ગર્ભ સંસ્કાર

ગર્ભસંસ્કાર એટલે શું?blog-5

ગર્ભ સંસ્કાર એટલે આવનારૂ બાળક ખુબ જ તેજવાન અને ઓજસ્વી બને તે માટે આપવામાં આવતા સંસ્કાર. આમ, તો સંતાન સુખ ની ખેવના દરેક વ્યક્તિ રાખે છે પણ એક ઉત્તમ સંતાન ની ખેવના માટે ગર્ભસંસ્કાર જરૂરી છે.આવો આજે આપણે જાણીએ કે ગર્ભ સંસ્કાર કેવી રીતે ગ્રહણ કરવામાં આવે છે.

એક જીવ ની ઉત્પત્તિ એ વિશ્વની સૌથી પવિત્ર અને આનંદદાયક ઘટના છે. આ આનંદદાયી ઘટના ના તમે સાક્ષી બનવા જઈ રહ્યા છો તો એના માટે તમને ખુબ ખુબ અભિનંદન.માણસ એ ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન છે.

જયારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ બને છે ત્યારે તે તેના અને તેના પરિવાર માટે સૌથી મોટી ખુશી ની વાત છે. આજના યુગ માં દરેક માતા પિતા પોતાના ઘરે એક સ્માર્ટ બાળક ઈચ્છે છે.દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે તેનું સંતાન ઉત્તમ વિચારો ધરાવતું સંતાન તરીકે જન્મ લે. બુદ્ધ ,મહાવીર, રામ, કૃષ્ણ જેવા સંસ્કારો ધરાવતું બાળક ની ઈચ્છા ધરાવતી સ્ત્રીઓ માટે માટે ગર્ભસંસ્કાર ઉત્તમ છે. મનમાં આવતા વિચારો થી આપણા સંકલ્પો નક્કી થાય છે. જેવા શિશુ ની આપણે ઈચ્છા રાખીએ છીએ તેવા વિચારો આપણે લાવવા જરૂરી છે.મનમાં આવતા વિચારો બાળક ના જન્મ પર ખુબ જ અસર કરે છે. બાળક માતા ના મન અને હૃદય ની દરેક વાતો ને અનુભવે છે માતાના વિચારો થી જ રામ જેવા પુત્ર જન્મ થાય છે જે દુનિયા નો તારણહાર બની શકે છે અને માતા ના વિચારો થી જ રાવણ જેવા પુત્ર નો પણ જન્મ થાય છે જે દુનિયા નું વિનાશ પણ સર્જી શકે છે.તેથી વિચારો ખુબ જ મહત્વના છે.

એક ઉદાહરણ લઈએ જયારે માતા ત્રિશલા ગર્ભવતી હતા ત્યારે તેમના ગર્ભ માં મહાવીર સ્વામી શિશુ સ્વરૂપે આકાર લઇ રહ્યા હતા. ત્યારે મહાવીર સ્વામી એ થોડા સમય માટે ગર્ભ માં પોતાની હલનચલન બન્ધ કરી દીધી ત્યારે તેમના માતા ને તેમના હલન ચલન ના થવાથી એવો વિચાર કર્યો કે શું તેમનું બાળક મૃત્યુ પામ્યું છે? તેમનો આ વિચાર મહાવીર સ્વામી સાંભળી તેમની માતા ના ગર્ભ માં
લાત મારવાનું ચાલુ કરે છે. આ વાત પરથી એ સાબિત થાય છે કે જેવા વિચારો તમે લાવો છો.તેવું તમારું બાળક ગર્ભ માં વિચારે કરે છે. જેથી ઉત્તમ વિચારો દ્વારા પોતાના બાળક નું પાલનપોષણ પોતાના ગર્ભ માં કરો અને દુનિયા માં ઉત્તમ વિચારો સાથે તેને જન્મ આપો.પોતાના ઉત્તમ વિચારો થી માતા ઈચ્છે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે. માતા ધારે તો તે આ વિશ્વ ને એક ઉંચાઈ તરફ લઇ જાય તેવા બાળક ને જન્મ આપી શકે છે અને ધારે તો વિશ્વ નું પતન કરે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે.

ગર્ભ આશીર્વાદ મંત્ર

ગર્ભ સંસ્કાર સમય ગાળા દરમિયાન મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરવામાં આવે તો આવનાર શિશુ ઉત્તમ વિચારો ધરાવતું જન્મ લે છે. ગાયત્રી મંત્રો, ઓમકાર મંત્રો જેવા મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરવું જોઈએ. હાલ જાણવા મળ્યું છે કે વિદેશો માં રહેતી સ્ત્રીઓ જે ગર્ભાવસ્થા માંથી પસાર થઇ રહી છે જેઓ હિન્દી,ગુજરાતી કે સંસ્કૃત પણ સમજતી નથી તેઓ ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણી સંસ્કૃતિ ના મંત્રો નું ઉચ્ચારણ અને શ્રવણ કરે છે. જેનાથી તન અને મન બને શાંત થાય છે અને ગર્ભ માં રહેલ શિશુ પણ ઉત્તમ વિચારો સાથે જન્મ લે છે. મંત્રો નું ઉત્તમ ઉચ્ચારણ કરવા માટે યોગ મુદ્રા ધારણ કરો અને ત્યારબાદ મંત્રો નું ઉચ્ચારણ કરો.

આ ઉપરાંત તમે તમારા બાળકશરીર ની ઉત્તમ રચના માટે પંચમહાભૂતો ની પણ સ્તુતિ કરી શકો છો. કારણ કે પંચમહાભૂતો મળી ને સંપૂર્ણ શરીર ની રચના કરે છે. જેમાં અગ્નિ, વાયુ, ધરતી, આકાશ અને જળ નો સમાવેશ થાય છે.આ પંચમહાભૂતો ને પ્રાર્થના કરી તમે તેમાંથી શ્રેષ્ઠ બાળક માટેના આશીર્વાદ મેળવી શકો છો.

ગર્ભ સંસ્કાર સંવાદ

ગર્ભ સંસ્કાર સંવાદ માં તમારે તમારા ગર્ભ માં રહેલા શિશુ સાથે વાર્તાલાપ કરવાનો છે.જેમાં તમારે તમારું બાળક વાસ્તવિક સવરૂપે તમારી સમક્ષ છે તેમ સમજી તેની સાથે વાતો કરવાની છે. એને કહેવાનું છે કે,

હે મારા પ્રિય બાળક ,જ્યારથી તારા આવવાના સમાચાર મળ્યા છે ત્યારથી, હું, તારા પિતા અને પરિવાર ના સો સદસ્યો આનંદથી રોમાંચિત થયા છીએ.તું સાંભળે છે ને મારી વાતો તારા આવવાની રાહ અમે જોઈ રહ્યા છીએ. પણ તું ધીરજ રાખજે તારી આ યાત્રા ઘણી અઘરી છે એ વાત હું જાણું છું આ સફર માં હું તારી સાથે જ છું. તને કોઈ પણ તકલીફ ના થાય તેના માટે હું પુરેપુરી કાળજી લઈશ તું ખુબ જ સમજદાર , સુશીલ ,સંસ્કારી થઈશ. હું એ હું જાણું છું તું અતિ ગુણી, મેઘાવી, તેજસ્વી,
ગુણવાન , પ્રતિભાવાદી બનીશ. તું રાષ્ટ્રવાદી અને સ્વતંત્ર વિચારો ધરાવતો થઇશ. તું હકારાત્મક વિચારો ધરાવતો થઈશ, તું અમર પ્રેમ અને વાત્સ્લ્ય ની છબી હોઈશ. તું હિમતવાન અને સાહસિક બનીશ, તું વડીલો ને આદર આપશે અને નાના ઓને પ્રેમ આપીશ , તું સાહસિક ,નીડર, પ્રમાણિક બનીશ. તારા આવા અસંખ્ય ગુણો થી તું જીવન માં મહાન બનીશ. તું શરીર, પ્રાણ, મન બુદ્ધિ અને
આત્મા એમ પાંચેય નો સર્વાંગી વિકાસ કરનારો શ્રેષ્ઠ મનુષ્ય બનીશ.

આવા અનેક હકારાત્મક વિચારો થી તમે બાળક ને શ્રેષ્ઠ સંસ્કારો ગર્ભ માં જ આપી શકો છો અને તમારા બાળક માટે એક શ્રેષ્ઠ માતા બની શકો છો. આમ પણ ભારતીય સઁસ્કૃતિ ને ઉત્તમ ગણવામાં આવે છે. આવા સંસ્કારો નું સિંચન જો બાળક માં જન્મ પહેલા થી જ કરવામાં આવે તો જરૂર દરેક બાળક ઉત્તમ ઉદાહરણ બને છે.Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*

Open chat
Need Help? Chat With Us
Hello!
How Can We Help You?
Feel free to drop a message.
Powered by