Chances of Twins in IVF – શું IVF થી જુડવા બાળકો જન્મ લે છે

IVF કરાવવાથી ટવિન્સ બેબીનો જન્મ થાય છે…

       કેમ છો મિત્રો, હું ડોક્ટર જયદેવ ધામેલીયા IVF સ્પેશિયાલિસ્ટ આજે આપણે ચર્ચા કરીશું કે,

  1. શું IVF કરાવવાથી જુડવા બાળકો નો જ જન્મ થાય છે?
  2. શું IVF કરવાથી એક બાળકનો જન્મ શક્ય નથી?

     આવા અનેક પ્રશ્નો લઈને મારી પાસે દર્દીઓ આવે છે, તેમના પ્રશ્નો દરેક IVF કરાવનાર કે તેની વિષે માહિતી ધરાવનાર લોકોના મનમાં ઉભો થતો હોય છે, વળી, ઘણી વખત લોકો આ વાતથી ઘબરાય જાય છે કે આઈ.વી.એફ. થી જુડવા બાળકોનો જન્મ થાય છે અને આ ડરના કારણે અનેક પેશન્ટો એવા છે જે બાળક ન હોવા ના કારણે IVF માટે તૈયાર થતા નથી. લોકો એવું વિચારે છે કે, જુડવા બાળકોનું ઘડતર કરવામાં ઘણી મુશ્કેલી આવે છે, અને વળી ઘણા દંપતીઓ એકલા જ રહેતા હોય છે ત્યારે બાળકોનું ઘડતર કરવું મુશ્કેલ બને છે તેથી એઓ આ વાત થી ઘબરાઈ છે.

       જયારે આઈ.વી.એફ ની શરૂઆત કરવામાં આવી ત્યારે તે સમયે ટેક્નોલોજી એટલી બધી વિકાસ પામી નહોતી જેથી ત્યારે એ સમયમાં એક સાથે બે કે ત્રણ બાળકોનો જન્મ થતો જોવા મળ્યો છે, પણ હાલ ટેક્નોલોજીનો વિકાસ થતા હવે આઈ.વી.એફ માટે આવતા દંપતીની સલાહ મુજાબ જ ભ્રુણ (એમ્બ્રોય) ટ્રાન્સફર કરવામાં આવે છે અને જો કોઈ દંપતી એવી ઈચ્છે કે તેઓ એક જ બાળકને જન્મ આપવા ઈચ્છે છે તો તે પણ શક્ય બને છે. આજે આઈ.વી.એફ. દ્વારા એક બાળકને જન્મ આપવું શક્ય બન્યું છે.

        જયારે આઈ. વી.એફ. ની પ્રક્રિયા દરમિયાન મલ્ટીપલ પ્રેગનેંસી ત્યારે જ શક્ય બને છે જયારે હોઈ પેશન્ટ ની મરજી હોય છે અથવા તો નહિ આઈ. વી.એફ. માં જયારે ભ્રુણ તૈયાર થઇ જાય છે ત્યારે અમે એક કરતા વધુ ભ્રુણ ને યુટ્રેસ માં દાખલ કરતા હોઈએ છીએ, આની પાછળ અમારો એવો હેતુ હોય છે કે બે કે ત્રણ ભ્રુણમાંથી કોઈ એક ભ્રુણ જરૂર વિકાસ પામે છે ઘણી વખત એવું બનતું હોય છે કે અમે યુટરેશમાં અમે એક જ ભ્રુણ દાખલ કર્યું પરંતુ તે યુટરેશમાં જઈને વિકાસ પામે છે જો તે અંદર જઈને બે માં વિકાસ થાય તો જ ટીન્સ કે ટ્ટ્રીપલ બાળકો થવાની શક્યતા રહે છે.

           જો કોઈ દંપતી બે બાળકો ઈચ્છતું હોય તો જ બે ભ્રુણ ને વિકસિત થવા દેવામાં આવે છે, આઈવીએફ જોડિયા હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે બીજું બાળકના માટે બીજા આઈવીએફ ચક્રની ચુકવણી કરવાની જરૂર નથી અને તે બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી.

ટ્વિન્સ થવાની શક્યતાઓ વધુ પ્રમાણમાં નીચેની બાબતો પર રહેલી છે…

તમારો કૌટુંબિક આરોગ્ય ઇતિહાસ: શું તમે પહેલાથી જ કુટુંબમાં જોડિયા છો? જો હા, તો પછી તમારી જોડિયાથી ગર્ભવતી થવાની સંભાવના વધારે છે.

તમારા શરીરનો પ્રકાર:   સંશોધન બતાવે છે જાડા અને વજનવાળી મહિલાઓ જોડિયાથી ગર્ભધારણ કરે છે. આશ્ચર્યજનક છે પરંતુ સાચુ છે.

તમારી ઉંમર: અધ્યયનો દર્શાવે છે કે 30 થી વધુ વયની સ્ત્રીઓ, ખાસ કરીને 40 ની નજીકમાં આઇવીએફ જોડિયા થવાની સંભાવના વધુ હોય છે.

પાછલી સગર્ભાવસ્થા: ગૌણ વંધ્યત્વના ઘણા કિસ્સાઓમાં આઇવીએફ જોડિયા અથવા બહુવિધ ગર્ભાવસ્થામાં આઈવીએફ પરિણામ આવે છે.

આઈવીએફમાં ટ્વીન ગર્ભાવસ્થા કેવી રીતે થઈ શકે છે?

જો કે, એક ગર્ભ સાથે પણ આઈવીએફ સાથે જોડિયાની સંભાવના વધારવી શક્ય છે, જ્યાં એક ઇંડા બે ઝાયગોટ્સ રચવા માટે વિભાજિત થઈ શકે છે. આને મોનોઝિગોટિક જોડિયા કહેવામાં આવે છે. બીજી બાજુ, ડિજિગોટિક જોડિયા, બે અલગ ઇંડાનું પરિણામ છે. જ્યારે બે અથવા વધુ ગર્ભ તમારા ગર્ભાશયમાં સ્થાનાંતરિત થાય છે ત્યારે આ થઈ શકે છે.

જેમ સિક્કાની બે બાજુ છે તેમ આઈ.વી.એફ કરવાથી જો જુડવા બાળકો થાય તો ઘણા ફાયદા પણ રહેલા છે.

જોડિયા હોવાના શું ફાયદા છે?

જોડિયા હોવાનો ખૂબ જ સ્પષ્ટ ફાયદો એ છે કે બે બાળકોને બે અલગ-અલગ ગર્ભાવસ્થાઓ કર્યા વગર મેળવવામાં આવે છે. પરંતુ આ, જોડિયા હોવાનો એક માત્ર ફાયદો નથી, અન્ય ફાયદા પણ છે. તેઓ એકબીજાની કંપની રાખી શકશે, ક્યારેય એકલા નહીં લાગે અને હંમેશાં તમારું ધ્યાન માંગશે નહીં. આ  આઈ. વી. ખર્ચમાંથી પસાર થવું પડતું નથી એ પણ એક ખુબ મોટો ફાયદો છેં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*

Open chat
Need Help? Chat With Us
Hello!
How Can We Help You?
Feel free to drop a message.
Powered by