સુરતના બિઝનેસમેન માટે ખાસ: શું કામનું ટેન્શન અને ‘સીટિંગ જોબ’ પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તાને ખતમ કરી રહી છે?

સુરતના બિઝનેસમેન માટે ખાસ

સુરત એ સપનાઓ નું શહેર છે. જ્યાં હીરાઉદ્યોગ, ટેકસ્ટાઈલ જેવા ધંધાઓ બારેમાસ ધમધમે છે. અહીં બિઝનેસમેન રાત દિવસ ઉજાગરા કરી ને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવા તરફ ધગશ થી મહેનત પણ કરી રહ્યા છે. આ ધમાલની વચ્ચે લોકોનું જીવન બેઠાડું બની ગયું છે. આવી સ્થિતિમાં સ્પર્મની ગુણવત્તા જાળવી રાખવી મહત્વની છે. કારણકે એક રિસર્ચ અનુસાર બેઠાડું જીવન પ્રજનન ક્ષમતા ને નુકસાન કરી શકે છે.

Candor IVF તરફથી આ બ્લોગ એવા તમામ કર્મનિષ્ઠ પુરુષો ને સમર્પિત છે જે લાંબાગાળા ની સીટિંગ વચ્ચે પોતાનું પિતૃત્વ નું સપનું સેવે છે.

આખો દિવસ બેસી રહીને કામ કરવું એ માનસિક થાકને આમંત્રણ આપે છે. પરંતુ વિજ્ઞાન એમ કહે છે કે આખો દિવસ બેસી રહેવું એ સ્પર્મની ગુણવત્તા ઉપર ખરાબ અસર કરી શકે છે.

1) સીટિંગ જોબ અને ગરમીનું પ્રમાણ

કુદરતે પુરુષોના વૃષણને બહાર એટલા માટે રાખ્યા છે કે, એ ભાગ નું તાપમાન શરીર ના તાપમાન કરતા ઓછું રહે. વધારે પડતો લાંબો સમય બેસવાથી વૃષણના તાપમાનમાં વધારો થાય છે. આ તાપમાન વધવાથી સ્પર્મની ગુણવત્તા ઘટે છે. Candor IVF ની સલાહ મુજબ જે લોકો લાંબા સમય સુધી એક જગ્યાએ બેસીને કામ કરતા હોય એવા લોકોએ દર 45 મિનિટે તે મિનિટ હલનચલન કરવું જોઈએ.

2) બિઝનેસ ટેન્શન અને હોર્મોનલ અસંતુલન

ધંધામાં તેજી મંદી આવ્યા કરે છે. આ તેજી મંદીનો સ્ટ્રેસ એ ઘણી વખત માણસના શરીરમાં બેચેની વધારે છે.વધુ પડતો સ્ટ્રેસ ટેસ્ટોસ્ટેરોન ના લેવલ ને ઘટાડે છે. તેના કારણે સેક્સ્યુઅલ ડ્રાઈવ ઉપર પણ નિષેધક અસર થાય છે. ડોક્ટરોની સલામ મુજબ નિયમિત સાત કલાકની ઊંઘ લેવી જોઈએ અને ટેન્શનને સાઈડમાં રાખવું જોઈએ.

3) જંકફૂડ અને અનિયમિત ડાયેટ

ધંધાની દોડધામ પાછળ ઘણી વખત લોકોને ખાવાનું પણ ઠેકાણું રહેતું નથી. એટલા માટે લોકો સામાન્ય રીતે ઉતાવળ માં જંકફૂડ ખાઈ લેતા હોય છે. પુરુષોમાં મેદસ્વિતા વધવા પાછળનું મુખ્ય કારણ આ જ છે. વધુ પડતી મેદસ્વિતા શુક્રાણુઓની ગતિશીલતાને ઓછી પાડે છે. જેથી ગમે તેટલી ઉતાવળ હોય ખાવામાં ડ્રાયફૂટ અને લીલા શાકભાજી જ લેવા જોઈએ.

4) શું આ નુકસાન કાયમી છે?

મહત્વનું તો એ જ છે કે તમે સમયસર જાગૃત થાઓ અને પોતાના શરીર સાથે સાથે સેક્સ્યુઅલ જર્નીનું પણ ધ્યાન રાખો. ગુણવત્તાયુક્ત શુક્રાણુને બનતા લગભગ 90 દિવસ લાગે છે. એટલા માટે જો તમે આજે જ જીવનશૈલીમાં ફેરફાર કરો છો તો ત્રણ મહિનામાં તમે સારામાં સારું રીઝલ્ટ મેળવી શકો છો.

અંત માં, Candor IVF આવા પુરુષો માટે ખાસ ફર્ટિલિટી ચેક અપ નું આયોજન કરે છે. અમારા સ્પર્મ એનાલિસિસ ટેસ્ટ દ્વારા તમે પોતાના શરીરની સ્થિતિ જાણી શકો છો અને જો ફેરફાર કરવા લાયક લાગે તો તમે વહેલી તકે સાવચેત બનો એ જ અમારો ટાર્ગેટ છે.

અમારી પાસે Advanced ICSI અને MACS જેવી ટેકનોલોજી છે, જે નબળા સ્પર્મ કાઉન્ટ અથવા સ્ટ્રેસને કારણે થતી સમસ્યાઓમાં પણ 100% રિઝલ્ટ આપે છે.

ખાસ મહત્વની વાત:

તમારો બિઝનેસ એ એની જગ્યા પર છે, પણ યાદ રાખો તમારો પરિવાર એ તમારો વારસો છે તેને નુકસાન ન થવા દો. આવનારા સમયમાં ધંધાની સાથે સાથે પરિવારનું પણ ધ્યાન રાખો. શું તમે તમારા પિતૃત્વના ‘બિઝનેસ પ્લાન’ પર કામ કરવા તૈયાર છો? આજે જ Candor IVF નો સંપર્ક કરો અને સલાહ મેળવો.

Blogs

Top 10 IVF Hospitals in Gujarat How to Choose the Right IVF Center for You

Top 10 IVF Hospitals in Gujarat: How to Choose the Right IVF Center for You?

In 2026, as people struggle with mental health concerns and increasingly follow irregular sleep patterns or unhealthy diets, their dreams of motherhood or fatherhood are also at risk. We know that you also want to fulfill your dream this year, but you are looking for a good IVF center. That is why, in this blog, we are going to talk about the top 10 IVF centers in Gujarat that can help you.

Read More »
શું માત્ર શહેર બદલવાથી અને પ્રદૂષણથી દૂર રહેવાથી પ્રેગ્નન્સીના ચાન્સ વધી જાય છે

શું માત્ર શહેર બદલવાથી અને પ્રદૂષણથી દૂર રહેવાથી પ્રેગ્નન્સીના ચાન્સ વધી જાય છે?

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો એકબીજાની પાસે હોવા છતાં ખૂબ દૂરીનો અનુભવ કરી રહ્યા છે. મૂડ સ્વિંગ્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ બધી બાબતો આપણા નજરિયામાં ભલે સામાન્ય લાગે, પણ એ ક્યાંક ને ક્યાંક શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. ઘણા યુગલો આજે આવા કારણોસર માતા કે પિતા બનવાનું સપનું પૂર્ણ કરી શકતા નથી.

Read More »