આપણે આગળ જોયું કે વાણી ને ખબર પડે છે કે, તે માં બનવાની છે આ અહેસાસ થી તે ખૂબ જ ખુશ અને રોમાંચિત બની જાય છે. વાની ને શરૂઆત માં ડોકટર જયદેવ નું માર્ગદર્શન મળે છે અને તેની પ્રેગ્નેનસી ખૂબ જ સરસ રીતે જય રહી છે આગળ જોઈએ કે વાણી પોતાની આ અવસ્થા માં શુ અનુભવે છ
જો તમે પહેલો ભાગ ન વાંચ્યો હોય તો વાણીના જીવનમાં આજ સુધી શું થયું તે જાણવા જતા પહેલા પ્રથમ ભાગ વાંચો અહીં.
શરુ શરુ માં તો વાણી ને થોડી તકલીફ પડી પણ વાણી ને એ તકલીફો પણ મીઠી લાગી. વાણી ને થોડી ગભરાહટ પણ થતી ક્યારેક જમવાનું મન પણ ના થાય. ક્યારેક તો કંઈક અટપટું ને કંઈક અલગ જ જમવાનું મન થાય. ક્યારેક વળી આઈસક્રીમ ખાવું ગમે તો ક્યારેક ના ગમે. અરે આવું તો કઈ હોય એક દિવસ અનિકેત એ કહ્યું વાણી તને તો રોજ અવનવું ખાવું ગમે છે. અનિકેત વાણી નો પડ્યો બોલ જીલતો….
વાણી નો બીજો મહિનો પૂરો થયો. ખબર ના રહી કે કે કેવી રીતે તેનો મહિનો પૂરો થઇ ગયો પણ ઉમંગ એટલો હતો કે ઘણી તકલીફો પડી તોય વાણી ખુશ હતી વાણી એ આજે માર્કેટ માં જઈ ને સરસ મજા નું ઉન ખરીદ્યુ. બને કલરના ઉન ની ખરીદી કરી બ્લુ અને પિન્ક. કારણ હતું કાલ રાત ની બને વચ્ચે ની મીઠી નોકજોક અનિકેત ને એક બેબી ગર્લ જોઈતી હતી અને વાણી ને એક બેબી બોય જોઈતો હતો. વાણી એ બને ઉન ખરીદી લીધા. એના સ્વેટર અને મોજા ગુંથ્યા બને ની પસંદ મુજબના. આ મીઠી નોકજોક માં પણ એક અલગ જ મજા હતી.
ડોક્ટર જયદેવ ના કહેવા મુજબ શરૂઆત ના ત્રણ મહિના તો વાણી એ ખુબ ધ્યાન પૂર્વક વિતાવ્યા. ખુબ જ હેલ્ધી ફૂડ જમવાનું ચાલુ કર્યું.ખુબ ધ્યાન રાખતી પોતાનું અને પોતાના આવનારા બાળકનું પણ. અનિકેત બને નું ધ્યાન ખુબ જ કાળજી પૂર્વક રાખતો. રોજ પોતાને અરીસા માં જોઈ લેતી હતી. પોતાના નહિ ઉપસેલા પેટ પર હાથ ફેરવી જાણે કે તે પોતાના બાળક ને મહેસુસ કરી લેતી હતી. આજે વાણી ના મમ્મી અને સાસુ બને વાણી ના ઘરે આવવાના છે. વાણી પાસેથી ખુશી ની વાત સાંભળી ને ઘરમાં એક ખુશી નું વાતાવરણ છવાઈ ગયું છે. અનિકેત પછી ઘણા વરસો પછી એક બાળક ની કિલકારી ઘરમાં ગુંજવાની હતી. આ વાત થી બધા જ ખુશ હતા. વાણી ના મમ્મી એ અને સાસુ એ મળીને નેહા ની નજર ઉતારી. નેહા ના ત્રણ મહિના થોડીક મુશ્કેલી અને થોડીક ખુશી સાથે પસાર થઇ ગયા. ઘણી તકલીફો પડી ક્યારેક તો શરીર થાકી જતું પણ આવનારા બાળક ની ખુશી સામે એ બધી તકલીફો ખુબ જ નાની હતી. સમય કેમ વીતી રહ્યો હતો તેની વાણી ને ખબર જ ના પડી તેની પ્રેગનેંસી ના ચાર મહિના વીતી ગયા. અનીકેત ની કાળજી અને ડોક્ટર ના માર્ગદર્શન થી ખુબ સરસ રીતે માતા અને બાળક બને નો ઉછેર થઇ રહ્યો છે
સમય સાથે વાણી નું પેટ થોડું ઉપસી આવ્યું. થોડો વજન પણ વધી ગયો હતો. પણ આ વધેલો વજન તેને ભાર રપ નહોતો લાગતો રોજ બરોજ ના ડ્રેસ હવે વાણી ને નહોતા થતા વાણી આ અહેસાસ ને દિવસે ને દિવસે જીવી રહી હતી. કેવો અલગ અહેસાસ છે. આ લાગણી ઓ અનેરો આનંદ આપી રહી છે. વાણી ને આજે સવારે ડોક્ટર ને મળવાની એપોઇન્ટમેન્ટ હતી. ઉત્સાહી થયેલી વાણી સમય પહેલા જ હોસ્પિટલ પહોંચી ગઈ. વાણી ને પોતાના બાળકની પહેલી તસ્વીર ડોકટરે સોનોગ્રાફી વડે બતાવી વાણી અને અનિકેત નું બાળક આકાર પામી રહ્યું છે તેનું વિકાસ પામતુ શરીર ,તેના નાના હાથ ,નાના પગ સોનોગ્રાફી માં દેખાઈ રહ્યા છે. આ તસ્વીર જોઈ વાણી એ કેટલાય સપનાઓ જોઈ લીધા. સપનાઓ માં વાણી એ પોતે અનિકેત અને પોતાના આવનારા બાળક માટે ઘણું જ વિચારી લીધુ. તેના માટે કેવો રૂમ બનાવીશુ અને કેવા રમકડાંઓ લાવીશું? એના એઝયુકેશન નો પણ બને એ વિચાર કરી લીધો હતો.
ચાર મહિના ઓ માં વાણી ને ઘણા અનુભવ થયા. કેટલાક ખુબ મીઠા પહેલી વખત ની પ્રેગ્નેન્સી હતી માતા બનવાનો અહેસાસ કંઈક ખાસ જ હતો. કયારેક જમવાનું ના ભાવે કયારેક કોઈ સાથે વાતો કરવી ના ગમે ક્યારેક કોઈ વાત પર માઠુ લાગી જાય ક્યારેક પોતાના પર અને અનિકેત પર ગુસ્સો આવી જાય આ લાગણીઓ વચ્ચે વાણી ના પ્રેગનેંસી ના પાંચ મહિના પસાર થઇ ગયા. જેમ એક બીજ ને વાવીએ છીએ ત્યારે તેનું ધ્યાન રાખવું પડે છે. તેમાં પાણી , ખાતર,અને પ્રકાશ ની જરૂર પડે છે. તેમ ઉદર માં રહેલા નાના બાળ ને પણ પ્રેમ અને હૂંફ ની જરૂર પડે છે. વાણી રોજ પોતાના બાળક સાથે વાતો કરતી તેને રોજ નવી નવી વીર પુરુષો ની કહાનીઓ સંભળાવતી. કહે છે ને કે બાળક ને જયારે ગર્ભ માં જ સંસ્કાર મળે ત્યારે તે બાળક એક અદભુત છવિ સાથે જન્મ લે છે. દરેક માતા માટે તેનું બાળક તો કૃષ્ણ ,રામ,અભિમન્યુ કે પ્રહલાદ જેવું જ તેજવાન બળવાન અને સંસ્કારી હોઈ છે.
વાણી નું બાળક ધીમે ધીમે મોટું થતું ગયું તેના પ્રેગનેંસી ના લગભગ છ મહિના પુરા થવા આવ્યા છે હવે વાણી ને સાતમો મહિનો બેસવાનો છે વાણી નું સીમત થશે તેના માટે વાણી ના સાસુ એ પંડિત ને બોલાવ્યા. તારીખ લેવાઈ લોકો તેને અને તેના આવનારા બાળકને બધાઈ આપવા માટે આવશે લોકો સારા આશીર્વાદ સાથે વાણી ને અને આવનારા બાળક ને આશીર્વાદ આપશે આ વાત થી વાણી અને અનિકેત બને ખુબ જ ખુશ હતા. સીમત માટેનું મહુરૂત લેવાયું. વાણી આજે ખુબ જ સુંદર લાગી રહી છે. વાણી અને અનિકેત ને હીંચકે બેસાડી બને ની બલાઓ લેવાઈ….. ખુશી ખુશી બધા ના આશીર્વાદ હેઠળ વાણી ના સીમત નું ફંકશન પૂરું થયુ. વાણી ફ્રી થઇ ને સુવા જતી હતી આખો દિવસ ખુબ વ્યસ્ત રહ્યો. વાણી થાકી ને મહેમાનો ને વળાવી ને આરામ કરવા માટે પોતાના રૂમ માં આવી તો તેને કંઈક અનુભવ થયો વાણી રાજી થઇ ગઈ. વાણી ના પેટ માંથી બાળકે તેના હોવાનો અને વાણી અને અનિકેત ની વાતો સાંભળતો હોવાનો અહેસાસ કરાવતું હતું. જાણે કે તે વાણી ને બધી જ વાતો માં કહેતું હતું કે ,” હા મમ્મી હું તારી બધી વાતો સાંભળું છું “.વાણી ને ફરી એક નવો અહેસાસ થયો. વાણી એ આ અહેસાસ અનિકેત સાથે શેર કર્યો. પોતાના સંતાન ની પહેલી હલનચલન નો અહેસાસ એ પણ ખાસ હોઈ છે, એ વાત આજે વાણી ને સાચી લાગી. પોતાની સખી ઓ પાસેથી સાંભળ્યું હતું,આજે મહેસુસ પણ કર્યું ખુબજ અલગ એક અદભુત અહેસાસ થયો વાણી ને ……..
આ મહિના માં વાણી ને તકલીફો પણ વધી ક્યારેક ક્યારેક જમવાનું જમેલું તરત જ ઉલ્ટી થઇ જતું, તો ક્યારેક જમવાનું મન જ ના થતું તો કયારેક કંઈક કહેતું ને તીખું ખાવાનું મન થઇ જતું કયારેક અનિકેત સાથે બેસી ને કલાકો સુધી વાતો કરવાનું મન થતું તો કયારેક તેની કોઈ વાત પર તેના પર ગુસ્સો કરવાનું મન થતુ. અનિકેત પણ આ વાતો થી ટેવાઈ ગયો. તે પણ વાણી સાથે પોતાના બાળક ને મહેસુસ કરતો થઇ ગયો. ક્યારેક બેબી ડાબી બાજુ પડખુ ફેરવતું તો ક્યારેક જમણી બાજુ પડખું ફેરવતું. ક્યારેક તો તે વાણી ના પેટમાં આમ તેમ ફર્યા કરતુ પોતે પણ સૂતું નહિ અને વાણી ને પણ સુવા દેતું નહિ. ક્યારેક વાણી થાકી જતી અને પોતાના બાળક સાથે વાતો કરતી કહેતી, હવે કેટલી વાર છે તને તું મને બહુ હેરાન કરે છે. રાતે સુવા પણ નથી દેતું અને બેસવા પણ નથી દેતું. હવે થાકી ગઈ હું વળી પાછી લાડ થી પેટ પર હાથ ફેરવી ને પોતાના બાળક ને સમજાવી દેતા.
ડોક્ટર જયદેવ ની દેખરેખ હેઠળ વાણી ની પ્રેગનેંસી ના આઠ મોં મહિના પુરો થવા જઈ રહ્યો હતો, તેને નવમો મહિનો બેસવાનો હતો. નવમાં મહિમા માં બાળક એક સંપૂર્ણ શરીર ધારણ કરી લે છે. રાતો નો ઊંઘ અને દિવસ નું ચેન બને ગાયબ થઇ જાય છે. એક રાતે વાણી ઊંઘવાની કોશિશ કરતી હતી પણ તેને ઊંઘ આવતી ના હતી. વાણી અને અનિકેત નું બેબી તોફાન ના મૂડ માં ચડ્યું હતું તેને આજે તેની મમ્મી ના ઉદર માં રમત રમવાની મજા પડી હતી. આમ થી તેમ પેટમાં પાટા મારી રહ્યું હતું. વાણી સમજી શકતી નહોતી પણ તેને ખબર પણ નહોતી પડતી કે આજે એના બેબી ને શું થઇ રહ્યું છે કેમ વધુ તોફાને ચડ્યું છે પણ વાણી ક્યાં જાણતી હતી કે આજે તેના ઇન્તઝાર નો અંત આવાનો હતો. આજે તેનું બેબી આ દુનિયા માં આવા માટે તૈયાર હતુ. એક થોડી અલગ જ પ્રકાર નો દુખાવો મહેસુસ થઇ રહ્યો હતો.
વાણી ને હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવી તેને લગભગ થી જ પળો માં એક સુંદર પરી જેવી અને હેલ્ધી દીકરી ને જન્મ આપ્યો.દીકરી અદ્દલ તેની માતા પાર ગઈ હતી જોકે એની આંખો અનિકેત જેવી હતી.વાણી ને વિશ્વાસ નહોતો બેસતો કે જેનો નવ મહિના થી તે ઇન્તઝાર કરતી હતી તે આજે તેના હાથ માં હતી. એક નાનું શિશુ જેને અનિકેત અને વાણી ના જીવન માં રહેલા ખાલીપણાને ભરી દીધુ.
ગર્ભાવસ્થા એક એવી સફર છે. જે દકરેક સ્ત્રી ને સંપૂર્ણ બનાવે છે. તે નો નવો જન્મ થાય છે. તે એક સ્ત્રી માંથી માતા બની જાય છે. નવી નવી જિમેદારી આવે છે. છતાં પણ આઆ ખુશી જ કંઈક અલગ હોય છે. જે વાની અને અનિકેત બને અનુભવી રહ્યા છે.