પ્રેગનેંસી એ ખુબ જ સુંદર સમયગાળો છે. દરેક સ્ત્રીના જીવનમાં આ સમયગાળો આવે છે આ સમયગાળા દરમિયાન એક સ્ત્રી અનેક નવા નવા શારીરિક ફેરફારો માંથી પસાર થતી હોય છે, બાળકના જન્મ પછી પણ તેમના શરીરમાં અનેક ફેરફારો થાય છે. આ ફેરફારો કોઈપણ સ્ત્રી માટે નવા જ હોય છે તેથી તેમાંથી બહાર આવા માટે તેને પોતાના પરિવારનો સપોર્ટ અને જીવનસાથીનો સાથ હોવો ખુબ જ જરૂરી છે, આ સમયગાળામાં એક બીજું પણ ખુબ મહત્વનું પરિબળ સાથ આપે છે જે છે યોગ અને કસરતો.
ડિલિવરી થયા બાદ દરેક સ્ત્રીઓએ પોતાનો થોડોક સમયગાળો કસરત કે યોગા માં પસાર કરવો જોઈએ, જેથી તેમના શારીરિક બદલાવોને ફરીથી મૂળ રૂપમાં લાવી શકાય, કસરતો અને યોગ ખુબ જ જરૂરી છે બાળકના જન્મ બાદ શરીરને ફરીથી આકારમાં લાવવા માટે કસરતો અને યોગ કરવા જોઈએ પણ દરેક સ્ત્રીના મનમાં એ સવાલ ઉભો થાય છે કે ડિલિવરી થયા બાદ કસરતો કરવાનું શરુ ક્યારથી કરવું જોઈએ? હું ડોકટર જયદેવ ધામેલીયા આજને તમને જણાવીશ કે દરેક સ્ત્રીઓએ કસરતો શા માટે કરવી જોઈએ અને ક્યારથી શરુ કરવી જોઈએ?
-: ડિલિવરી બાદ કસરતો અને યોગા ક્યારથી શરુ કરવી જોઈએ?:-
1) જો કોઈ સ્ત્રીએ નોર્મલ ડિલિવરી થી બાળકને જન્મ આપ્યો હોય તો તેને ક્યારથી કસરતો શરુ કરવી જોઈએ?
2) જો કોઈ સ્ત્રીએ સિઝેરિઅન દ્વારા બાળકને જન્મ આપ્યો હોય તો તેને કસરતો ક્યારથી શરુ કરવી જોઈએ?
પ્રેગનેંસીના સમયમાં જેમ જેમ મહિના ચડતા જાય છે, તેમ તેમ પેટ વધુને વધુ ફુલતું જાય છે, હવે જયારે બાળક નો જન્મ થઇ જાય છે ત્યારે બાળકના જન્મ બાદ તરત જ પેટ નોર્મલ સ્થિતિમાં આવી નથી જતું, પેટને નોર્મલ થવામાં થોડો સમય લાગે છે, એની પાછળ એક કારણ રહેલું છે જયારે પેટ મોટું થાય છે ત્યારે પેટના સ્નાયુઓ અલગ અલગ થઇ જાય છે જયારે બાળકનો જન્મ થઇ જાય ત્યારબાદ તે સ્નાયુઓ તરત જ નોર્મલ સ્થિતિમાં આવી જતા નથી તેને થોડો સમય લાગે છે તો તેના માટે રોજ કસરતો કરવી જોઈએ જેથી તમારા શરીરને યોગ્ય શેપ (આકાર) માં પાછુ લાવી શકાય છે.
1) જો કોઈ સ્ત્રીએ નોર્મલ ડિલિવરી થી બાળકને જન્મ આપ્યો હોય તો તેને ક્યારથી કસરતો શરુ કરવી જોઈએ?
જો આપની સામાન્ય ડિલીવરી થઈ છે અને આપે સગર્ભાવસ્થા દરમિયાન એક્સરસાઇઝ કરી હતી, તો આપ શરુઆતનાં થોડાક દિવસો બાદ જ એક્સરસાઇઝ શરૂ કરી દો.
2) જો કોઈ સ્ત્રીએ સિઝેરિઅન દ્વારા બાળકને જન્મ આપ્યો હોય તો તેને કસરતો ક્યારથી શરુ કરવી જોઈએ?
સી-સેક્શન થયા બાદ ઘણી સાવચેતીઓ રાખવા માટે કહેવામાં આવે છે. જ્યારે તમને તમારા સી-સેક્શન થયા બાદ ઘણી સાવચેતીઓ રાખવા માટે કહેવામાં આવે છે. જ્યારે શરીરમાં તાકાત અનુભવાય, તો આપ વૉકની શરુઆત કરી શકો છો, પરંતુ આપનું સી-સેક્શન થયું છે, તો તમારે પ્રસૂતિનાં કેટલાક અઠવાડિયાઓ સુધી આરામ કરવો જોઈએ, કારણ કે સિઝેરિઅન ના કારણે કટ થયેલા ઘાને રૂઝ આવવામાં સમય લાગી શકે છે, પરંતુ જ્યારે ઘા રુઝાઈ જાય, તો આપે કેટલાક માસ બાદ વ્યાયામ કરવું શરૂ કરી દેવું જોઇએ. પરંતુ તમારે હંમેશા યાદ રાખવાનું રહેશે કે આપ કસરત 3થી 5 મહિના પછી શરૂ કરી શકશો, આ સમય દર્મિયાન હળવી કસરત કરો, પણકરવી જોઈએ કે જેથી તમારા સાંધા અને માંસપેશીઓ કે જે અત્યાર સુધી લૉક ન થઈ હોય, તે સ્ટફ ન થઈ જાય અને તેમાં ફૅટ ન જામવા ન લાગે. સી-સેક્શન બાદ મહિલાઓ આ પાંચ પ્રકારની એક્સરસાઇઝ કરી શકે છે :
ધ્યાનમાં રાખવાની બાબતો:
ડિલિવરી પછી રોજ 30 મિનિટ સુધી કસરતો કરવી જોઈએ,
❏ બાળકના જન્મ પછી ના પહેલા 12 અઠવાડિયા સુધી નોર્મલ કસરતો અને પ્રાણાયામ કરવા જોઈએ.
❏ કસરતો, યોગા, સ્વિમિંગ વગેરે તમને ડિલિવરી બાદ યોગ્ય મૂડમાં લાવવા માટે મદદ કરે છે.
❏ જો નિયમિત રીતે કસરતો કરવામાં આવે તો સ્નાયુઓ મજબૂત બને છે.
❏ જો કોઈ સ્ત્રીઓએ નોર્મલ ડિલિવરી દ્વારા બાળકને જન્મ આપ્યો હોય તો તેને થાક અને અસ્ફૂર્તિ જેવું લાગ્યા કરે છે જેમાંથી પણ તેમને મુક્તિ અપાવે છે
❏ ડિલિવરી થઇ ગયા બાદ જો બ્લીડિંગ ચાલુ હોય તો તે સમયગાળા દરમિયાન સ્વિમિંગ કરવું જોઈએ નહિ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
❏ દિવસમાં ભૂખ્યા પેટે થોડીવાર કસરતો કરવી જોઈએ, વહેલી સવારે થોડીવાર માટે ચાલવા પણ જવું જોઈએ, જેથી મન અને શરીર બને ને તાજગીનો અનુભવ થાય છે
❏ ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં કેટલાય બદલાવ આવે છે, બાળકનો જન્મ થઇ ગયા બાદ તે બધા જ બદલાવોને નોર્મલ થતા થોડોક સમય લાગે છે
હળવી કસરતો અને યોગ શરીર માટે ખુબ જ જરૂરી છે તેથી દરેકએ સ્ત્રી કે જે માતા બનવાની છે તે જરૂરથી થોડો સમય તેની પાછળ આપવો જોઈએ.