ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતો આહાર

દરેક સ્ત્રી ના જીવન માં ગર્ભાવસ્થા એ એક ખુબ જ મહત્વ નો સમયગાળો છે. દરેક સ્ત્રી જયારે પહેલી વખત માતા બનવાની હોય ત્યારે તેના મન માં અનેક પ્રશ્નો ઉદભવે છે.જેમ કે પોતે માતૃત્વ ધારણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે કે નહિ? એક નોર્મલ પ્રેગનેંસી નો સમયગાળો લગભગ 40 અઠવાડિયા નો હોય છે. તેને ત્રણ ભાગ માં વહેંચવામાં આવે છે. ત્રણ ત્રણ માસ ના સમયગાળા માં વહેંચવામાં આવ્યો છે. આ સમય ગાળો ખુબ મહત્વ નો છે.
નવ મહિના ની સફર માં તેને શું બાબતો ધ્યાન રાખવી જોઈએ? શું જમવું જોઈએ, શું ના જમવું જોઈએ?પોતાનાસંપૂર્ણ આહાર માં ક્યાં કયા પ્રકારના ભોજન નો સમાવેશ કરવો જોઈએ? વગેરે પ્રશ્નો એક સ્ત્રી ના મનમાં ઉદ્ભવે છે….. વળી એવું પણ કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ માં આવતી જમવાની ઈચ્છા ઓ ની અસર તેના બાળક પર પણ થાય છે.જે ભોજનનો ઉપયોગ ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવ્યો હોય બાળક જન્મ પછી પણ બાળક તેવા ભોજન તરફ વધુ આકર્ષાય છે.તેથી શરૂઆત થી જ જો પુરા પોષક તત્વો વાળું ભોજન લવામાં આવ્યું હોય તો બાળક પણ તેવું ભોજન જમવાનો આગ્રહ રાખે. વળી આ દિવસો દરમિયાન સ્ત્રીઓ ની ભૂખ વઘી જાય છે અને ભૂખ મટાડવા માટે તે કઈ પણ જંકફૂડ ખાઈ લે છે. આવું ખાવું યોગ્ય હોતું નથી. તો આજે આવા જ પ્રશ્નો ના નિરાકરણ માટે હું જયદેવ ધામેલીયા તમારા માટે ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતા આહાર વિશે તમને યોગ્ય માર્ગદર્શન આપવા ઈચ્છું છું.
આહાર મુખયત્વે ઘણા પ્રકારના છે.જેમ કે અનાજ,કઠોળ,લીલા શાકભાજી, ફળો, ડેરી પ્રોડક્ટ વગેરે. આ ઉપરાંત જે માતાઓ માંસાહારી છે, તેમને ઈંડા, માછલી, માસ વગેરે નો પોતાના રોજિંદા ખોરાક માં ઉપયોગ કરવો જોઈએ.

દિવસ માં કેટલી વખત ભોજન લેવું જોઈએ.

કેટલી વખત ભોજન લેવું તેવો કોઈ નિયમ નથી છતાં પણ દિવસ માં દર ત્રણ ત્રણ કલાક બાદ ભોજન લેવું જોઈએ. તમને ભૂખ ના લાગી હોય છતાં પણ ભોજન લેવું એનું કારણ છે કે ગર્ભ ની અંદર રહેલું બાળક દર ચાર કલાકે ભૂખ્યું થતું હોય છે.આ ઉપરાંત જો ભરપૂર પ્રમાણ માં ભોજન લેવામાં આવે તો મિસ કેરેજ ની સમસ્યા પણ રહેતી નથી. દિવસ દરમિયાન વધુ પ્રમાણ માં પાણી પીવું જોઈએ. દિવસ ના લગભગ 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. જેમ વધુ પાણી પીવામાં આવશે તેમ તેમની ડિલિવરી નોર્મલ થવાના ચાન્સ વધુ રહે છે. આ ઉપરાંત ભરપૂર પ્રમાણ માં પાણી પીવામાં આવે તો બોડી ડીહાઇડટ્રેટ પણ થતી નથી.
ગર્ભાવસ્થા ના શરૂઆત ના તબક્કા માં સ્ત્રીઓ એ વધુ પ્રમાણ માં પ્રોટીન,વિટામિન,મિનરલ્સ , કાર્બોહાઇટ્રેડ, ચરબી, પ્રોટીન વિટામિન ,મલ્ટી વિટામિન, કેલ્શિયમ , ફોલિક એસિડ, આયર્ન ,મિનરલ્સ , એન્ટી ઓક્સિડેન્ટ, ઓમેગા -3 , ઓમેગા- 6, વગેરે મળી રહે તેવા ખોરાક નો ભોજન માં વધુ ઉપયોગ કરવો જોઈએ. જેથી બાળક ને જરૂરી બધા જ પોષક તત્વો મળી રહે અને બાળક સ્વસ્થ અને તંદુરસ્ત જન્મ લે છે.
રોજિંદા જીવન કરતા વધુ ભોજન આ સમય દરમિયાન લેવું જોઈએ. આ માટે આપણે નીચે મુજબ ની બાબતો ધ્યાન માં રાખવી જોઈએ.
 • પ્રોટીન યુક્ત ખોરાક જેવો કે બધા પ્રકાર ના કઠોળ, દૂધ, સોયાબીન, વગેરે નો સમાવેશ કરવો જોઇએ.પ્રોટીન શરૂઆત નાતબક્કા માં ખુબ જ જરુરી છે.આ ઉપરાંત સ્ત્રીઓ એ આયર્ન અને ફોલિક મળી રહે તેવો આહાર જેમ કે પાલખ,ચોખા ના પોહા ,દલિયા વગેરે નો સમાવેશ ભોજન માં કરવો જોઈએ.
 • આસમયે સ્ત્રી ઓ ના શરીર ની અંદર બીજા શરીર ના વિકાસ પામવાની પ્રક્રિયા શરુ થાય છે.તેથી તેમણે પોતાના શરીર સાથે પોતાની અંદર રહેલા બીજા શરીર માટે પણ ભોજન ને સારા પ્રમાણ માં લેવું જોઈએ.સ્વાભાવિક છે કે વજન માં પણ વધારો થશે, આ સમય દરમિયાન 10 થી 12 કિલો વજન વધે તો તે સમસ્યા ના કહી શકાય.
 • વિટામિન યુક્ત ભોજન નો પણ સમાવેશ કરવો જોઈએ જેમ કે ફળો ને વિટામિન નો ભંડાર ગણવામાં આવે છે.ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન લેવા ખુબ જરૂરી છે તેથી ફળો વધુ ખાવા જોઈએ. જેમાં ચીકુ, દાડમ, દ્રાક્ષ,કેરી,કેળા,કીવી,સફરજન,જેવા અલગ અલગ પ્રકાર ના ફળો આખા દિવસ દરમિયાન ના બે થી ત્રણ ફળો ખાવા જોઈએ.
 • લીલા શાકભાજી પણ ખુબ જ જરૂરી છે, આ સમય દરમિયાન લીલા શાકભાજી નો પણ વધુ પ્રમાણ માં ઉપયોગ કરવો જોઈએ. લીલા શાકભાજી માંથી જરૂરી પોષકતત્વો મળી રહે છે. અલગ અલગ ચાર થી પાંચ પ્રકાર ના શાકભાજી ની કચુંબર બનાવી દિવસ માં બે થી ત્રણ વાર જમવી જોઈએ. જેમાં તમે ગાજર,કાકડી,ટામેટા,કોબી, વગેરે નો સમાવેશ કરવો જોઈએ.આ ઉપરાંત લીલી ભાજી નો પણ ભોજન માં સમાવેશ કરવો જોઈએ. જેમાં પલાખ, તાંદળજો, મેથી વગેરે.આવી પાંદડા વાળી શાકભાજી ઓ માંથી વધુ પ્રમાણ માં પોષક તત્વો મળે છે.
 • ચરબી વાળા ખોરાક લેવો જોઈએ .જેમ કે ઘી , ચીઝ, માખણ વગેરે આ સમયે શરીર માં ચરબી ની પણ જરૂર પડે છે તેથી આવા ખોરાક નો પણ સમાવેશ કરવો જોઈએ.

 

આ ઉપરાંત આ બધા જ પ્રકાર ના ભોજન તમે ડોક્ટર ની સલાહ સૂચન મુજબ તેમજ જ ડોકટરે આપેલી ટેબ્લેટ સાથે લેવું જોઈએ.તેમને જણાવેલી દવાઓ નિયમિત લેવી જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન લેવાનું ભોજન (ડાયટ ચાર્ટ)
 • દરોજ સાંજે લગભગ 10 થી 12 કિસમિસ પાણી માં પલાળી ને તેને સવારે જાગીને તરત જ ખાવી જોઈએ.જેથી શરીર માં રહેલી લોહી ની ઉણપ દૂર કરી શકાય છે.
 • ત્યારબાદ લગભગ સવાર ના 7 થી 8 ના સમયગાળા દરમિયાન એક ગ્લાસ પ્રોટીન પાવડર વાળું દૂધ પીવું જોઈએ.શરૂઆત મા પ્લેન અથવા પ્રોટીન પાવડર વાળું દૂધ ત્યારબાદ તમે કેસર અને બદામ વાળું દૂધ પી શકો છો. ડ્રાયફ્રૂટ બાળક ના માનસિક વિકાસ માટે ખુબ મહત્વ નો ભાગ ભજવે છે.તેમજ કેસર બાળક ના રંગ માં નિખાર લાવે છે.

 

સવાર નો નાસ્તો:
 • સવાર નો નાસ્તો ફરજીયાત કરવો જોઈએ. જેમાં તમે પોહા , દલીયા , વેજિટેબલ સૂપ, જામ , ફ્રૂટ જ્યુસ વગેરે લઇ શકો છો.
 • લગભગ 10 થી 11 ની વચ્ચે મિક્સ ફ્રૂટ જ્યુસ, દાડમ,કેળા, પાલખ જ્યુશ, લસ્સી ,ફ્રૂટ સલાડ, છાશ વગેરે લઇ શકો છો.
બપોર નું ભોજન:
 • બપોર ના ભોજન ખુબ જ જરૂરી છે. બપોરે મિક્સ દાળ ,સલાડ, દહીં, પાલખ પનીર, રોટી ,ભાત , માછલી , બાફેલા ઈંડા, માસ ,બધા પ્રકાર ની શાકભાજી વગેરે લઇ શકો છો. શાક માં તમે કારેલા સિવાય કોઈ પણ શાક લઇ શકો છો.
સાંજ નો નાસ્તો:
 • નાસ્તા માં તમે કોઈ પણ પ્રકાર નો હેલ્ધી નાસ્તો લઇ શકો છો જેમાં પનીર થી બનેલી આઈટમ ઉમેરી શકો છો. ફણગાવેલા કઠોળ લઇ શકો છો.આ સમય દરમિયાન તમારે ચા કોફી પીવા નું પ્રમાણ ઓછું રાખવું જોઈએ.
રાત નું ભોજન:
 • રાત ના ભોજન માં થોડું હળવું ભોજન લેવું જોઈએ જેથી પચવામાં સરળ બને. શાક ,રોટલી, આ ઉપરાંત રાતે જમ્યા બાદ થોડીવાર માટે ચાલવા જવું જોઈએ .

 

આ ઉપરાંત સાતમા મહિના પછી ભોજન માં ઘી નો ઉપયોગ વધારવો જોઈએ. ઘે થી બાળક ની ડિલિવરી નોર્મલ થવાના ચાન્સીસ વધે છે તેવું કહેવાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન માં રાખવાની બાબતો
 1. શરૂઆત ના તબક્કા માં વધુ પ્રમાણ માં ગરમ ચીજો ના લેવી જોઈએ.
 2. આ ઉપરાંત વિટામિન C વાળી વસ્તુઓ પણ ઓછી લેવી જોઈએ. કારણકે તે મિસ કેરેજ ની સમસ્યા ઉભી કરી શકે છે.પાઈનેપલ અને પપૈયું વિટામિન C થી ભરપૂર છે. તેથી તે શરૂઆત ના સમય માં ખાવા જોઈએ નહિ.
 3. આ સમયે કાચા ઈંડા ના ખાવા જોઈએ. ઈંડા પ્રોટીન,વિટામિન અને ખનીજ નો સારો સ્ત્રોત છે. છતાં,પણ જો ઇંડા ખાવાની ઇચ્છા થાય તો બાફેલા ખાઈ શકાય છે
 4. આ ઉપરાંત બજારમાં મળતા ફાસ્ટ ફૂડ જેવા કે મેંદા થી બનેલી વસ્તુઓ બ્રેડ,પાઉં ,પિઝા,બર્ગર વગેરે થી પણ દૂર રહેવું જોઈએ.
 5. બજાર માં મળતા અથાણાં, પાપડ, વાસી ખોરાક, તીખા તળેલા ખોરાક થી પણ દૂર રહેવું જોઈએ.આવા ભોજન થી એસીડીટી, ઉલ્ટી અને અપાચન ની સમસ્યા ઉભી થતી હોય છે.તેથી જેમ બને તેમ સાત્વિક ભોજન વધુ લેવું જોઈએ
 6. વળી ,સમય દરમિયાન આલ્કોહોલ થી તેમજ સિગારેટ વગેરે થી દૂર રહેવું જોઈએ.
ઉપર રહેલી માહિતી તમારા ડોક્ટર ની સલાહ સૂચન સાથે સ્વીકારવી.

વધુ જાણો, ગર્ભસંસ્કાર એટલે શું? અને ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી છે?

2 thoughts on “ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતો આહાર

 1. Pingback: ગર્ભ સંસ્કાર - Candor IVF Center-Best IVF, Maternity Hospital And Dental Clinic In Surat

 2. Pingback: ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને થતી Craving. ફાયદાકારક કે નુકશાનકારક? પરેજી શું લેવી? - Candor IVF Center

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*

Open chat
Need Help? Chat With Us
Hello!
How Can We Help You?
Feel free to drop a message.
Powered by