શિયાળાની ઋતુ અને IVF: શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે?

શિયાળાની ઋતુ અને IVF શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધારે પડે છે તેથી ઘણા નવદંપતિઓના મનમાં એક સવાલ હોય છે કે, શું હવામાન અને ઋતુ એ ગર્ભધારણ માં અસર કરી શકે છે?

Candor IVF ના નિષ્ણાંતો જણાવે છે કે, શિયાળા ની ઋતુમાં ગર્ભ સ્થાપન ની શક્યતાઓ વધારે હોય છે.

શું શિયાળો ખરેખર સફળતા વધારે છે?

મોટાભાગના ફર્ટિલિટી નિશાન તો માને છે કે, હવામાન કે ઋતુની અસર પ્રેગનેન્સી પર થતી નથી. શિયાળાની ઋતુ એ ગર્ભધારણ માટે ઉત્તમ વાતાવરણ પૂરું પાડી શકે છે.

ઓછો તણાવ અને થાક

શિયાળો એ દિવાળીના તહેવાર પછી આવતો હોવાથી આરામ અને નિરાંત નો સમય છે. તેથી માનસિક શાંતિ વધારે મળે છે. આઈવીએફ ની સારવાર દરમિયાન તણાવ તમારો સૌથી મોટો દુશ્મન છે. શિયાળાની ઋતુમાં ખાસ કરીને શાકભાજી અને પૌષ્ટિક આહાર ફ્રેશ મળતો હોવાથી શરીર પણ સ્વસ્થ રહે છે અને તણાવ પણ ઓછો રહે છે.

સારી ઊંઘ

ઠંડા વાતાવરણમાં શરીરનું તાપમાન કુદરતી રીતે ઘટતું જોવા મળે છે. શરીરને સારી ઊંઘ મળવાથી હોર્મોન્સ લેવલ જળવાઈ રહે છે જે ગર્ભધારણ માટે માણસને પૂરતું વાતાવરણ પૂરું પાડે છે.

આહાર અને પોષણ

ગુજરાતી પરિવારો શિયાળામાં પૌષ્ટિક પાક બનાવતા હોય છે. જેમાં ખજૂર પાક સુખડી કે અડદીયા નો સમાવેશ થાય છે. આવી વસ્તુ ખાવાથી શરીરને જરૂરી પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે અને શરીર મજબૂત બને છે. તેથી આ આઇવીએફ ની યાત્રા શરૂ કરવા માટેના ઉત્તમ સમય છે.

ગરમી સંબંધિત જોખમોમાંથી છૂટકારો

ગરમ વાતાવરણમાં પુરુષોના વૃષણનું તાપમાન વધારે રહેતું હોય છે પણ શિયાળામાં આ તકલીફ થવાની સંભાવના ઘટી જાય છે. શિયાળાની ઋતુમાં સ્પર્મ કોલેટી અને કાઉન્ટ પણ ખૂબ જ સારા હોય છે.

શિયાળો એટલે સફળતાની તૈયારી!

આમ જોવા જઈએ તો આઈવીએફ ની સફળતાનો ડર શિયાળામાં વધુ સારો હોય છે. માણસો આ ઋતુમાં શારીરિક અને માનસિક રીતે હળવા અનુભવતા હોય છે.

તો આ શિયાળામાં પૌષ્ટિક આહાર લો, તણાવ મુક્ત રહો અને વધુ વિચાર્યા વગર તમારી આઇવીએફની યાત્રા શરૂ કરો.

Blogs

શું બીજાની પ્રેગ્નન્સીના સમાચાર તમારી IVF સફળતાને માનસિક રીતે રોકી રહ્યા છે

શું બીજાની પ્રેગ્નન્સીના સમાચાર તમારી IVF સફળતાને માનસિક રીતે રોકી રહ્યા છે?

એક દૃષ્ટિ એ જોવા જઈએ તો આજે સુખ, શાંતિ, સમૃદ્ધિ ઉપર એકલાપણું અને ટેન્શન હાવિ છે. આપણા માટે આ ખૂબ જ ગંભીર બાબત કેહવાય. ઉપર થી માણસ ના મનનો સ્વભાવ એવો છે કે, એ નકારાત્મક વિચારો પર પેહલા કેન્દ્રિત થાય છે. 2026 માં આધુનિક જીવનશૈલી માં લોકોની માનસિકતા માં પણ પરિવર્તન આવ્યું છે. લોકો આજના સમય માં બીજાનું સારું સાંભળી શકતા નથી. અન્યનાં જીવન માં કોઈ સારી ઘટના બને છે તો તરત જ તેના મન માં ઈર્ષ્યા જેવા ખરાબ ભાવો પેદા થાય છે. આ તમામ બાબતો પાછળ એક જ કારણ છે, લોકો ને એકબીજા પ્રત્યે રહેલા પૂર્વગ્રહો.

Read More »
સુરતનું સ્ટ્રીટ ફૂડ અને IVF શું લોચો કે ખમણ અઠવાડિયે એકવારનું ચીટ-મીલ તમારા હોર્મોન્સને બગાડે છે

સુરતનું સ્ટ્રીટ ફૂડ અને IVF: શું લોચો કે ખમણ અઠવાડિયે એકવારનું ચીટ-મીલ તમારા હોર્મોન્સને બગાડે છે?

ગુજરાતી હોવું ને એમાંય કાઠિયાવાડી હોવું અને એમાંય પાછું સુરત એટલે ખાણીપીણી ની વાત માં તો જલસો જ પડી જાય! રવિવાર ની સવાર હોય અને જો ખમણ લોચો ન હોય તો દિવસ અધૂરો રહી જાય.ખાવાની તો મજા આવે છે પણ શું અઠવાડિયામાં એક વખતનું જંક ફૂડ શરીરના હોર્મોન્સને અસર પહોંચાડી શકે છે?

Read More »
સુરતના બિઝનેસમેન માટે ખાસ

સુરતના બિઝનેસમેન માટે ખાસ: શું કામનું ટેન્શન અને ‘સીટિંગ જોબ’ પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તાને ખતમ કરી રહી છે?

સુરત એ સપનાઓ નું શહેર છે. જ્યાં હીરાઉદ્યોગ, ટેકસ્ટાઈલ જેવા ધંધાઓ બારેમાસ ધમધમે છે. અહીં બિઝનેસમેન રાત દિવસ ઉજાગરા કરી ને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવા તરફ ધગશ થી મહેનત પણ કરી રહ્યા છે. આ ધમાલની વચ્ચે લોકોનું જીવન બેઠાડું બની ગયું છે. આવી સ્થિતિમાં સ્પર્મની ગુણવત્તા જાળવી રાખવી મહત્વની છે. કારણકે એક રિસર્ચ અનુસાર બેઠાડું જીવન પ્રજનન ક્ષમતા ને નુકસાન કરી શકે છે.

Read More »