IVF ની યાત્રામાં તણાવ નિયંત્રણ – નિષ્ણાતની સલાહ.

IVF ની યાત્રામાં તણાવ નિયંત્રણ - નિષ્ણાતની સલાહ

માણસ એ સામાજિક અને લાગણીશીલ પ્રાણી છે. રોબોટ તણાવ નો અનુભવ ન કરે કારણ કે, એમાં લાગણીનો અભાવ છે. જ્યારે શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત વાત હોય કે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત માણસ ઘણી વખત પડકારો નો સામનો કરી શકતો નથી. આવું જ કઈક IVF ની બાબત માં જોવા મળે છે. ક્યારેક ધાર્યા મુજબ સફળતા ન મળે તો તણાવ નો અનુભવ એ સામાન્ય છે. પણ જો આ તણાવ લાંબા સમય સુધી માણસ ના મન માં રહે તે તે માનસિક રોગ માં પરિણમે છે.

માનસિક રોગ પણ ગર્ભાવસ્થા પર ખરાબ અસર પહોંચાડે છે એટલા માટે IVF ની યાત્રા દરમિયાન તણાવમુક્ત રહેવું ખૂબ જરૂરી છે.

ચાલો જાણીએ કે તણાવ ને નિયંત્રણ માં રાખવા માટે શું કરી શકાય.

IVF માં જ્યારે ધાર્યા મુજબ ની સફળતા ન મળે ત્યારે તણાવ નો અનુભવ થાય કે કંટાળી જવાય એ સ્વાભાવિક છે.

1) હળવી કસરત કરો

કસરત કરવાથી મન પ્રફુલ્લિત રહે છે અને કંટાળો આવતો નથી અને શરીર પણ સ્વસ્થ રહે છે. તેથી આજના સમય માં બેઠાડું લાઈફસ્ટાઈલ ટાળવી જોઈએ અને શરીર નું હલનચલન વધારવું.

2) પાર્ટનર સાથે વધુ સમય વિતાવો

માણસ ને એકલતા નો અનુભવ ગમતો નથી એટલા માટે બને એટલું પાર્ટનર સાથે વાતો કરવી, બહાર ફરવા જવું, ડિનર પર જવું, મૂવી જોવા જવાનું રાખવું. જેથી તણાવ ઓછો થાય.

3) સંગીત સંભળાવું

હળવું પસંદ નું સંગીત સંભળાવું એ પણ મન ને શાંત કરે છે. જેની ગર્ભાવસ્થા પર પોઝીટીવ અસર પડે છે.

4) સાયકોલોજિસ્ટ ની સલાહ લો

ઘણી વખત શારીરિક સમસ્યા ના મૂળ માનસિક સ્વાસ્થ્ય માં છુપાયેલા હોય છે. તેથી મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ની સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે. જો વધુ પડતું લાગે તો સાયકોલોજિસ્ટ ની બતાવો.

આવા નાના પગલાં ભરીને તણાવ ને કંટ્રોલ કરી શકાય છે અને IVF ની યાત્રા ને સુખદ બનાવી શકાય છે. Candor IVF માત્ર ઑપરેશન જ નહી પણ મેન્ટલ હેલ્થ પાછળ પણ એટલું જ ધ્યાન આપે છે. ચિંતા ન કરો, Candor IVF તમારી સાથે છે.

Blogs

શિયાળાની ઋતુ અને IVF શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે

શિયાળાની ઋતુ અને IVF: શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે?

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધારે પડે છે તેથી ઘણા નવદંપતિઓના મનમાં એક સવાલ હોય છે કે, શું હવામાન અને ઋતુ એ ગર્ભધારણ માં અસર કરી શકે છે?

Read More »
IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ? જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

માનવ જીવનનું મુખ્ય ધ્યેય સુખ અને સફળતા મેળવવાનું છે. આજના સમયમાં લોકો માટે સૌથી મોટું સુખ સંતાન પ્રાપ્તિનું છે. પરંતુ ઘણી વખત અનેક પ્રયત્નો પછી પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો પરિસ્થિતિ નિરાશાજનક બની જાય છે. ક્યારેક IVF સારવારની પણ જરૂર પડી શકે છે.

Read More »
ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે

ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી: શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે? Candor IVF ની વિશેષ સલાહ

ઠંડી ના દિવસો શરૂ થઈ ગયા છે અને 31 ડિસેમ્બર આવી રહી છે. આ સમય માં ગમે તે માણસ પાર્ટી અથવા મોજ મસ્તી ના મૂડ માં આવી જતો હોય છે.જો તમે IVF સારવાર હેઠળ છો અને તમને પણ પ્રશ્ન છે કે, શું હું એક આલ્કોહોલ નો નાનો ગ્લાસ લઈ શકું? આ પ્રશ્ન ના જવાબ માટે Candor IVF ના નિષ્ણાંત ડોક્ટરો આલ્કોહોલ ની એગ ક્વોલિટી પર થતી અસર ને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.

Read More »