એક દૃષ્ટિ એ જોવા જઈએ તો આજે સુખ, શાંતિ, સમૃદ્ધિ ઉપર એકલાપણું અને ટેન્શન હાવિ છે. આપણા માટે આ ખૂબ જ ગંભીર બાબત કેહવાય. ઉપર થી માણસ ના મનનો સ્વભાવ એવો છે કે, એ નકારાત્મક વિચારો પર પેહલા કેન્દ્રિત થાય છે. 2026 માં આધુનિક જીવનશૈલી માં લોકોની માનસિકતા માં પણ પરિવર્તન આવ્યું છે. લોકો આજના સમય માં બીજાનું સારું સાંભળી શકતા નથી. અન્યનાં જીવન માં કોઈ સારી ઘટના બને છે તો તરત જ તેના મન માં ઈર્ષ્યા જેવા ખરાબ ભાવો પેદા થાય છે. આ તમામ બાબતો પાછળ એક જ કારણ છે, લોકો ને એકબીજા પ્રત્યે રહેલા પૂર્વગ્રહો.
2026 માં આજે આજુબાજુ આપણે કોઈક ના ઘરે પારણું બંધાવા ના સમાચાર જોવાના છીએ અથવા સોશિયલ મીડિયા પર બેબી શાવર ના ફોટા પણ જોઈએ ત્યારે આપણા મન માં તરત જ સવાલ આવે કે મારા ઘરે ક્યારે?
જો તમને પણ આવા વિચાર આવે છે તો તમારે તેને અટકાવવાની જરૂર છે. કેમ કે આ પ્રકાર ની નકારાત્મક માનસિકતા પણ તમારા IVF સફળતાને અસર કરે છે. Candor IVF ચોક્કસ માને છે કેIVF ની સફળતાનો આધાર શારીરિક જ નહી, પણ માનસિક મજબૂતી ઉપર પણ ટકેલો છે. ચાલો આવી પરીસ્થિતિ ને કઈ રીતે હેન્ડલ કરવી?
શાંત ચિત્તે વિચારો, શું તમે ગુનેગાર છો?
જ્યારે તમને બીજાનું સુખ જોઈને દુઃખ થાય ત્યારે એવું ન માની લેવું કે તમે ખરાબ વ્યક્તિ છો. આ એક કુદરતી પ્રક્રિયા છે જે વસ્તુ તમને મળવામાં સમય લાગે અને બીજાને આસાનીથી મળી જાય ત્યારે ઈર્ષ્યા નો ભાવ પેદા થવો એ સ્વાભાવિક છે. વિજ્ઞાન પણ એવું કહે છે કે જ્યારે તમે સતત નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હો છો ને બીજા વિશે ખરાબ વિચારો છો ત્યારે તમારા મનમાં કોર્ટિસોલ નામનો સ્ત્રાવ ઝરે છે જે સ્ટ્રેસનું સંતુલન જોખમાવે છે. માટે લાંબા સમય નો સ્ટ્રેસ પુરુષોમાં સ્પર્મની ગુણવત્તાને ઘટાડે છે અને સ્ત્રીઓ માં પણ ફર્ટિલિટી ની બાબતમાં નુકસાન કરે છે.
સોશિયલ મીડિયા
મનોવિજ્ઞાન કહે છે કે સોશિયલ મીડિયા પર લોકો એવી જ વસ્તુ પોસ્ટ કરે છે કે જે ખાલી દેખાવમાં સારી હોય અંદરથી તો બધું નબળું અને નકામું જ હોય છે. લોકો જ્યારે સોશિયલ મીડિયા ઉપર પ્રેગનેન્સીના સમાચાર અનાઉન્સ કરતા હોય છે ત્યારે મોટાભાગના લોકો આ જોઈને પોતે નિરાશા અનુભવે છે. તમને પણ આવું જ અનુભવ થતો હોય તો સોશિયલ મીડિયા ને થોડા દિવસ માટે બંધ કરી દેવું જોઈએ. સોશિયલ મીડિયા પર રહેલા આવા એકાઉન્ટ અનફોલો કરવા કરતાં મ્યુટ કરી દેવા જોઈએ જેથી તમે પોતાની માનસિક શાંતિને જાળવી શકો.
શું IVF અને માનસિક તણાવ વચ્ચે સંબંધ છે?
આજથી બે મહિના પહેલા અમારી પાસે એક પેશન્ટ આવેલા. તેનો સવાલ વ્યાજબી હતો. તેનો સવાલ હતો કે શું હું વધારે પડતો સ્ટ્રેસ લઉ તો મારું IVF ફેલ થઈ શકે? અમે એને શાંતિથી સમજાવ્યું કે સ્ટ્રેસની સીધી અસર થતી નથી પરંતુ આડકતરી અસરો થવાની સંભાવના રહેલી છે. જો તમે ઊંઘ નઈ લો અને બીજા ના વિચાર કરીને ઓવર કરશો તો પણ તમારા શરીરને અથવા મનને નુકસાન થવાનું જ છે એટલા માટે વધુ વિચાર્યા વગર આરામદાયક ઊંઘ લો. ગર્ભાશયની દીવાલ એ લોહીના પ્રવાહ ઉપર આધાર રાખે છે વધારે પડતો સ્ટ્રેસ એ લોહીનું સંતુલન પણ જોખમ આવે છે.
✓ બીજાની પ્રેગ્નન્સીના સમાચારની હેન્ડલ કરવાની 5 ટીપ્સ:
જે લોકો અમુક અંશે ઓવરથિનકર્સ છે તેના માટે ટીપ્સ ઉપયોગી સાબિત થવાની છે.
તમારી લાગણીઓ ને સ્વીકારો
બીજાનું સુખ જોઈને દુઃખી થવા કરતા આપણી હાલની પરિસ્થિતિ ને સ્વીકારી આગળ વધવું જોઈએ. કેમ કે, આપણે આપણા જીવન માં જ્યાં પણ છીએ અને જેવું પણ અનુભવીએ છીએ તેની પાછળ આપણે પોતે જ જવાબદાર છીએ.
બાઉન્ડ્રી સેટ કરો
જો કોઈ પ્રસંગમાં કે પરિસ્થિતિમાં જવાથી તમને માનસિક શાંતિ ભંગ થાય છે એવું લાગે તો ત્યાં જવાનું ટાળો કારણકે ઘણી વખત સંબંધ કરતા આપણી માનસિક શાંતિ વધુ મહત્વની હોય છે.
તમારા પાર્ટનર સાથે દિલ ખોલીને વાત કરો
યુગલોમાં પુરુષો ઘણી વખત પોતાની દિલની લાગણી પાર્ટનરથી છુપાવતા હોય છે. તમારા પાર્ટનરની સાથે બેસીને વાત કરો કે, આવી પરિસ્થિતિમાં એ કેવું વિચારે છે.
તમારી સ્ટોરી અલગ છે
જો તમે જીવનમાં બીજાઓ સાથે પોતાની તુલના કરો છો તો તમે દુઃખી જ થવાના. એટલા માટે કોઈક દંપતીઓ જલ્દી માતાપિતા બને છે. તમારો સમય પણ આવી રહ્યો છે. બીજાની સફળતા તમારી નિષ્ફળતા નથી.
એક્સપર્ટ ની મદદ લો
Candor IVF ખાતે, ફર્ટિલિટી કાઉન્સેલર પણ તમારી મદદ માટે તત્પર છે. જો તમને નકારાત્મક વિચારો આવી રહ્યા છે તો કાઉન્સેલર પાસે મદદ લેવામાં જરા પણ સંકોચ ન અનુભવો.
નિષ્કર્ષ:
Candor IVF, સુરત માં અમે માત્ર લેબ ટેસ્ટ પર ધ્યાન નથી આપતા. અમે માનીએ છીએ કે “મન ચંગા તો કથરોટ મેં ગંગા.” અમે એવા યુગલોને જોડીએ છીએ જેઓ સમાન સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે, જેથી તમને લાગે કે તમે એકલા નથી.
બીજાના પારણાં જોઈને તમારી આંખમાં આવતા આંસુ એ તમારી નબળાઈ નથી, પણ તમારા માતૃત્વ કે પિતૃત્વ માટેના અમુલ્ય પ્રેમની નિશાની છે. પરંતુ, આ લાગણીઓને તમારા IVF સફળતાના રસ્તામાં અવરોધ ન બનવા દો. તમારા મનને શાંત કરો, તમારી પ્રક્રિયા પર વિશ્વાસ રાખો અને યાદ રાખો કે, દરેક ફૂલ ખીલવાનો પોતાનો સમય હોય છે.તમારો સમય પણ ચોક્કસ આવશે.
શું તમે તમારી માનસિક શાંતિ માટે કોઈ ખાસ ટિપ્સ જાણવા માંગો છો? અમને કોમેન્ટમાં જણાવો અથવા IVF માટે સંપર્ક કરો.




