નવ માસ ની એક સુંદર કહાની …..માતાની જુબાની

“માં” શબ્દ બોલતા એક સુંદર સ્ત્રી અને તેના હાથ માં રહેલું નાનું બાળક નજરે આવે છે.માતા ઈશ્વર દ્વારા કરવામાં આવેલું એક અવર્ણીય સર્જન છે. બાળક દ્વારા બોલવામાં આવતો પહેલો શબ્દપણ  લગભગમા હોય છે. માતા ના અંશ માંથી થતો નવ નિર્માણ નો અંશ એટલે એક નાનું શિશું……ભગવાન ને યાદ કરતા જેને યાદ કરવું ગમે તેમાતા“. પોતાના શરીર ને અસહ્ય દુઃખો આપી પણ પોતાના બાળક ને જન્મ આપે છે . “તે માત્ર માતા હોઈ શકે

        સંતાન ના સુખ કરતા જીવન માં બીજું કોઈ પણ સુખ મહત્વ નું નથી. બાળક ઉછેર માટે માતા અને પિતા બને નું યોગદાન સરખું હોય છે…. માતા પોતાના બાળક ને સંસ્કારો આપી સિંચન કરે છેતો પિતા તેને આંગળી પકડી પુરી દુનિયા ની અનોખી સફર કરાવે છે.કોઈ પણ પરણીત યુગલ માટે માતા પિતા બનવુંએ તેના જીવન  નો  એક નવો પડાવ છે ,એક નવી દુનિયા ની શરૂઆત થાય છે.

        દરેક સ્ત્રી જયારે પડાવ પર પહોંચે છે ત્યારે એના મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે.માતૃત્વ ધારણ કરતી વખતે શુ કાળજી રાખવી? યોગ્ય સમય શુ છે?  બાળકો નો ઉછેર કઈ રીતે કરવો ? વગેરે પ્રશ્નો ઉભા થાય  છે . સમયે જો યોગ્ય માર્ગદર્શન મળે તો તે સ્ત્રીસંપૂર્ણ માતાબની જાય છે

                “ કેન્ડોર હોસ્પિટલ  આવું જ માર્ગદર્શન પૂરૂ પાડતી એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. “

        છેલ્લા ઘણા વર્ષો થી કાર્યરત રાધા હોસ્પિટલ માં લગભગ 5000 થી પણ વધુ બાળકો પોતાની સુંદર આંખો વડે દુનિયા ને નિહારી છે.એક સંપૂર્ણ સુખ સુવિધા થી ભરપૂર રાધા હોસ્પિટલ વરાછા વિસ્તાર માં કાર્યરત છે.અહીંના પ્રમુખ ડોકટર જયદેવ ધામેલીયા અને તેમના સ્ટાફ નું પોતાના દર્દી પ્રત્યે મિત્ર તરીકે નું વર્તન અવર્ણીય છે. અહીં સંપુર્ણ ટેકનોલોજી સાથે માતા અને તેના આવનાર બાળક ની સારસંભાળ લેવામાં આવે છે .

           દરેક પરણીત યુગલ માતા પિતા બનવા ઈચ્છે છે. અન્ય માતા પિતાની જેમ પોતે પણ પોતાના બાળકને પોતાના ઘર ના આંગણામાં માં હસતા ,રમતા જોવા ઈચ્છે છે.પણ ક્યારેક કોઈ એક ખામી ના કારણે ખુશી થી તેઓ વંચિત રહી જાય છે.. રાધા હોસ્પિટલ દ્વારા તેવા અસંખ્ય યુગલો ને પોતાની ખામી ને ખૂબી માં ફેરવાનો મોકો મળ્યો છે. અસંખ્ય યુગલો ફર્ટિલિટી દ્વારા માતાપિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે.

       કહે છે  કે જ્યારે ઈશ્વર  એક બાળક નું નિર્માણ કરવા બેસે છે ત્યારે પોતાની બધી માસૂમિયત એમા ભરી દે છે….. ઈશ્વરે પોતાના બાળક રૂપી નિર્માણ ને વધુ નિખારવા માટે પૃથ્વી પર ડોકટર નું સર્જન કર્યું છે.જે ઈશ્વર ના સર્જન ને પૃથ્વી પર લાવવા માટે પોતાનો જીવ એમા રેડી દે છે.એટલે તો ડોકટર ભગવાન નું બીજું રૂપ પણ કહેવાય છે.

      કેન્ડોર  હોસ્પિટલ તરફથી માતા અને પિતા અને તેમના આવનારા બાળક ને ખૂબ ખૂબ શુભેચ્છઓ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*

Open chat
Need Help? Chat With Us
Hello!
How Can We Help You?
Feel free to drop a message.
Powered by