આ નવરાત્રી પર, માત્ર દીવો નહીં… માતૃત્વનો દીવો પણ પ્રગટાવો!

માતૃત્વનો દીવો પણ પ્રગટાવો Candor IVF

નવરાત્રી સાંભળતા જ મન આનંદથી ઝૂમી ઊઠે છે, સાચું ને! આ ઉત્સવ માત્ર આનંદ અને ગરબા નો નથી, પણ સાથે સાથે નવી શરૂઆત કરવાનો પણ આ ઉત્તમ સમય છે.

આ સુંદર તહેવાર આપણાં ઘરમાં તો ઉજાસ ફેલાવે જ છે, પણ માતૃત્વ ધારણ કરીને દિલમાં પણ નવી કિરણો ફેલાવે છે. છતાં આજના સમયમાં દરેક મહિલાઓ માટે માતૃત્વની સફર સરળ નથી. સમાજની અપેક્ષાઓ, ચિંતા અને આંતરિક સંઘર્ષો તેને કઠિન બનાવી દે છે. એવામાં માતાજીનો આશીર્વાદ અને Candor IVF હંમેશાં તમારી સાથે છે.

ચાલો જાણીએ કે આ નવરાત્રી, માતૃત્વ તરફ આગળ વધવા માટે કયા 6 મહત્વના પગલા લઈ શકાય:

પ્રાર્થના સાથે પોઝિટિવિટી

માતાજીની દિલથી પ્રાર્થના કરો. તેનાથી સકારાત્મક ઊર્જા મળશે અને આધ્યાત્મિક શક્તિ વધશે. કહેવત છે – દવા સાથે દુઆ પણ કામ કરે છે.

ડૉક્ટરની સલાહ

નિયમિત રીતે નિષ્ણાત IVF ડૉક્ટરની સલાહ લો. જેમ લોકો કહે છે કે ડોક્ટરો ભગવાનનું બીજું સ્વરૂપ છે, તેમ યોગ્ય માર્ગદર્શનથી માતૃત્વની આશા જીવંત રાખો.

માનસિક શાંતિ

આ નવરાત્રી મન મૂકીને ગરબા રમો. મન હળવું થશે, ટેન્શન ઘટશે અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત બનશે. આ પણ માતૃત્વ તરફ આગળ વધવાનું મહત્વનું પગલું છે.

પૌષ્ટિક પ્રસાદ

માતાજીની આરતી પછી હળવો અને પૌષ્ટિક પ્રસાદ લો. તેનાથી તંદુરસ્તી અને શક્તિ બંનેમાં વધારો થશે અને શરીરને હળવાશ અનુભવાશે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ

જો વધુ ચિંતા થતી હોય તો હળવું સંગીત સાંભળો, ધ્યાન કરો કે યોગ કરો. આથી સારવારમાં પણ પોઝિટિવ અસર થશે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ સારું થશે.

સમયસર ચેકઅપ

નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવાથી માતૃત્વની શક્યતાઓ અંગે સ્પષ્ટતા મળે છે અને સફર કઈ દિશામાં આગળ વધી રહી છે તે જાણી શકાય છે. સમયસર ચેકઅપ કરાવવાથી સફળ માતૃત્વની સંભાવનાઓ ઘણી વધી જાય છે.

તો આ નવરાત્રી, માત્ર દીવો જ નહીં… આશાનો દીવો પણ પ્રગટાવો.
યાદ રાખો, માતૃત્વની સફર હવે મુશ્કેલ નથી. Candor IVF – તમારી આશાને હંમેશાં જીવંત રાખવા માટે પ્રયત્નશીલ છે.

Blogs

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે?

આધુનિક જીવનશૈલી મુજબ જોવા જઈએ તો કોઈ પણ ઋતુ હોય AC વગર લોકો ને ચાલે એમ નથી. ખાસ તમારા બેડરૂમ માં જે AC છે, તેમાંથી નીકળતી સૂકી હવા એ તમારા શરીર ને ચોક્કસપણે અસર કરી શકે છે. અહીં આપણા માટે કામની વાત એ છે કે ગર્ભધારણ વખતે શું આ AC માંથી નીકળતી સૂકી હવા એ શરીર ને અસર કરે છે કે નહીં? આ બાબત નો સીધો જવાબ હા પણ નથી અને ના પણ નથી. જો AC ની હવામાં ભેજ 40% કરતા ઓછો હોય, તો તે સર્વાઇકલ મ્યુકસના બંધારણને 5% થી 10% જેટલું પ્રભાવિત કરી શકે છે

Read More »
શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે

શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે? જાણો કયા બ્લડ ગ્રુપની મહિલાઓએ વહેલું પ્લાનિંગ કરવું જોઈએ.

માણસની જીવન જરૂરિયાતની બાબતોમાં પાણી પછી બીજું સ્થાન લોહીનું છે. આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું રહે તો જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આ બધું આપણે સ્કૂલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ભણ્યા છીએ. આ બ્લોગમાં આપણે એવી વાત કરવી છે કે કઈ રીતે તમારું બ્લડ ગ્રુપ ફર્ટિલિટી સાથે જોડાયેલું છે અને કયા પ્રકારના બ્લડ ગ્રુપવાળા માણસોએ ફેમિલી પ્લાનિંગ વહેલું શરૂ કરવું જોઈએ.

Read More »
શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે

શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે?

જ્યારે આપણે સંતાનપ્રાપ્તિ માટે સંઘર્ષ કરતા હોઈએ છીએ, ત્યારે આપણી નજર હંમેશા વર્તમાન સમય માં જ હોય છે. આપણે વિચારીએ છીએ કે કદાચ આપણી આજની ભાગદોડભરી જિંદગી, ઓફિસનું ટેન્શન, પ્રદૂષણ કે આપણો ખોરાક જવાબદાર છે. પરંતુ ૨૦૨૬ ના આ આધુનિક યુગમાં, વિજ્ઞાન એક એવી ખાસ વાત તરફ ઈશારો કરી રહ્યું છે જે સેંકડો વર્ષ જૂનું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી નસોમાં વહેતું લોહી માત્ર DNA ની માહિતી જ નહીં, પણ તમારા પૂર્વજોના અનુભવોની યાદો પણ લઈને ફરે છે?

Read More »