શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે?

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે

આધુનિક જીવનશૈલી મુજબ જોવા જઈએ તો કોઈ પણ ઋતુ હોય AC વગર લોકો ને ચાલે એમ નથી. ખાસ તમારા બેડરૂમ માં જે AC છે, તેમાંથી નીકળતી સૂકી હવા એ તમારા શરીર ને ચોક્કસપણે અસર કરી શકે છે. અહીં આપણા માટે કામની વાત એ છે કે ગર્ભધારણ વખતે શું આ AC માંથી નીકળતી સૂકી હવા એ શરીર ને અસર કરે છે કે નહીં? આ બાબત નો સીધો જવાબ હા પણ નથી અને ના પણ નથી. જો AC ની હવામાં ભેજ 40% કરતા ઓછો હોય, તો તે સર્વાઇકલ મ્યુકસના બંધારણને 5% થી 10% જેટલું પ્રભાવિત કરી શકે છે

ચાલો આ રસપ્રદ ટોપિક વિશે વધુ જાણીએ:

1. AC ની સૂકી હવા અને હાઈડ્રેશન

આપણું શરીર ત્યારે જ સરખી રીતે કામ કરે જ્યારે તે હાઇડ્રેટ હોય. શું તમને ખબર છે તમને જે વસ્તુ આનંદ આપે છે એટલે કે, AC ની ઠંડી હવા. આ ઠંડી હવા તમારા બેડરૂમ ના વાતાવરણ માંથી ભેજ ખેંચી લે છે. જ્યારે તમે આવી હવા માં લાંબો સમય પસાર કરો છો ત્યારે તમારા શરીરમાં ડિહાઇડ્રેશન થવા લાગે છે.

સ્ત્રીઓ માં ગર્ભધારણ માટે સર્વાઇકલ મ્યુકસ નું પ્રમાણ જળવાઈ રહેવું ખુબ જરૂરી છે. જો તમારું શરીર હાઈડ્રેટ નથી તો આ મ્યુકસ પર ગંભીર અસર પડે શકે છે. જેના કારણે શુક્રાણુઓ ગર્ભાશય સુધી પહોંચી શકતા નથી.

2. ઇન્ફ્લેમેશન અને રોગપ્રતિકારક શક્તિ

સૂકી હવાના કારણે આપણા શરીર ના અગત્ય ના ભાગો જેવા કે નાક અને ગળા સૂકાઈ જાય છે. ઘણી વખત એવું પણ બની શકે છે કે, બળતરા થવા લાગે. પરિણામે વધુ પડતી સૂકી હવા એ માનવ શરીરની મહત્ત્વપૂર્ણ દીવાલોને નબળી પાડે છે.

3. બેડરૂમ નું તાપમાન અને સારી ઊંઘ

જો તમે AC વાળા રૂમ માં સૂવો છો તો સૂકી હવાનો સામનો તમારે કરવો જ પડશે. માનવ શરીરની પ્રતિકૂળતા મુજબ, આવા વાતાવરણમાં ઊંઘ સારી આવે છે. સારી અને ગુણવત્તાયુક્ત ઊંઘ થી મેલાટોનિન હોર્મોન વધે છે. જે સ્પર્મ અને એગ ના આરોગ્ય ને વધારે છે. ઊંઘના અભાવને કારણે ગર્ભધારણની ક્ષમતા પર 20% થી 30% જેટલી આડકતરી અસર પડી શકે છે.

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે-1
શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે-2

✓ હવે પ્રશ્ન એ થાય કે, AC નું ગંભીર અસરો થી કઈ રીતે બચવું?

Candor IVF ની સલાહ મુજબ, જો તમને આખી રાત AC ચાલુ રાખો છો તો રૂમ માં હ્યુમિડિફાયર રાખવાનું ચૂકશો નહીં. આ ભેજ ના પ્રમાણને જાળવી રાખે છે.

ખાસ જ્યારે AC ચાલુ હોય ત્યારે તરસ લાગતી નથી. પણ તમે જ વિચારો, શરીર ને પાણી વગર કેમ ચાલે? તેથી રાત્રે નહીં તો દિવસે આખા દિવસમાં 3 થી 4 લિટર પાણી પીવો.

યાદ રાખો, AC પ્રેગ્નેન્સી પર કોઈપણ પ્રકારની અસર કરતું નથી, પણ તેની અંદર થી નીકળતી સૂકી હવા જે છે એ ગંભીર અસર પહોંચાડે છે. Candor IVF સ્પષ્ટપણે માને છે કે, માત્ર વિજ્ઞાન જ નહી તમારા ઘર ના રસોડા થી લઈ ને નાનામાં નાના ઉપકરણો પણ તમારા શરીર ના ભાગને અસર કરી શકે છે.

શું તમે તમારી સકારાત્મક જીવનશૈલી વિશે વધુ જાણવા માંગો છો?

2026 માં માતૃત્વ કે પિતૃત્વ ના સપના ને સાકાર કરવા માટે પ્લાન તૈયાર કરવા માંગો છો?

તો વધુ રાહ ન જુઓ, હમણાં જ Candor IVF ના નિષ્ણાંતો નો સંપર્ક કરો!

Blogs

શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે

શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે? જાણો કયા બ્લડ ગ્રુપની મહિલાઓએ વહેલું પ્લાનિંગ કરવું જોઈએ.

માણસની જીવન જરૂરિયાતની બાબતોમાં પાણી પછી બીજું સ્થાન લોહીનું છે. આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું રહે તો જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આ બધું આપણે સ્કૂલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ભણ્યા છીએ. આ બ્લોગમાં આપણે એવી વાત કરવી છે કે કઈ રીતે તમારું બ્લડ ગ્રુપ ફર્ટિલિટી સાથે જોડાયેલું છે અને કયા પ્રકારના બ્લડ ગ્રુપવાળા માણસોએ ફેમિલી પ્લાનિંગ વહેલું શરૂ કરવું જોઈએ.

Read More »
શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે

શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે?

જ્યારે આપણે સંતાનપ્રાપ્તિ માટે સંઘર્ષ કરતા હોઈએ છીએ, ત્યારે આપણી નજર હંમેશા વર્તમાન સમય માં જ હોય છે. આપણે વિચારીએ છીએ કે કદાચ આપણી આજની ભાગદોડભરી જિંદગી, ઓફિસનું ટેન્શન, પ્રદૂષણ કે આપણો ખોરાક જવાબદાર છે. પરંતુ ૨૦૨૬ ના આ આધુનિક યુગમાં, વિજ્ઞાન એક એવી ખાસ વાત તરફ ઈશારો કરી રહ્યું છે જે સેંકડો વર્ષ જૂનું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી નસોમાં વહેતું લોહી માત્ર DNA ની માહિતી જ નહીં, પણ તમારા પૂર્વજોના અનુભવોની યાદો પણ લઈને ફરે છે?

Read More »
શું બીજાની પ્રેગ્નન્સીના સમાચાર તમારી IVF સફળતાને માનસિક રીતે રોકી રહ્યા છે

શું બીજાની પ્રેગ્નન્સીના સમાચાર તમારી IVF સફળતાને માનસિક રીતે રોકી રહ્યા છે?

એક દૃષ્ટિ એ જોવા જઈએ તો આજે સુખ, શાંતિ, સમૃદ્ધિ ઉપર એકલાપણું અને ટેન્શન હાવિ છે. આપણા માટે આ ખૂબ જ ગંભીર બાબત કેહવાય. ઉપર થી માણસ ના મનનો સ્વભાવ એવો છે કે, એ નકારાત્મક વિચારો પર પેહલા કેન્દ્રિત થાય છે. 2026 માં આધુનિક જીવનશૈલી માં લોકોની માનસિકતા માં પણ પરિવર્તન આવ્યું છે. લોકો આજના સમય માં બીજાનું સારું સાંભળી શકતા નથી. અન્યનાં જીવન માં કોઈ સારી ઘટના બને છે તો તરત જ તેના મન માં ઈર્ષ્યા જેવા ખરાબ ભાવો પેદા થાય છે. આ તમામ બાબતો પાછળ એક જ કારણ છે, લોકો ને એકબીજા પ્રત્યે રહેલા પૂર્વગ્રહો.

Read More »