IVF ની યાત્રામાં તણાવ નિયંત્રણ – નિષ્ણાતની સલાહ.

IVF ની યાત્રામાં તણાવ નિયંત્રણ - નિષ્ણાતની સલાહ

માણસ એ સામાજિક અને લાગણીશીલ પ્રાણી છે. રોબોટ તણાવ નો અનુભવ ન કરે કારણ કે, એમાં લાગણીનો અભાવ છે. જ્યારે શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત વાત હોય કે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત માણસ ઘણી વખત પડકારો નો સામનો કરી શકતો નથી. આવું જ કઈક IVF ની બાબત માં જોવા મળે છે. ક્યારેક ધાર્યા મુજબ સફળતા ન મળે તો તણાવ નો અનુભવ એ સામાન્ય છે. પણ જો આ તણાવ લાંબા સમય સુધી માણસ ના મન માં રહે તે તે માનસિક રોગ માં પરિણમે છે.

માનસિક રોગ પણ ગર્ભાવસ્થા પર ખરાબ અસર પહોંચાડે છે એટલા માટે IVF ની યાત્રા દરમિયાન તણાવમુક્ત રહેવું ખૂબ જરૂરી છે.

ચાલો જાણીએ કે તણાવ ને નિયંત્રણ માં રાખવા માટે શું કરી શકાય.

IVF માં જ્યારે ધાર્યા મુજબ ની સફળતા ન મળે ત્યારે તણાવ નો અનુભવ થાય કે કંટાળી જવાય એ સ્વાભાવિક છે.

1) હળવી કસરત કરો

કસરત કરવાથી મન પ્રફુલ્લિત રહે છે અને કંટાળો આવતો નથી અને શરીર પણ સ્વસ્થ રહે છે. તેથી આજના સમય માં બેઠાડું લાઈફસ્ટાઈલ ટાળવી જોઈએ અને શરીર નું હલનચલન વધારવું.

2) પાર્ટનર સાથે વધુ સમય વિતાવો

માણસ ને એકલતા નો અનુભવ ગમતો નથી એટલા માટે બને એટલું પાર્ટનર સાથે વાતો કરવી, બહાર ફરવા જવું, ડિનર પર જવું, મૂવી જોવા જવાનું રાખવું. જેથી તણાવ ઓછો થાય.

3) સંગીત સંભળાવું

હળવું પસંદ નું સંગીત સંભળાવું એ પણ મન ને શાંત કરે છે. જેની ગર્ભાવસ્થા પર પોઝીટીવ અસર પડે છે.

4) સાયકોલોજિસ્ટ ની સલાહ લો

ઘણી વખત શારીરિક સમસ્યા ના મૂળ માનસિક સ્વાસ્થ્ય માં છુપાયેલા હોય છે. તેથી મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ની સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે. જો વધુ પડતું લાગે તો સાયકોલોજિસ્ટ ની બતાવો.

આવા નાના પગલાં ભરીને તણાવ ને કંટ્રોલ કરી શકાય છે અને IVF ની યાત્રા ને સુખદ બનાવી શકાય છે. Candor IVF માત્ર ઑપરેશન જ નહી પણ મેન્ટલ હેલ્થ પાછળ પણ એટલું જ ધ્યાન આપે છે. ચિંતા ન કરો, Candor IVF તમારી સાથે છે.

Blogs

Top 10 IVF Hospitals in Gujarat How to Choose the Right IVF Center for You

Top 10 IVF Hospitals in Gujarat: How to Choose the Right IVF Center for You?

In 2026, as people struggle with mental health concerns and increasingly follow irregular sleep patterns or unhealthy diets, their dreams of motherhood or fatherhood are also at risk. We know that you also want to fulfill your dream this year, but you are looking for a good IVF center. That is why, in this blog, we are going to talk about the top 10 IVF centers in Gujarat that can help you.

Read More »
શું માત્ર શહેર બદલવાથી અને પ્રદૂષણથી દૂર રહેવાથી પ્રેગ્નન્સીના ચાન્સ વધી જાય છે

શું માત્ર શહેર બદલવાથી અને પ્રદૂષણથી દૂર રહેવાથી પ્રેગ્નન્સીના ચાન્સ વધી જાય છે?

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો એકબીજાની પાસે હોવા છતાં ખૂબ દૂરીનો અનુભવ કરી રહ્યા છે. મૂડ સ્વિંગ્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ બધી બાબતો આપણા નજરિયામાં ભલે સામાન્ય લાગે, પણ એ ક્યાંક ને ક્યાંક શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. ઘણા યુગલો આજે આવા કારણોસર માતા કે પિતા બનવાનું સપનું પૂર્ણ કરી શકતા નથી.

Read More »