ગુજરાતી હોવું ને એમાંય કાઠિયાવાડી હોવું અને એમાંય પાછું સુરત એટલે ખાણીપીણી ની વાત માં તો જલસો જ પડી જાય! રવિવાર ની સવાર હોય અને જો ખમણ લોચો ન હોય તો દિવસ અધૂરો રહી જાય.ખાવાની તો મજા આવે છે પણ શું અઠવાડિયામાં એક વખતનું જંક ફૂડ શરીરના હોર્મોન્સને અસર પહોંચાડી શકે છે?
આ બ્લોગ માં આપણે સારવાર અને સ્વાદ વચ્ચે નો સ્વાસ્થ્ય સંગમ વિશે જાણીશું:
✓ શું સ્ટ્રીટ ફૂડ તમારા હોર્મોન્સ ને અસર કરે છે?
સૌથી પેહલા જ ચોખવટ કરી દઈએ કે, અઠવાડિયા માં એક વખત ખાવામાં આવતું સ્ટ્રીટ ફૂડ તમારા હોર્મોન્સ ને અસર કરતું નથી. આ બાબત માં તમે શું ખાઓ છો એ જાણવું જરૂરી છે.
1) પોષણની દ્રષ્ટિએ લોચો અને ખમણ
આ બંને વસ્તુ સામાન્ય રૂપે ચણાની દાળમાંથી બનેલી અને આથાવાળી હોય છે. ભલે આ બંને નાસ્તા તળેલા છે પણ ભજીયા કરતાં તો સ્વાસ્થ્ય માટે સારા જ છે. આવી બધી આઈટમોમાં વપરાતું ખાંડ, તેલ અને સોડા એ સ્વાસ્થ્ય ને નુકસાન કરે છે. ટૂંક માં પ્રોટીન ભલે વધુ, પણ હેલ્થ જોખમ માં.
2) ખાવા માં વપરાતો સોડા અને હોર્મોનલ સંતુલન
સ્ટ્રીટ ફૂડ માં જે સોડા વપરાય છે એ આ ખોરાક ને પોચો બનાવે છે. ખાવામાં વધુ પડતો સોડા નો ઉપયોગ કરવાથી પેટ ફુલવાની શક્યતાઓ રહે છે.જો તમને PCOD હોય અને તમે વધુ પડતો સોડા નો ઉપયોગ કરી રહ્યા છો તો એગ ક્વોલિટીને અસર પડી શકે છે.
3) બહાર ના તેલ અને મસાલા
લોચો ખાવા જાય ત્યારે લોકો તેના ઉપર રેડાતું સીંગતેલ જોઈને મોહિત થઈ જાય છે પણ વારંવાર ગરમ કરીને વાપરવામાં આવતું તેલ ટ્રાન્સ ફેટ પેદા કરે છે. આ ટ્રાન્સ ફેટ શરીરમાં ઓક્સિજનનું લેવલ ઘટાડે છે અને જો ઓક્સિજનનું લેવલ ઘટે તો સ્પર્મ ની ક્વોલિટી પણ ઘટે છે.
4) શું અઠવાડિયે એક વખત સ્ટ્રીટ ફૂડ ખાવું એ સ્વાસ્થ્ય માટે સારું છે?
રિપોર્ટ અને અહેવાલ મુજબ અઠવાડિયામાં એક વખત ઝંકફૂડ ખાવું એ કોઈ ખરાબ બાબત નથી પણ તમે કેવા પ્રકારનો નાસ્તો કરો છો એ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો વધુ કોન્ટિટી માં તમે નાસ્તો કરો છો તો હાફ ફ્લેટ ખાવાનું રાખો.
✓ Candor IVF ની ખાસ સુરત ના લોકો માટે ટીપ્સ:
- • ચટણી બનાવતી વખતે તેમાં વધુ પડતો ગોળ કે ખાંડનો ઉપયોગ ન કરવો.
- • લોચા કે ખમણ સાથે આવતું કચુંબર ખાવાનું વધારે રાખો.
- • જ્યારે તમે સ્વીટ ફૂડ ખાધું હોય તે દિવસે બે લીટર પાણી પીવાનું વધારે રાખો. જેથી સોડિયમ કે મીઠું શરીરમાંથી બહાર નીકળી જાય.
અંત માં કહીએ તો, શરીરમાં હોર્મોન્સ નું સંતુલન જાળવી રાખવા માટે તમારે બહારના નાસ્તા નો ત્યાગ કરવો જરૂરી નથી. Candor IVF ખાતે અમે માનીએ છીએ કે જો એક પ્લેટ લોચો તમને માનસિક રીતે ખુશ રાખતો હોય તો તે ફર્ટિલિટી માટે સારી બાબત છે!
તમારી લાઇફસ્ટાઇલ અને ફર્ટિલીટી ના સંતુલન વચ્ચે મેળ નથી પડતો?
શું તમે પણ અઠવાડિયામાં વધુ વખત નાસ્તો કરો છો અને સ્વાસ્થ્યની ચિંતા સતાવે છે?
તો આજે જ Candor IVF નો સંપર્ક કરો અને સ્વાદ સાથે તમારા માતૃત્વ કે પિતૃત્વ ના સપનાને પૂર્ણ કરો.




