આજના સમયમાં મોટાભાગના યુગલોની માનસિકતા એવી જોવા મળે છે કે પ્રેગ્નન્સી અથવા IVF દરમિયાન પ્રેમનો અભાવ અને સંબંધોમાં હળવાશ વધારે પડતી જોવા મળે છે.
જેનાથી યુગલોના ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થવાની સંભાવના રહે છે.
અમે અહીં ચર્ચા કરીશું એવા મુદ્દાઓ પર કે સપોર્ટના સમયમાં પણ પ્રેમ અને રોમાન્સ જળવાઈ રહે — જેથી આવનારા સંતાનનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું બને.
કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન માતા-પિતાના સંબંધો જેવા હોય છે, તેની સીધી અસર બાળકની બુદ્ધિ પર પડે છે.
IVF સારવાર દરમિયાન ઇન્જેક્શન, દવાઓ અને હોર્મોનલ સંતુલનના કારણે ઘણી વખત ઈમોશનલ બેલેન્સ જોખમમાં મુકાતું હોય છે.
આ મુશ્કેલી વચ્ચે પણ યુગલોના સંબંધો જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે.
✓ શું IVF નો સમયગાળો યુગલો પર તણાવ પેદા કરે છે?
અમુક અંશે આનો સ્પષ્ટ જવાબ ‘હા’ છે.
આ સમયગાળા દરમિયાન પતિ પોતાની પત્નીને દર્દી તરીકે જુએ છે અને પોતાને સહાયક તરીકે અનુભવે છે. આ માનસિકતા સંબંધોમાં ખટાશ ઊભી કરી શકે છે — સામાન્ય ભાષામાં કહેવામાં આવે તો પાર્ટનરના રોલમાં બદલાવ આવી જાય છે.
ટ્રીટમેન્ટ દરમિયાન જીવનશૈલી પર ધ્યાન ઓછું રહે છે, કારણ કે દવાઓ, અપોઇન્ટમેન્ટ્સ અને ડોક્ટર પર વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે.
શરીરમાં હોર્મોનલ ફેરફારો થવાથી રોમાન્સ ઘટી જાય છે.
Candor IVF સુનિશ્ચિત કરે છે કે આ સમયમાં પણ પ્રયત્ન કરવામાં આવે તો સંબંધો સારા રહી શકે છે.
✓ પ્રેમ અને રોમાન્સ જાળવી રાખવાની 5 અદ્ભુત રીતો
1) ડેટ નાઇટને 'ડૉક્ટર એપોઇન્ટમેન્ટ'થી અલગ રાખો
જો આખો દિવસ હોસ્પિટલ અને દવાઓ વચ્ચે વીતી ગયો હોય, તો સાંજે પત્ની સાથે એકાંતમાં બેસો, ભાવનાત્મક વાતો કરો અને અનુભવો શેર કરો. આ પણ એક પ્રકારની ડેટ નાઇટ જ છે — જરૂરી નથી કે કેન્ડલ લાઈટ જ હોય.
2) એન્ટરટેનમેન્ટના સાધનોનો ઉપયોગ કરો
પત્ની સાથે બેઠા હો ત્યારે જૂની ફિલ્મો, મનપસંદ ગીતો, સ્ટોરીઝ અથવા રોચક ચર્ચાઓ કરો. મેડિકલ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળો.
3) પોઝિટિવ ટચ રાખો
આ બાબતને સામાન્ય ભાષામાં નોન-સેક્સ્યુઅલ ટચ કહેવાય છે — જેમ કે પત્નીના કપાળ પર હળવેથી હાથ ફેરવવો કે પ્રેમથી આલિંગન આપવું. આથી પત્નીને સપોર્ટનો અનુભવ થાય છે, જે આ સમયમાં ખુબ જરૂરી છે.
4) સાથે મળીને ટેન્શન મેનેજ કરો
એવું લાગે તો પાર્ટનર સાથે હળવી કસરત કરો, યોગા કરો અને પોઝિટિવ વાતો કરો. આવનારા સંતાન વિશે યોજનાઓ બનાવો જેથી વાતાવરણ સકારાત્મક બને.
5) ખુલ્લા મનથી સપનાઓ જુઓ
યાદ રાખો કે તમારું લક્ષ્ય માત્ર બાળક મેળવવાનું નથી — પણ આ સફરમાં પત્નીનો સાથ આપવો છે. હકારાત્મક વાતો દ્વારા ભાવિ પરિવારની કલ્પના કરો, વિઝ્યુલાઈઝેશન કરો અને વાતો કરો.
મનુષ્ય જીવનનું અંતિમ ધ્યેય પ્રેમ જ છે. IVF યાત્રાના અંત દરમિયાન અને પછી પણ પ્રેમ જળવાઈ રહેવો અત્યંત જરૂરી છે.
જો આવું ન થાય, તો એક વ્યક્તિની લાગણીઓને અવગણવાથી જીવનમાં રસ ઘટી જવાની શક્યતા રહે છે.
તમારી IVF યાત્રાને પ્રેમ, સંભાળ અને પોઝિટિવિટીથી ભરવા — આજે જ Candor IVFનો સંપર્ક કરો.




