You Never Fail Until You Stop Trying

You Never Fail Until You Stop Trying Candor IVF Center Surat India

“The strongest person is the one who believes that he is strong enough to face any tough situation”

આપણે હમેશા વાત કર્યે છીએ કે એક સ્ત્રી માટે જન્મ આપવુ, 9 મહિના પેટ માં રાખવુ અને જન્મ્યા બાદ બાળકનો ઉછેર કરવુ કેટલું અઘરું છે. એક સ્ત્રી જ નહી તેની સાથે હાથ પકડી ઉભા રહેલા તેના પતિ માટે પણ તે એટલુ જ અઘરું છે. એક દંપતિ થી મા-બાપ બનવાનો સફર જેટલો અઘરો છે તેટલો જ સુખમય પણ છે. પરંતુ સૌથી અઘરો છે દંપતિ થી મા-બાપ બનવાનો સંઘર્ષ.

Infertility.. વિશ્વમાં કરોડો લોકો આ બિમારીના ભોગ બન્યા છે. પણ હું આને એક બિમારી નથી માનતો. આ એક સામાજિક બિમારી છે.
જો કે આજની ટેકનોલોજી એક સાધારણ દંપતિ ને મા-બાપ બનવાનું સુખ આપી શકે છે, એક જીવ ને આ દુનિયામાં લાવવા મદદરૂપ બની શકે છે તેને ચમત્કાર નહી તો શું કહેવાય?

આજ ની આ ટેક્નોલોજીના યુગમાં આ ચમત્કાર વારંવાર કરી બતાવે છે. સોથી વધારે સફળતા આપે એવી કોઈ સારવાર હોય તો ટેસ્ટ ટ્યુબ બેબી ivf ની સારવાર છે. આથી આ સારવાર માટે ખુબ જ expectations હોય છે પણ હા, અમુક વાર ફેલ પણ થાઇ છે આથી કેટલાંક દંપતિ એક નેગેટિવ રેપૉર્ટ થી પોતાનો મનોબળ ગુમાવી હાર માની લે છે. આજે એવા દર્દીઓ માટે કંઈ ગુજરાતી માં લખવાનું મન થયું.

મારા આટલા વર્ષ ના IVF specialist ના એક્શપરીયન્સમાં હજારો કાઉન્સિલલિંગ કરી હશે પણ એક ફેલ્ડ દંપતિ જ્યારે નમ આખો થી તેમની વ્યથા શેર કરે છે ત્યારે મારી આખો માં પાણી ભરાઇ જાઇ છે. પરંતું આજ નમ આખો ને મેં તેમના બાળક ને હાથ માં પકડી ખુશી ના આસું થી ભરી આવતા પણ જોયુ છે.

એક હમેશા હસ્તી રેતી સ્ત્રી જેની મા બનવાની અતુટ ઇચ્છા ઘણા બધા પ્રયત્ન બાદ પણ પૂરી ન થઈ તેને IvF મા એક આશાની કિરણ દેખાઇ. અને પ્રથમ પ્રયત્ન નિષ્ફળ તો કોઈક વખત પ્રેગ્નન્સી રહ્યા બાદ મિસ્કેરેજ તેના માટે ખુબ જ અઘરું બનતું હોય છે પણ તે હાર ન માને. બિજી ટ્રાઈ બાદ ના ફેલ્યર તેના માટે મોત જેવું લાગ્યો પણ સ્ટ્રોંગ મનોબળ અને પોતાની દિલિ ઇચ્છા પૂરી થશે જ તેવો વિશ્વાસ તેના અનેક પ્રયત્ન બાદ સફળ થતાં મેં જોયા છે અને આજે તેવા ઘણા યુગલો એના મા પિતા બનવાના સ્વપ્ન સાકાર કરી એક સુખમય જીવન જીવે છે.

હું મારા ફેલ્ડ પેશન્ટસ ને એક જ વાત હમેશા કહું છુ, “You have not failed, your attempt has failed and until you keep believing that you will never fail, you will indeed never fail.”

તમે નિષ્ફળ નથી, તમારા એક કે વધુ પ્રયાસ નિષ્ફળ ગયા છે અને જ્યાં સુધી તમે વિશ્વાસ રાખશો કે તમે ક્યારેય નિષ્ફળ થશો નહીં, તો તમે ખરેખર ક્યારેય નિષ્ફળ થશો નહીં. દરેક ફિલ્મ કે વાર્તા નો Happy ending સુખદ્ અંત હોય છે ્

– Dr. Jaydev Dhameliya
Candor IVF Center

Need Help?

Call Us

Blogs