લોહી અને IVF ની Candor IVF દ્વારા સરળ સમજાવટ!
January 2026
માણસની જીવન જરૂરિયાતની બાબતોમાં પાણી પછી બીજું સ્થાન લોહીનું છે. આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું રહે તો જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આ બધું આપણે સ્કૂલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ભણ્યા છીએ. આ બ્લોગમાં આપણે એવી વાત કરવી છે કે કઈ રીતે તમારું બ્લડ ગ્રુપ ફર્ટિલિટી સાથે જોડાયેલું છે અને કયા પ્રકારના બ્લડ ગ્રુપવાળા માણસોએ ફેમિલી પ્લાનિંગ વહેલું શરૂ કરવું જોઈએ.
આજે દરેક શાળા કે સામાજિક સંસ્થાઓમાં ખૂબ ટૂંકા સમયગાળામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવા લાગ્યા છે. આ જ વાત લોહીના મહત્વને સાબિત કરે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ આકસ્મિક ઘટના બને અથવા લોકોને લોહીની જરૂર પડે ત્યારે લોહી જરૂરી બને છે. પણ શું તમે જાણો છો કે તમારો લોહીનો સંબંધ સીધો ગર્ભાવસ્થા સાથે રહેલો છે? તાજેતરના વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે અમુક પ્રકારના બ્લડ ગ્રુપ સ્ત્રીઓની અંડકોષની ગુણવત્તાને વધારે અસર કરે છે.
મોટાભાગના લોકો આજે સફળ ફર્ટિલિટી પાછળ ઉંમર, કસરત કે ગુણવત્તાયુક્ત ખોરાકને જ ધ્યાનમાં લે છે. આ બધું મહત્વનું તો છે જ, પણ એક મહત્વની બાબત છે જે સ્ત્રીઓના ગર્ભધારણ ઉપર વધુ પ્રમાણમાં અસર કરે છે — એ છે બ્લડ ગ્રુપ. ચાલો હવે જાણીએ કે આ બાબતમાં વિજ્ઞાન શું કહે છે:
✓ બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી: વિજ્ઞાન શું કહે છે?
અમેરિકાની યેલ યુનિવર્સિટીના સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે માણસના લોહીનો સંબંધ સીધો તેની પ્રજનનક્ષમતા સાથે જોડાયેલો છે. આ સંશોધન માટે સેકડો મહિલાઓના AMH લેવલની તપાસ કરવામાં આવી હતી. AMH એ એવું હોર્મોન છે જે ડૉક્ટરોને જણાવે છે કે સ્ત્રીના શરીરમાં હજુ કેટલા અંડકોષ બાકી છે. પરિણામોમાં બ્લડ ગ્રુપ ‘O’ અને બ્લડ ગ્રુપ ‘A’ વચ્ચે સ્પષ્ટ તફાવત જોવા મળ્યો હતો.
1) O બ્લડ ગ્રુપવાળાઓ માટે વહેલું પ્લાનિંગ કરવું કેમ જરૂરી છે?
જો તમારું બ્લડ ગ્રુપ O છે તો તમારે વધારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે જે સ્ત્રીઓનું બ્લડ ગ્રુપ O હોય છે તેઓમાં AMH નું સ્તર નીચું જોવા મળે છે. આ બ્લડ ગ્રુપવાળી મહિલાઓમાં ઉંમરની સાથે અંડકોષની ગુણવત્તા વહેલી તકે ઘટવા લાગે છે. આટલું જ નહીં, IVF પ્રક્રિયા દરમિયાન સ્ટીમ્યુલેશન વખતે અંડકોષ મળવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.
જો તમારું પણ બ્લડ ગ્રુપ O છે અને તમારી ઉંમર 28 થી 30 વર્ષની આસપાસ છે, તો તમારે ફેમિલી પ્લાનિંગમાં મોડું કરવું ન જોઈએ. આધુનિક સમયમાં ઘણી મહિલાઓ એવી હોય છે કે જેમને કરિયર કારણે પ્રેગ્નેન્સી મોડું કરવી પડે છે; આવી સ્ત્રીઓ માટે એગ ફ્રીઝિંગનો વિકલ્પ ઉપલબ્ધ છે.
2) શું A અને AB બ્લડ ગ્રુપવાળા IVF બાબતમાં ચિંતા મુક્ત છે?
આ સવાલનો સીધો જવાબ હા છે. કારણ કે જે સ્ત્રીઓનું બ્લડ ગ્રુપ A અથવા AB હોય છે, તેઓમાં અંડકોષની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે છે, જેથી ગર્ભધારણમાં સરળતા રહે છે. એટલે કે મહિલાઓને પ્લાનિંગ માટે પૂરતો સમય મળે છે.
જે મહિલાઓ 30 વર્ષ પછી પણ ગર્ભધારણ કરવા માંગે છે, તેમની પાસે થોડો વધુ સમય હોય છે. A બ્લડ ગ્રુપ ધરાવતી સ્ત્રીઓમાં અમુક જિનેટિક ફેક્ટર્સ પણ અસર કરે છે, જેના કારણે એગ ક્વોલિટી પર સકારાત્મક અસર થવાની સંભાવના વધે છે. તેમ છતાં, તેનો અર્થ એ નથી કે તમે સંપૂર્ણ બેફિકર થઈ જાઓ. જીવનશૈલીનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.
3) Rh ફેક્ટર ગર્ભાવસ્થામાં અડચણ ઊભી કરી શકે છે?
બ્લડ ગ્રુપ કરતાં અહીં વધુ મહત્વનું છે કે તમારું લોહી પોઝિટિવ છે કે નેગેટિવ. ખાસ કરીને જો માતા Rh નેગેટિવ અને પિતા Rh પોઝિટિવ હોય, તો આવનારું બાળક Rh પોઝિટિવ હોવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં માતાનું શરીર બાળકના લોહી સામે એન્ટિબોડીઝ બનાવે છે.
ચિંતા કરવાની જરૂર નથી — આધુનિક સમયમાં Anti-D ઇન્જેક્શન ઉપલબ્ધ છે, જે આ જોખમને ઘટાડે છે. કોઈપણ દવા કે ઇન્જેક્શન હંમેશાં ડૉક્ટરની સલાહથી જ લેવાં જોઈએ.
4) શું બ્લડ ગ્રુપ જ બધું છે?
Candor IVF નું માનવું છે કે માત્ર બ્લડ ગ્રુપ નહીં, પણ નીચેના પરિબળો પર પણ ધ્યાન આપવું જરૂરી છે:
ઉંમર
વિજ્ઞાન મુજબ સામાન્ય રીતે 30 વર્ષ પછી દરેક મહિલાઓમાં અંડકોષની ગુણવત્તા કુદરતી રીતે ઘટતી જાય છે.
એન્ડોમેટ્રિયોસિસ
વધુ પડતી મેડિકેશન અને તબીબી પ્રક્રિયાઓ શરીરને નબળું પાડી શકે છે.
લાઇફસ્ટાઇલ
સ્ટ્રેસ, ખોરાક, કસરત, ઓછી ઊંઘ અને જંક ફૂડ હોર્મોનલ અસંતુલન ઊભું કરી શકે છે.
✓ Candor IVF તમને કેવી રીતે મદદ કરી શકે છે?
અમારી પાસે માત્ર બ્લડ ગ્રુપ ચેક કરવાનું જ નહીં, પરંતુ આધુનિક ટ્રીટમેન્ટ અને મશીનરી દ્વારા શરીરનું સંપૂર્ણ નિદાન કરીને IVF પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.
વિગતવાર બ્લડ એનાલિસિસના આધારે લોહી, ગર્ભાશય અને અંડકોષની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત અમારો કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ તમારી નાનીમાં નાની સમસ્યાઓ સમજવા અને ઉકેલ આપવા માટે તૈયાર છે, જેથી તમે તમારા ભવિષ્ય અંગે યોગ્ય નિર્ણય લઈ શકો.
તમારા બ્લડ ગ્રુપને સમજવું એ તમારા શરીરને સમજવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જો તમારું બ્લડ ગ્રુપ ‘O’ છે, તો તેને ચેતવણી તરીકે નહીં પરંતુ એક “તક” તરીકે જુઓ.
2026 માં વિજ્ઞાન તમારી સાથે છે, અને Candor IVF તમારી દરેક શંકાનું નિવારણ કરવા તૈયાર છે.
તમારું બ્લડ ગ્રુપ કયું છે?
શું તમે ક્યારેય તમારી ફર્ટિલિટી ચેક કરાવી છે?
આજે જ તમારા પ્રશ્નોના જવાબ માટે Candor IVF ના નિષ્ણાતો સાથે સીધો સંપર્ક કરો.





