શું માત્ર શહેર બદલવાથી અને પ્રદૂષણથી દૂર રહેવાથી પ્રેગ્નન્સીના ચાન્સ વધી જાય છે?

શું માત્ર શહેર બદલવાથી અને પ્રદૂષણથી દૂર રહેવાથી પ્રેગ્નન્સીના ચાન્સ વધી જાય છે
Last Updated – May 28, 2026

Medically reviewed and authored by Dr. Jaydev Dhameliya.

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો એકબીજાની પાસે હોવા છતાં ખૂબ દૂરીનો અનુભવ કરી રહ્યા છે. મૂડ સ્વિંગ્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ બધી બાબતો આપણા નજરિયામાં ભલે સામાન્ય લાગે, પણ એ ક્યાંક ને ક્યાંક શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. ઘણા યુગલો આજે આવા કારણોસર માતા કે પિતા બનવાનું સપનું પૂર્ણ કરી શકતા નથી.

અહીં મુખ્ય સમસ્યા એ છે કે 21મી સદીના માણસના જટિલ જીવન ઉપરાંત પ્રદૂષણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જેના કારણે માણસના શરીરના અગત્યના અંગો નબળા પડવા માંડે છે. પહેલા ના સમયમાં જોઈએ તો આપણા દાદા કે દાદી કુદરતી ખોરાક લેતા હતા, એટલે આજે વધુ ઉંમર હોવા છતાં પણ તેઓ આપણાથી વધારે તંદુરસ્ત અને સક્રિય જોવા મળે છે. આ વાતને આપણે શરમ તરીકે નહીં પરંતુ એક શીખ તરીકે લેવી જોઈએ.

શાળામાં પણ આપણે સૌ સાયન્સ વિષયમાં ભણ્યા છીએ કે માણસના શરીરને સાચવી રાખવા માટે હવા ખૂબ જરૂરી છે. એક નજર દોડાવીને વિચારીએ કે જો આ હવા જ પ્રદૂષણયુક્ત હોય, તો શરીરમાં કેટલી તકલીફ ઊભી થાય? આ તકલીફોમાંથી એક મહત્વની તકલીફ છે — ગર્ભધારણમાં નિષ્ફળતા.

જી હા મિત્રો, આ બ્લોગમાં આપણે વાત કરવી છે કે ખરાબ પ્રદૂષણ આપણી પ્રેગ્નન્સી પર અસર કરે છે કે નહીં. ઘણા યુગલો જ્યારે વારંવાર IVFમાં નિષ્ફળતા અનુભવતા હોય છે, ત્યારે એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે કે ક્યાંક ફરવા નીકળી જઈએ અથવા શહેર બદલવાની વાત કરે છે. ઘણી વખત આ પગલું સ્વાસ્થ્યને સરળ બનાવી દે છે.

ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે એક જ જગ્યાએ લાંબા સમય સુધી રહેતા યુગલો ગર્ભધારણના ચાન્સને અસર કરે છે. Candor IVFના ઘણા પેશન્ટોના મત મુજબ તેમણે પડોશી કે ઓળખીતાઓ પાસેથી સાંભળ્યું છે કે સફળ ગર્ભસ્થાપન માટે લોકો બીજા શહેરમાં અથવા પ્રદૂષણમુક્ત વિસ્તારમાં જવા ઇચ્છે છે.

શું ખરેખર પ્રદૂષણમુક્ત જગ્યા પર જીવન જીવવાથી ગર્ભધારણની શક્યતા વધે છે? ચાલો વિગતવાર ચર્ચા કરીએ.

Table of Contents

1) શું ખરેખર પ્રદૂષણ પ્રેગ્નન્સી ઉપર અસર કરે છે?

મોટાભાગે આપણને શીખવવામાં આવ્યું છે કે વધારે પડતા પ્રદૂષણમાં રહેવાથી ચામડી અને શ્વસનતંત્રના રોગો થવાની સંભાવના વધે છે. આધુનિક સંશોધનો દર્શાવે છે કે આ રોગો ઉપરાંત વધુ પ્રદૂષણવાળા વાતાવરણમાં રહેવાથી પ્રજનન ક્ષમતા પર પણ નેગેટિવ અસર થાય છે.

સ્ત્રીઓ પર અસર

સ્ત્રીઓ પર અસર:

હવામાં રહેલા ઝેરી વાયુઓ જેમ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ સ્ત્રીઓની પ્રજનન ક્ષમતા અને હોર્મોનલ સંતુલનને અસર કરે છે. આ ઉપરાંત એગની ક્વોલિટી પણ ઘટે છે.

પુરુષો પર અસર

પુરુષો પર અસર:

હવાના પ્રદૂષણની પુરુષો પર અસરની વાત કરીએ તો વધુ પ્રદૂષણમાં રહેતા પુરુષોમાં સ્પર્મની ક્વોલિટી ઘટે છે અને DNA પર પણ નેગેટિવ અસર જોવા મળે છે.

2) શહેરની લાઇફ, પ્રદૂષણ અને માણસનું સ્વાસ્થ્ય

આજની શહેરની લાઇફસ્ટાઇલ જોતા પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આ માત્ર પર્યાવરણ માટે પડકારરૂપ નથી, પરંતુ માણસના સ્વાસ્થ્યને પણ ખરાબ કરે છે. ગામડાની સરખામણીએ શહેરોમાં પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ અને બહારનું ખાવાનું હોર્મોનલ સંતુલનને અસર કરે છે.

આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે શહેરમાં રહેતા યુગલોએ થોડો સમય ગામડામાં અથવા કુદરતી વાતાવરણવાળા વિસ્તારમાં પસાર કરવો જોઈએ. આવું કરવાથી શરીરને સાચી દિશામાં વાળવામાં મદદ મળે છે અને અંતે પ્રજનન ક્ષમતા તથા IVFની સફળતા વધે છે.

3) સ્ટ્રેસ હોર્મોન્સ અને પ્રદૂષણ

શહેરમાં રહેતા લોકોમાં, ખાસ કરીને સુરતમાં, ટ્રાફિક અને ધંધાકીય સમસ્યાઓને કારણે સ્ટ્રેસ વધતો જાય છે. પરિણામે એડ્રીનલ હોર્મોનનું સ્તર વધે છે. સંશોધનો કહે છે કે વધારે સ્ટ્રેસમાં શરીર સતત સંઘર્ષમાં રહે છે, જેના કારણે પ્રજનન ક્ષમતા પર સીધી અસર પડે છે.

આથી લોકો વેકેશન પર જવાનું વિચારે છે, જેનાથી શરીરમાં પોઝિટિવ ફેરફાર આવે છે. પ્રદૂષણમુક્ત અને સ્ટ્રેસ-ફ્રી વાતાવરણમાં રહેતા સમયે:

પ્રેગ્નન્સી માટે જવાબદાર હોર્મોન્સ સંતુલિત થાય છે

ગર્ભાશય તરફ લોહીનો પ્રવાહ વધે છે

આખું શરીર રિલેક્સ મોડમાં આવી જાય છે અને ડોપામિનનું લેવલ સુધરે છે

લોહીનો પ્રવાહ

4) શું ખરેખર શહેર બદલવાથી ફાયદો થાય છે?

ઘણા યુગલો જેમણે માતા-પિતાનું સપનું સાકાર કરવા માટે બીજા શહેરમાં જવાનું નક્કી કર્યું છે, તેમના શરીરમાં સકારાત્મક રિસ્પોન્સ જોવા મળ્યો છે. IVFની સફળતામાં 10% થી 15% જેટલો સુધારો જોવા મળ્યો છે.

આનું કારણ માત્ર સ્વચ્છ હવા નહીં, પરંતુ ખાણીપીણીમાં સુધારો, શહેરની ભાગદોડથી દૂર શાંતિ અને માનસિક હુંફ છે. બીજા શહેરમાં શિફ્ટ થવું એ માણસના જીવનને ફરીથી શરૂ કરવા જેવું છે.

5) જે લોકો IVFની સફળતા માટે શહેર બદલવા નથી માંગતા, તેમના માટે શું?

Candor IVFના અનુભવી નિષ્ણાતોએ આ સવાલનો જવાબ પણ આપ્યો છે. નીચેના પગલાં મદદરૂપ થઈ શકે છે:

બેડરૂમમાં અથવા જ્યાં તમે વધુ સમય વિતાવો છો ત્યાં નાના છોડ અથવા પ્લાન્ટ રાખો

ઊંઘની ગુણવત્તા સુધારવા માટે હાઇ-ક્વોલિટી એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો

ઘરમાં પ્લાસ્ટિકના વાસણો બદલે સ્ટીલના વાસણો વાપરો

વહેલી સવારે બગીચામાં પ્રાણાયામ કે યોગા કરો, કારણ કે તે સમયે પ્રદૂષણ ઓછું હોય છે

ફર્ટિલિટી વેકેશનનું આયોજન કેવી રીતે કરવું?

જો તમે આવનારા સમયમાં IVF પ્લાન કરી રહ્યા હો, તો સારવારના એક અઠવાડિયા પહેલા હળવા અને કુદરતી વિસ્તારમાં સમય પસાર કરો. આ સમય દરમિયાન મોબાઇલનો ઉપયોગ ઓછો કરો અને પૂરતી ઊંઘ લો.

FAQ

✓ શું સફળ IVF માટે બીજા શહેરમાં ટ્રાન્સફર થવું જરૂરી છે?

જરૂરી નથી. જો તમારા આસપાસ કુદરતી વાતાવરણ અથવા ગાર્ડન હોય અને તમે તમારી લાઇફસ્ટાઇલ સુધારી શકો, તો શહેર બદલવાની જરૂર નથી.

✓ પ્રદૂષણયુક્ત વાતાવરણ IVFની શક્યતાઓ પર કેટલો અસર કરે છે?

જો તમે સંપૂર્ણ કુદરતી અને પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહો, તો IVFની સફળતામાં 25% થી 30% જેટલો સુધારો જોવા મળે છે.

✓ મોબાઇલ વપરાશ પર કંટ્રોલ કેવી રીતે રાખવો?

ડિજિટલ ડિટોક્સ અપનાવો, નકામી નોટિફિકેશન બંધ કરો અને જરૂર પડે ત્યારે જ મોબાઇલનો ઉપયોગ કરો.

✓ ફર્ટિલિટી વેકેશન દરમિયાન બાળકોને સાથે લઈ જવા જોઈએ?

જો બાળકોની દેખરેખ માટે ઘરમાં કોઈ ન હોય, તો તેમને સાથે લઈ જઈ શકાય. પરિવાર સાથે સમય વિતાવવાથી સકારાત્મક વાતાવરણ સર્જાય છે.

Candor IVFના મત મુજબ, એક શહેરમાંથી બીજા શહેરમાં ટ્રાન્સફર થવું માત્ર શરીરની સુખાકારી માટે નહીં પરંતુ જીવનને નવી દિશા આપવાનું પગલું છે. ભલે તમે વેકેશન પર જઈ શકો કે નહીં, પરંતુ મન અને શરીરના વાતાવરણને શુદ્ધ રાખવું એ જ સફળતાની ચાવી છે. યાદ રાખો — એક સ્વસ્થ વાતાવરણ જ એક સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે.

Blogs

Top IVF Doctors in Surat How Experience Impacts IVF Success Rates

Top IVF Doctors in Surat: How Experience Impacts IVF Success Rates

Some people have rightly said that doctors are another form of God in today’s times. The role of a doctor remains important in any medical treatment. Just as people look at the quality of an item when they go to buy anything else, when it comes to getting medical treatment done, it is very important to look at the doctor and the doctor’s experience. Because if the doctors are experienced, the treatment will be completed successfully. The doctor’s job is not only to treat but also to provide emotional support and personal care to the patient. This is especially important in IVF treatment because this treatment is very sensitive and is the dream of many couples. Therefore, the success of this treatment depends entirely on the doctor. In the previous blog, we discussed the latest technology in the field of IVF in 2026, but even if the technology is the latest, the doctors who use that technology must also be modern. It is important to remember that technology can never take the place of a human being. Many people are also seen to have complete trust in a doctor and seek treatment even though the facilities are limited if they receive support.

Read More »