સફળ ગર્ભાવસ્થા માટે ભ્રૂણ ટ્રાન્સફર પછી શું કાળજી લેવી જોઈએ? જાણો અમારા નિષ્ણાતો પાસે થી.

સફળ ગર્ભાવસ્થા માટે ભ્રૂણ ટ્રાન્સફર પછી શું કાળજી લેવી જોઈએ_ જાણો અમારા નિષ્ણાતો પાસે થી.-img

IVF ની પ્રક્રિયામાં ભ્રૂણ ટ્રાન્સફર નો તબક્કો મહત્વનો હોય છે તેના પર જ સફળ ગર્ભાવસ્થાનો સંપૂર્ણ આધાર રહેલો છે. આ સમય દરમિયાન જો સારી કાળજી રાખવામાં આવે તો ગર્ભાવસ્થા સફળતામાં પરિણમી શકે છે. અહીં આપણે વાત કરીશું ભ્રૂણ ટ્રાન્સફર પછી શું કાળજી લેવી જોઈએ અને શું ટાળવું જોઈએ.

✓ ભ્રૂણ ટ્રાન્સફર પછી તરત રાખવાની કાળજી

ભ્રૂણ ટ્રાન્સફર દરમિયાન કોઈપણ પ્રકારના દુઃખાવા નો સામનો કરવો પડતો નથી. જોકે થોડો સમય લાગી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વધુમાં વધુ એક કલાક સુધી આરામ કરવો ખૂબ જ જરૂરી છે. આ મહત્વના સમય દરમિયાન જો શરીરને આરામ મળશે તો ભ્રૂણ ગર્ભાશય ના સ્તર સાથે સારી રીતે જોડાઈ શકશે.

✓ એક વાત મહત્વની છે કે ઘરે પહોંચ્યા પછી શું કાળજી રાખવી જોઈએ?

હોસ્પિટલથી ઘરે ગયા પછી ખાસ કરીને નીચેની બાબતોનું ધ્યાન રાખવું:

1. સંપૂર્ણ આરામ

શરૂઆતના 24 થી 48 કલાક તમારા માટે ખૂબ જ મહત્વના બની રહે છે તેથી આ સમય દરમિયાન શરીરને સંપૂર્ણ આરામ મળવો ખૂબ જ જરૂરી છે. બાથરૂમ, હાથે ખાવું પીવું સિવાયના શરીરના હલનચલન ને ટાળો.

1. સંપૂર્ણ આરામ-img

2. હળવી પ્રવૃત્તિઓ

એક વખત સંપૂર્ણ બેડ રેસ્ટ કર્યા પછી તમે ધીમે ધીમે હળવી પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કરી શકો છો. પણ વજનદાર વસ્તુ ઊંચકાવી, લાંબા સમય સુધી ઉભું રહેવું આ બાબત ન કરો. હળવા હાથે ચાલુ અને સામાન્ય ઘરના કામો કરવા એ બાબત ઠીક છે.

2. હળવી પ્રવૃત્તિઓ-img

3. પૂરતી ઊંઘ લો

આપણે સૌ જાણીએ જ છીએ કે, માણસના સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સામાન્ય રીતે સાતથી આઠ કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો આ પૂરતી ઊંઘ મળી રહે તો શરીરના હોર્મોન્સ ખૂબ જ સારી રીતે કામ કરે છે. સારા હોર્મોન્સ ગર્ભાવસ્થા માટે ખૂબ જ જરૂરી છે.

3. પૂરતી ઊંઘ લો-img

4. બિનજરૂરી ચિંતા થી દૂર રહો

મનોવૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો બિનજરૂરી ચિંતા એ ગર્ભને નકારાત્મક અસર કરી શકે છે. જો બિન જરૂરી ચિંતા જેવું લાગે તો ઘણી કસરત કરો, પરિવાર તથા સગા સંબંધીઓ સાથે સમય વિતાવો, પસંદગીનું સંગીત સાંભળો, યોગા અથવા મેડીટેશન કરો. આ તમામ પ્રવૃત્તિઓ ડોક્ટરની સલાહ લીધા પછી જ કરો.

4. બિનજરૂરી ચિંતા થી દૂર રહો-img

5. પૌષ્ટિક આહાર લો

આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા એટલા માટે શરીર સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. તાજા ફળો, લીલા શાકભાજી, પ્રોટીનયુક્ત આહાર લો. બહારનું અને જંક ફૂડ ખાવાનું ટાળો. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો અને શરીરને હાઈટ્રેટેડ રાખો.

5. પૌષ્ટિક આહાર લો-img

6. સમયસર દવાઓ લો.

તમારા ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ, જેમ કે પ્રોજેસ્ટેરોન સપ્લિમેન્ટ્સ, સમયસર લો. કોઈપણ દવા છોડશો નહીં અથવા તમારી જાતે ડોઝમાં ફેરફાર કરશો નહીં. જો તમને કોઈ આડઅસર જણાય, તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

6. સમયસર દવાઓ લો-img

7. સેક્સ ટાળો

ભ્રૂણ ટ્રાન્સફર પછી ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી સેક્સ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભાશયનું સંકોચન ગર્ભના સ્થાપનમાં અવરોધ લાવી શકે છે.

7. સેક્સ ટાળો-img

8. લાંબી મુસાફરી ટાળો

પ્રથમ બે અઠવાડિયા દરમિયાન લાંબી અને કંટાળાજનક મુસાફરી ટાળો, કારણ કે તેનાથી તમારા શરીર પર તાણ આવી શકે છે.

8. લાંબી મુસાફરી ટાળો-img

✓ શું ટાળવું જોઈએ?

  • ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન ન કરવું
  • વધારે માત્રામાં કેફીન ન લેવું
  • વધારે પડતા ઠંડા પાણીથી સ્નાન ન કરવું
  • પેટ પર દબાણ આવે એવી કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી
  • ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ દવા ન લેવી
image-1
image

✓ જો તમે નીચેનામાંથી કોઈ પણ લક્ષણ જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો

  • અસહ્ય પેટ માં દુઃખાવો થવો
  • યોની માંથી લોહી વહેવું
  • તાવ આવવો
  • ટક્કર અથવા બેહોશી નો અનુભવ થવો
image-2
image-3

ભ્રૂણ ટ્રાન્સફર પછી ગર્ભની ચકાસણી સામાન્ય રીતે બે અઠવાડિયા પછી કરવામાં આવે છે. આ સમય દરમિયાન ધીરજ રાખવી અને પોઝિટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. તેઓનું શરીર અલગ અલગ હોય છે તેથી ગર્ભસ્થાપનમાં સમય લાગી શકે છે.

Blogs

લગ્ન પછીનું સૌથી મોટું સપનું – માતૃત્વ!

લગ્ન પછીનું સૌથી મોટું સપનું – માતૃત્વ!

લગ્ન એ માત્ર બે સાથીઓના દિલ નો જ નહી, પરંતુ બે સપનાઓ નો મેળાપ છે. લગ્ન ના થોડા વર્ષો પછી પોતાના ઘર માં કિકિયારીઓ ગૂંજી ઉઠે એવું દરેક દંપતીઓ ઇચ્છતી હોય છે. પણ ઘણી વાર આ યાત્રા સરળ નથી હોતી. આવી જ કંઈક કહાની દિવ્યેશ અને મહેકની છે.

Read More »
માતૃત્વનો દીવો પણ પ્રગટાવો Candor IVF

આ નવરાત્રી પર, માત્ર દીવો નહીં… માતૃત્વનો દીવો પણ પ્રગટાવો!

નવરાત્રી સાંભળતા જ મન આનંદથી ઝૂમી ઊઠે છે, સાચું ને! આ ઉત્સવ માત્ર આનંદ અને ગરબા નો નથી, પણ સાથે સાથે નવી શરૂઆત કરવાનો પણ આ ઉત્તમ સમય છે.


Read More »