
સુરતના બિઝનેસમેન માટે ખાસ: શું કામનું ટેન્શન અને ‘સીટિંગ જોબ’ પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તાને ખતમ કરી રહી છે?
સુરત એ સપનાઓ નું શહેર છે. જ્યાં હીરાઉદ્યોગ, ટેકસ્ટાઈલ જેવા ધંધાઓ બારેમાસ ધમધમે છે. અહીં બિઝનેસમેન રાત દિવસ ઉજાગરા કરી ને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવા તરફ ધગશ થી મહેનત પણ કરી રહ્યા છે. આ ધમાલની વચ્ચે લોકોનું જીવન બેઠાડું બની ગયું છે. આવી સ્થિતિમાં સ્પર્મની ગુણવત્તા જાળવી રાખવી મહત્વની છે. કારણકે એક રિસર્ચ અનુસાર બેઠાડું જીવન પ્રજનન ક્ષમતા ને નુકસાન કરી શકે છે.







