IVF પહેલા અને પછી આહારનું મહત્વ સફળ ગર્ભાવસ્થા માટે શું ખાવું?

IVF પહેલા અને પછી આહારનું મહત્વ સફળ ગર્ભાવસ્થા માટે શું ખાવું

ઘણા બધા મનોચિકિત્સકો ના માટે આજ ના સમયમાં. આશાવાદી બનવું અઘરું થઈ રહ્યું છે. પરંતુ આજે પોઝિટિવ માઇન્ડસેટ સાથે ખુશહાલ પરિવાર નું નિર્માણ કરવું એ દરેક દંપતી નું સપનું છે. દરેક યુગલ એવું ઇચ્છે છે કે, અમને પણ “મમ્મી…. પપ્પા….” કહીને કોઈ બોલાવે અને લાડ લડાવવાનો મોકો મળે.

IVF ની સફળતા માં જેટલો મહત્વ નો ફાળો ડોકટર નો છે એટલો જ મહત્વ આહાર નું પણ છે. એટલે કે યોગ્ય આહાર ગર્ભાવસ્થા ની શક્યતાઓ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

તો આવો જાણીએ કે IVF પેહલા અને પછી તમારે કેવા પ્રકાર નો આહાર લેવો જોઈએ.

સૌથી પેહલા તમારા શરીર નું ધ્યાન રાખો, તૈયાર કરો:

પૌષ્ટિક અને સંતુલિત આહાર અંડાશય ની ક્વોલિટી સુધારવામાં, ગર્ભાશય ની તંદુરસ્તી જાળવવા માં તથા હોર્મોન્સ પર પણ સકારાત્મક અસર પહોંચાડે છે.

✓ શું વધુ ખાવું જોઈએ?

1. તાજા ફળો અને શાકભાજી

લીલા શાકભાજી, પ્રોટીનયુક્ત આહાર બેસ્ટ છે. તેમાં વિટામિન્સ ની સંખ્યા પણ વધારે હોય છે. જે આપણા શરીરના કોષો ને નુકસાન થતું અટકાવવા માં મદદ કરે છે. તેથી વધુ પ્રમાણ માં પાલક, મેથી, બ્રોકોલી, ચણા નું સેવન કરવું જોઈએ.

તાજા ફળો અને શાકભાજી - image

2. આખા અનાજ

આખા ઘઉં ની રોટલી, ઓટ્સ, બ્રાઉન રાઈસ થી ફાઇબર ભરપૂર માત્રામાં મળી રહે છે જે બ્લડ શુગર ને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે. સાથે સાથે પ્રજનનક્ષમતા માં પણ સારી અસર કરે છે.

3. પ્રોટીન

IVF ની સફળતા ના ચાન્સ વધારવા માટે વધુ માં વધુ પ્રોટીન મળી રહે તેવા કઠોળ જેવા કે, ચણા, મગ, દાળ જેવી વસ્તુઓ નું સેવન કરવું જોઈએ. જેનાથી શુક્રાણુ વધે છે.

પ્રોટીન - image

4. ગુણવત્તા યુક્ત ફેટ્સ

એવોકાડો, નટ્સ, બીજ, ઓલિવ ઓઇલ સ્ત્રી અને પુરુષ ના હોર્મોનલ બેલેન્સ માટે ઉત્તમ છે.

ગુણવત્તા યુક્ત ફેટ્સ - image

5. ડેરી પ્રોડક્ટ્સ

દૂધ, દહીં, પનીર જેવા કેલ્શિયમ વાળી રેસિપી પણ ટ્રાય કરી શકો છો.

ડેરી પ્રોડક્ટ્સ - image

6. ફોલિક એસિડ

લીલા પાંદડા વાળા શાકભાજી, કઠોળ માંથી ફોલિક એસિડ ભરપૂર માત્રામાં મળી રહે છે. એટલે ગર્ભાવસ્થા પેહલા અને ગર્ભાવસ્થા દરમિયાન લેવું જરૂરી છે જેનાથી કરોડરજ્જુ મજબૂત બને છે.

ફોલિક એસિડ - image

✓ નીચેના કારણો પુરુષોમાં મોટાભાગની વંધ્યત્વ સમસ્યા માટે કારણરૂપ હોઈ શકે છે:

image
  • જંક ફૂડ જેમ કે બહારનો નાસ્તો. જેમાં ચરબી વધુ હોય છે એટલા માટે શક્ય હોય ત્યાં સુધી આવી વસ્તુઓ ખાવામાં કંટ્રોલ કરવો.
  • વધુ કેફીન જેવા કે ચા,કોફી, કોલ્ડ્રિંકસ ને શક્ય હોય ત્યાં સુધી એવોઇડ કરો.
  • બિસ્કિટ, બેકરી પ્રોડક્ટ માં ટ્રાન્સ ફેટ્સ વધુ પ્રમાણમાં હોવાથી આવી વસ્તુઓ ખાવાનું ટાળવું.
  • આલ્કોહોલ કે ધૂમ્રપાન શૂન્યવત કરી દેવું.

✓ IVF સારવાર થઈ ગયા બાદ શું વધુ ખાવું?

image-1
  1. જંક ફૂડ જેમ કે બહારનો નાસ્તો. જેમાં ચરબી વધુ હોય છે એટલા માટે શક્ય હોય ત્યાં સુધી આવી વસ્તુઓ ખાવામાં કંટ્રોલ કરવો.
  2. વધુ કેફીન જેવા કે ચા,કોફી, કોલ્ડ્રિંકસ ને શક્ય હોય ત્યાં સુધી એવોઇડ કરો.
  3. બિસ્કિટ, બેકરી પ્રોડક્ટ માં ટ્રાન્સ ફેટ્સ વધુ પ્રમાણમાં હોવાથી આવી વસ્તુઓ ખાવાનું ટાળવું.
  4. આલ્કોહોલ કે ધૂમ્રપાન શૂન્યવત કરી દેવું.

✓ IVF સારવાર થઈ ગયા બાદ શું ખાવાનું ટાળવું?

image-2
  • ખૂબ જ તીખો અને તળેલો ખોરાક ન ખાવો. જેથી ગર્ભાશય ના બળતરા ન થાય.

ટૂંક માં કહીએ તો અગાઉ આપણે ચર્ચા કરી જંકફુડ, ભારે ખોરાક ન લેવો.

  • ખાસ વાત

જો તમે જલ્દી સફળ દાંપત્યજીવન ના સપનાઓ જૂઓ છો તો, IVF પેહલા અને પછી જેટલી ખાવામાં કાળજી રાખશો, એટલી તમને જ ફાયદો છે એને જલ્દી થી ખુશી ના સમચાર સાંભળવા મળશે.

Blogs

શિયાળાની ઋતુ અને IVF શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે

શિયાળાની ઋતુ અને IVF: શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે?

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધારે પડે છે તેથી ઘણા નવદંપતિઓના મનમાં એક સવાલ હોય છે કે, શું હવામાન અને ઋતુ એ ગર્ભધારણ માં અસર કરી શકે છે?

Read More »
IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ? જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

માનવ જીવનનું મુખ્ય ધ્યેય સુખ અને સફળતા મેળવવાનું છે. આજના સમયમાં લોકો માટે સૌથી મોટું સુખ સંતાન પ્રાપ્તિનું છે. પરંતુ ઘણી વખત અનેક પ્રયત્નો પછી પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો પરિસ્થિતિ નિરાશાજનક બની જાય છે. ક્યારેક IVF સારવારની પણ જરૂર પડી શકે છે.

Read More »
ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે

ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી: શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે? Candor IVF ની વિશેષ સલાહ

ઠંડી ના દિવસો શરૂ થઈ ગયા છે અને 31 ડિસેમ્બર આવી રહી છે. આ સમય માં ગમે તે માણસ પાર્ટી અથવા મોજ મસ્તી ના મૂડ માં આવી જતો હોય છે.જો તમે IVF સારવાર હેઠળ છો અને તમને પણ પ્રશ્ન છે કે, શું હું એક આલ્કોહોલ નો નાનો ગ્લાસ લઈ શકું? આ પ્રશ્ન ના જવાબ માટે Candor IVF ના નિષ્ણાંત ડોક્ટરો આલ્કોહોલ ની એગ ક્વોલિટી પર થતી અસર ને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.

Read More »