંઘ મળવાથી હોર્મોન્સ લેવલ જળવાઈ રહે છે જે ગર્ભધારણ માટે માણસને પૂરતું વાતાવરણ પૂરું પાડે છે.
આહાર અને પોષણ
ગુજરાતી પરિવારો શિયાળામાં પૌષ્ટિક પાક બનાવતા હોય છે. જેમાં ખજૂર પાક સુખડી કે અડદીયા નો સમાવેશ થાય છે. આવી વસ્તુ ખાવાથી શરીરને જરૂરી પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે અને શરીર મજબૂત બને છે. તેથી આ આઇવીએફ ની યાત્રા શરૂ કરવા માટેના ઉત્તમ સમય છે.
ગરમી સંબંધિત જોખમોમાંથી છૂટકારો
ગરમ વાતાવરણમાં પુરુષોના વૃષણનું તાપમાન વધારે રહેતું હોય છે પણ શિયાળામાં આ તકલીફ થવાની સંભાવના ઘટી જાય છે. શિયાળાની ઋતુમાં સ્પર્મ કોલેટી અને કાઉન્ટ પણ ખૂબ જ સારા હોય છે.
શિયાળો એટલે સફળતાની તૈયારી!
આમ જોવા જઈએ તો આઈવીએફ ની સફળતાનો ડર શિયાળામાં વધુ સારો હોય છે. માણસો આ ઋતુમાં શારીરિક અને માનસિક રીતે હળવા અનુભવતા હોય છે.
તો આ શિયાળામાં પૌષ્ટિક આહાર લો, તણાવ મુક્ત રહો અને વધુ વિચાર્યા વગર તમારી આઇવીએફની યાત્રા શરૂ કરો.





