IVF અને તમારી ઓફિસ: ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે તમારા બોસને આત્મવિશ્વાસથી કેવી રીતે કહેવું?

IVF અને તમારી ઓફિસ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે તમારા બોસને આત્મવિશ્વાસથી કેવી રીતે કહેવું

જો તમે IVF ટ્રીટમેન્ટ લેવાનું વિચારી રહ્યા છો અથવા ટ્રીટમેન્ટ ચાલુ છે, તો તમારે નોકરી, ધંધો અથવા ઓફિસનું કામ છોડવાની જરૂર નથી.



આ લેખમાં આપણે એવી વાતો પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમે તમારા બોસ અથવા મેનેજર સાથે IVF વિશે આત્મવિશ્વાસપૂર્વક વાત કરી શકશો.

✓ ઓફિસમાં વાતચીત શા માટે જરૂરી છે?

આ સવાલનો જવાબ સીધો છે — ઘણી વખત IVF દરમિયાન અચાનક દુખાવો ઉપડે, સમયસર દવા લેવાની જરૂર પડે, અથવા જો તમે ક્યારેક ઓફિસ પહોંચી ગયા હો અને દવા ઘરે ભૂલી ગયા હો, તો આવા સમયે જો તમે તમારા બોસ અથવા સહકર્મીઓને માહિતી ન આપી હોય, તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.

તેથી વર્કપ્લેસ પર પણ આ બાબત અંગે ચર્ચા કરવી જરૂરી છે.

✓ વાતચીત માટે 5 અસરકારક પગલાં

1) શું કહેવું છે તે સ્પષ્ટ કરો

તમારે તમારા બોસને બધી મેડિકલ વિગતો કહેવાની જરૂર નથી — ફક્ત એટલું જ જણાવો કે જે તમારા કાર્યને અસર ન કરે.

 

ઉદાહરણ તરીકે, તમે કહી શકો છો:

 

“હું એક મેડિકલ પ્રોસિજર લઈ રહી છું, જેના કારણે મને ક્યારેક વહેલી સવારે હોસ્પિટલ જવું પડી શકે છે. આશા છે કે તમે આ સમયમાં મને સપોર્ટ કરશો.” સંપૂર્ણ ટ્રીટમેન્ટની વિગતો આપવાની જરૂર નથી.

2) યોગ્ય વ્યક્તિ પસંદ કરો

જો ઓફિસમાં મોટો સ્ટાફ હોય, તો તેમાંથી એવી વ્યક્તિ પસંદ કરો જેને તમે સૌથી વધુ ભરોસો કરો છો અને જે તમારી વાત સમજી શકે.
બધાને આ બાબત જણાવવાની જરૂર નથી. શક્ય હોય તો HR સાથે સીધી વાત કરો.

IVF અને તમારી ઓફિસ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે તમારા બોસને આત્મવિશ્વાસથી કેવી રીતે કહેવું-1

3) યોગ્ય સમય પસંદ કરો

મહત્વપૂર્ણ મિટિંગ અથવા લંચટાઈમ દરમિયાન વાત ન કરો.
સવારના શાંત સમયે અથવા લંચ પછીનું સમય તમારા બોસ સાથે વાત કરવા માટે વધુ યોગ્ય છે.

4) તમારા અધિકારો જાણો

જ્યારે તમે ઓફિસ જોઈન કરી હતી ત્યારે તમને લીવ પોલિસી — મેડિકલ લીવ, કેજ્યુઅલ લીવ, આકસ્મિક રજા વગેરે વિશે જાણકારી આપવામાં આવી હશે. તેની સંપૂર્ણ જાણકારી રાખો જેથી તમે સમયસર રજા લઈ શકો અને તમારી વર્ક અવર્સ પણ અસરગ્રસ્ત ન થાય.

5) ભાવનાત્મકતા કરતા વ્યાવસાયિકતા રાખો

વાતચીત દરમિયાન શાંત, આત્મવિશ્વાસપૂર્વક અને વ્યાવસાયિક રહો.
આ એક તબીબી જરૂરિયાત છે — તમે તેને અન્ય કોઈ આરોગ્ય સંબંધિત રજાની જેમ જ રજૂ કરી શકો છો.

 

મનુષ્ય જીવનનું અંતિમ ધ્યેય પ્રેમ જ છે. IVF યાત્રાના અંત દરમિયાન અને પછી પણ પ્રેમ જળવાઈ રહેવો અત્યંત જરૂરી છે.
જો આવું ન થાય, તો એક વ્યક્તિની લાગણીઓને અવગણવાથી જીવનમાં રસ ઘટી જવાની શક્યતા રહે છે.

તમારી IVF યાત્રાને પ્રેમ, સંભાળ અને પોઝિટિવિટીથી ભરવા — આજે જ Candor IVFનો સંપર્ક કરો.

IVF અને તમારી ઓફિસ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે તમારા બોસને આત્મવિશ્વાસથી કેવી રીતે કહેવું-2

✓ તમે બેફિકર રહો, Candor IVF સાથે આત્મવિશ્વાસુ બનો

આવી પરિસ્થિતિઓમાં તમને માર્ગદર્શન આપવા માટે Candor IVF ખાતે અમારી કન્સલ્ટિંગ ટીમ હંમેશા તૈયાર છે, જે તમને યોગ્ય સલાહ અને માનસિક સપોર્ટ આપે છે.


અમે સમજીએ છીએ કે કાર્યસ્થળ પર આ બાબતે વાત કરવી કેટલી સંવેદનશીલ છે.

તમે તમારા પરિવારની યોજના બનાવી રહ્યા છો, એટલે સૌથી પહેલા તમારી જાત ઉપર વિશ્વાસ રાખો.
બાકી બધું Candor IVF સંભાળી લેશે!

Blogs

IVF યાત્રામાં જીવનસાથીનો સથવારો ટ્રીટમેન્ટ દરમિયાન પ્રેમ અને સપોર્ટ જાળવી રાખવાની 5 અદ્ભુત રીતો

IVF યાત્રામાં જીવનસાથીનો સથવારો: ટ્રીટમેન્ટ દરમિયાન પ્રેમ અને સપોર્ટ જાળવી રાખવાની 5 અદ્ભુત રીતો

આજના સમયમાં મોટાભાગના યુગલોની માનસિકતા એવી જોવા મળે છે કે પ્રેગ્નન્સી અથવા IVF દરમિયાન પ્રેમનો અભાવ અને સંબંધોમાં હળવાશ વધારે પડતી જોવા મળે છે.

Read More »
ગુજરાતમાં IVF ખર્ચ શું સારવાર ખરેખર સસ્તી બની રહી છે

ગુજરાતમાં IVF ખર્ચ: શું સારવાર ખરેખર સસ્તી બની રહી છે? Candor IVF સાથે જાણો 4 વૈજ્ઞાનિક રીતે ખર્ચ ઘટાડવાની રીતો

સાંભળો, હવે IVF ની વાત આવે ત્યારે ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે આ આર્ટિકલ માં આપણે જાણવાના છીએ 4 રીતો જે તમને માનસિક રીતે તો ખરા જ પણ આર્થિક રીતે પણ ફાયદો કરાવશે.

Read More »