
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને થતી Craving. ફાયદાકારક કે નુકશાનકારક? પરેજી શું લેવી?
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને અમુક પ્રકાર ની ખોરાક ની Craving (પ્રબળ ઇચ્છા) હોય છે. Craving એટલે કોઈ ચોક્કસ ખોરાક ખાવા માટેની તીવ્ર ઇચ્છા જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન Craving એ સામાન્ય ઘટના છે પરંતુ,
- શું તે ફાયદાકારક છે?
- તે શા માટે થાય છે?
- તેનાથી શું નુકશાન થય શકે?
- તેની શું પરેજી લેવી જોઈએ?
તમે સાંભળ્યું હશે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને હોર્મોન્સ માં થતા બદલાવ ને કારણે ખાટુ ખાવાનું મન થાય ખાસ કરીને શરૂઆતના ત્રણ મહિના માં, ખાટુ ખાવું હિતાવહ છે પણ અથાણા જેવી ખાટુ ખાય ને શરીર બગાડવું ના જોઈએ કારણ કે આ ખોરાક માટેની craving બોવ જ હાનિકારક હોય છે કારણ કે એવા ખોરાક ની craving હોય છે જે બિનજરૂરી હોય અથવા તો નુકસાન કરે એવો ખોરાક ખાવાની ઈચ્છા થતી હોય છે
દાખલાતરીકે, અમુક સ્ત્રીઓને ચોક (ભૂતડો) ખાવાનું મન થાય, કોલસો ખાવાનું મન થાય, બળીગયેલી દીવાસળી ખાવાનું મન થાય, ડિટર્જન્ટ ખાય,અને ટૂથપેસ્ટ ખાય.
ભુતડો ખાય કે જે એક પ્રકાર ની માટી છે જે ખાવાથી Hemoglobin નું પ્રમાણ ઘટી જાય કારણ કે Iron(આયર્ન) નું શોષણ, Calcium(કેલસિમ) નું શોષણ, Megnesium(મેગ્નેસિયમ) નું શોષણ ઘટાડી દે છે તો આવા ખોરાક કે જેની Craving(તીવ્ર ઈચ્છા) હોય તેનાથી દૂર રેહવું જોઈએ
હોર્મોન્સ ના બદલાવા ના કારણે ખાવાની ઈચ્છાઓ બદલાય જતી હોય છે અને બીજું કે પોષકતત્વો ની કંઈ ના કારણે અમુક પ્રકાર નો ચોક્કસ ખોરાક ખાવાનું મન થતું હોય છે દાખલાતરીકે આપણે શરીર માં પાણીની ઉણપ ના કારણે તરસ લાગે તેમ અમુક પોષકતત્વો ઘટી જાય તો અમુક પ્રકાર ના ખોરાક ખાવાની ઈચ્છા થાય પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન એવા પ્રકાર ના ખોરાક ખાવાનું મન થાય જેમાં પોષકતત્વો ના હોય, એ ખોરાક બિનજરૂરી હોય, એ ખાવાથી શરીર માં મેદ નું પ્રમાણ વધવાનું હોય અથવા તો બીજા પોષકતત્વો ખાવાની ઈચ્છા ઓછી થાય જાય કેમ કે બિનજરૂરી ખોરાક ખવાય તો જે જરૂરી ખોરાક ખાવાની ઈચ્છા ઓછી થાય જાય.
- જેમ કે જો શરીર ની અંદર જો Calcium નું પ્રમાણ ઓછું હોય તો જંક ફૂડ, ચીઝ, બટર આવું ખાવાની તીવ્ર ઈચ્છા થતી હોય છે જે બિનજરૂરી ફૂડ છે
- હિમોગ્લોબિન બનવા માટે Iron જરૂરી છે જો આયર્ન ની ક્મી હોય તો માટી ખાવાનું મન થતું હોય છે
- Megnesium પ્રમાણ ઘટે તો ચોકલૅટ ખાવાનું મન થતું હોય છે.
આવા અમુક પોષકતત્વો જો નોર્મલ ખોરાક માંથી લેવા માંથી ન લેવામાં આવે તો બિનજરૂરી ખોરાક, જે નુકસાન કરે એવો ખોરાક ખાવીની ઈચ્છા થતી હોય છે તો આવા પ્રકાર ના ખોરાક નું Craving ન થાય તો એના માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ
શું પરેજી લેવી જોઈએ?
સૌપ્રથમ, સંયમ રાખવો બોવ જરૂરી છે, અને સંયમ ક્યારે આવે જયારે દરેક ક્ષણે માતા ને યાદ હોય મારે મારી તંદુરસ્તી સાચવવાની છે સાથેસાથે આવનારા બાળક ની તંદુરસ્તી સાચવવાની છે કેમ કે ગર્ભાવસ્થા પછી કેવા પ્રકાર નો ખોરાક લેવાય છે એ ખાસ નક્કી કરે છે કે પુરા ગર્ભાવસ્થા દરિમિયાન કેવી તંદુરસ્તી રહે છે તથા આવનાર બાળક આજીવન કેટલું તંદુરસ્તી રહે છે એ માતા ના ખોરાક પર નક્કી કરે છે તો માતાએ બોવ સંયમિત થાય ને ખોરાક લેવો જોઈએ બીજું આવા પ્રકાર ની Craving ક્યારે થાય છે એ ચોક્કસ પણે તાપસ કરવું જોઈએ દાખલાતરીકે રાતના સમયે Craving થાય છે તો રાત્રે સમયસર વહેલા સૂઈ જવું જોઈએ જેથી કરીને ખાવાની ઈચ્છા અટકાવી શકીયે.
બીજું, પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ જેમ કે મુખવાસ, તલ, અળસી, & તજ. તથા ડ્રાયફ્રૂઇટ ખાય શકીયે જો ગલિયું ખાવાનું મન થાય તો ઘરે બનાવેલું લાડુ, ચીકી, & હલવો ખાય શકાય.
જંક ફૂડ એન્ડ અન્ય બિનજરૂરી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું જોઈએ એ જેટલું જરૂરી છે તેટલું જ શું ન ખાવું એ પણ એટલું જ જરૂરી છે.