IVF ના વિકલ્પો: જ્યારે IVF કામ ન કરે ત્યારે શું કરી શકાય?

IVF ના વિકલ્પો- જ્યારે IVF કામ ન કરે ત્યારે શું કરી શકાય - image

માતા પિતા બનવું અને ઘરમાં ખુશીઓ ની કિકિયારીઓ ગુંજી ઊઠે એ દરેક નવદંપતીઓ નું સ્વપ્ન હોય છે. ગર્ભધારણ ની એકમાત્ર અસરકારક પદ્ધતિ એટલે IVF. પરંતુ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આ ચક્ર સફળ જતું નથી. વારંવાર આ બાબત માં જો નિષ્ફળતા મળે તો નિરાશ થવું સ્વભાવિક છે. અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે, આશા ક્યારેય ગુમાવવી નહીં. બીજા ઘણા બધા રસ્તાઓ ઉપલબ્ધ છે. ચાલો જાણીએ.

✓ સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે આ નિષ્ફળતા પાછળ નું કારણ શું છે!?

તેમાં ખાસ કરી ને નીચે આપેલી બાબતો નો સમાવેશ થાય છે.

1. અંડાશય ની પ્રતિક્રિયા

માનવ શરીર ના અંડાશય આપણે જે દવાઓ લઈ રહ્યા છે અને કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે તે જાણવું જરૂરી છે. ખાસ કરી ને ઈંડા ની ગુણવતા.

2. સ્પર્મ (વીર્ય) ની ક્વોલિટી

શુક્રાણુ ની વિગતવાર માહિતી અને ચકાસણી

3. ભ્રૂણ ની ક્વોલિટી

ભ્રૂણ નો વિકાસ, ગ્રેડિંગ અને જેનેટિક રચના

4. ગર્ભાશય ની હેલ્થ

ગર્ભાશય ની જાડાઈ અને અસ્તર અથવા કોઈ ગર્ભાશય ની ખામીઓ

5. ઇમ્પ્લાટેશન ના કારણો

ભ્રૂણ સ્થાપન ન થવા પાછળ ના કારણો

6. લાઇફસ્ટાઇલ

ખાણીપીણી, રોજિંદી ચિંતા, વજન વગેરે સમસ્યાઓ
ખાસ કરીને આટલી બાબતોની સમજણ પછી ડોક્ટર તમને વધુમાં વધુ સારું કન્સલ્ટેશન કરી આપે છે.

✓ સારવારના પ્રોટોકોલમાં ફેરફાર

જો એકથી વધુ વખત IVF કરાવ્યું હોય તો ચક્રમાં નિષ્ફળતા પાછળ પ્રોટોકોલ ની અયોગ્યતા જવાબદાર હોઈ શકે છે. તમારા શરીરની રચનાના આધારે ડોક્ટર નીચેના સૂચનો આપી શકે છે:

સારવારના પ્રોટોકોલમાં ફેરફાર - image
  • દવામાં ફેરફાર : ઉતેજના માટે વપરાતી દવાઓમાં ફેરફાર કરવો
  • નવા IVF પ્રોટોકોલ : લાંબો પ્રોટોકોલ, ટૂંકો પ્રોટોકોલ અથવા માઈક્રોડોઝ ફ્લેર પ્રોટોકોલ જેવા વિવિધ પ્રોટોકોલ ટ્રાય કરવા
  • એન્ડોમેટ્રાયલ સ્ક્રૅચિંગ : આ એક ગર્ભાશયની સ્તરને જાડુ બનાવવા માટેની એક નાની પ્રક્રિયા છે

✓ પ્રીઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ

જો વારંવાર કસુવાવડ થાય તો આ ટેકનીક ઉપયોગી સાબિત થઈ શકે છે.

પ્રીઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ - image

1. PGT A

ભ્રૂણ ટ્રાન્સફર કરતા પહેલા ભ્રૂણ માં રંગસૂત્રોની સંખ્યા બરાબર છે કે નહીં તેની ચકાસણી થાય છે. આનાથી એક ફાયદો એ છે કે, હેલ્ધી ભ્રૂણ પસંદ કરી શકાય છે. સફળ ગર્ભાવસ્થાની શક્યતાઓ વધી જાય છે.

2. PGT M

જો માતા પિતાને કોઈ વારસાગત બીમારી હોય તો આ ટ્રીટમેન્ટમાં તરત જ પકડી શકાય છે જેથી ગર્ભ રહેવાના ચાન્સમાં કોઈ નકારાત્મક અસર ન પડે.

✓ સ્પર્મ ડોનર ની ભૂમિકા

ભ્રૂણ ટ્રાન્સફર કરતા પહેલા ભ્રૂણ માં રંગસૂત્રોની સંખ્યા બરાબર છે કે નહીં તેની ચકાસણી થાય છે. આનાથી એક ફાયદો એ છે કે, હેલ્ધી ભ્રૂણ પસંદ કરી શકાય છે. સફળ ગર્ભાવસ્થાની શક્યતાઓ વધી જાય છે.

સ્પર્મ ડોનર ની ભૂમિકા - image
  • ઈંડા ના દાતા : જો સ્ત્રીની ઈંડાની ગુણવત્તા ઓછી હોય અને અંડાશય કામ ન કરતું હોય તો બીજા પાસેથી સ્વસ્થ ઈંડુ લઈને તેનો ઉપયોગ કરી શકાય છે આનાથી ગર્ભ રહેવાનો ચાન્સ વધે છે.
  • વીર્યદાતા : પુરુષના શુક્રાણુની ગંભીર સમસ્યા હોય તો બીજાના સ્પર્મ નો ઉપયોગ કરી શકાય છે.
  • ભ્રૂણદાતા : પુરુષના શુક્રાણુની ગંભીર સમસ્યા હોય તો બીજાના સ્પર્મ નો ઉપયોગ કરી શકાય છે.

Candor IVF માં આ બધી બાબતોમાં અમે ખાસ પ્રોટોકોલનું પાલન કરીને અને નૈતિક ધોરણો સાચવીને કામ કરીએ છીએ, દંપતીના સપનાને જીવંત રાખીએ છીએ.

✓ સરોગેસી

સરોગેસી એટલે જ્યાં અન્ય સ્ત્રી દંપતિ માટે ગર્ભ ધારણ કરે છે અને સફળતાપૂર્વક બાળકને જન્મ આપે છે. પણ આ ઓપ્શન જ્યારે વાપરવામાં આવે છે જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરવા માટે સંપૂર્ણપણે અસક્ષમ હોય અથવા ગર્ભાવસ્થા તેના સ્વાસ્થ્ય માટે જોખમી હોય.

રોગેસી - image

નીચેની પરિસ્થિતિમાં સરોગેસી ઉપયોગી નિવડે છે:

  1. મહિલાઓને ગર્ભાશય ની ગંભીર સમસ્યા હોય તો.
  2. IVF માં વારંવાર નિષ્ફળતા મળી હોય તો.
  3. ગર્ભધારણ કરવા માટે પેશન્ટ સક્ષમ ન હોય તો.

Candor IVF માં અમે દરેક દંપતિ માટે અલગ વિચારધારાથી વધુમાં વધુ ગર્ભાવસ્થાના ચાન્સ સફળ બની રહે તે માટે સતત કાર્યરત છીએ. અમારું ઉદ્દેશ્ય દરેક દંપતીના ઘરમાં ખુશીઓની કિકિયારીઓ ગુંજી ઊઠે તે છે. પછી ભલે ગમે તેટલી મુશ્કેલી હોય.

જો તમને પણ વારંવાર IVF માં નિષ્ફળતા મળી હોય તો એક વખત Candor IVF ની અચૂક મુલાકાત લો.

Blogs