નવરાત્રી ઉત્સવમાં ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું?

નવરાત્રીનો તહેવાર એટલે શ્રદ્ધા અને વિશ્વાસ અને ગરબે રમવાનો તહેવાર આ નવ રાત્રિઓમાં ખેલૈયાઓ મન મૂકીને મજા માણે છે, તેમને પોતાની કાળજી રાખવી જરૂરી છે, તેવી જ રીતે આ સમએ પ્રેગ્નેન્ટ સ્ત્રીઓએ પોતાની જાતની ખુબ જ સારસંભાળ રાખવી જોઈએ કારણકે, નવરાત્રિમાં સામાન્ય રીતે મહિલાઓ નવ દિવસો સુધી ઉપવાસ રાખે છે, ઘણી વાર પ્રેગ્નંટ મહિલાઓ પણ વ્રત રાખે છે. એમ તો સગર્ભા મહિલાઓએ પોતાનાં ત્રણ મહિના અને છેલ્લા ત્રણ મહિના વ્રત વગેરેથી પોતાની જાતને જુદા રાખવી જોઇએ. છતા પણ જો તેઓ ઉપવાસ રહેવા જ માંગો છો, તો તેના માટે તેઓ પોતાનાં ડૉક્ટરની સલાહ લઈ શકો છો. વ્રત રહેવા માટે આ કોઈ જરૂરી નથી કે આપ વગર કંઈ ખાધે-પીધે જ વ્રત રાખો, પણ સમયાંતરે આપ હેલ્ધી વસ્તુઓ ખાઈ પણ શકો છો. તેથી સગર્ભા મહિલાઓ માટે આ જરૂરી છે કે તેઓ પોતાની જાતને બહુ વધારે વાર સુધી ભૂખ્યા ન રાખે, કારણ કે જે બાળક તેમનાં પેટમાં છે, તેનું ખોરાક તે સગર્ભા મહિલાઓનાં જ ખોરાક પર નિર્ભર કરે છે. તેથી સગર્ભા મહિલાઓને ઉપવાસ ન રહેવાની સલાહ આપવામાં આવે છે.

પ્રેગનેંસી માં નવરાત્રી દરમિયાન વ્રત કે ઉપવાસ કરો છો તો ધ્યાનમાં રાખો આ બાબતો 

ભૂખ્યા રહેવાથી થઈ શકે છે આ સમસ્યા 

  • નબળાઈ 
  • બેચેની 
  • માથાનો દુઃખાવો 
  • બેહોશી 
  • ચક્કર આવવા 
  • એસિડિટી 
  • ગભરામણ

વધુ પ્રમાણમાં પાણી પીવો 

નિર્જળા વ્રત રાખવાથી આપને ડિહાઇડ્રેશન થઈ શકે છે કે જે આપનાં માટે અને આપનાં થનાર બાળક બંને માટે નુકસાનકારક થઈ શકે છે, કારણ કે બાળક સંપૂર્ણપણે આપ પર જ નિર્ભર રહે છે.

ડૉક્ટરની સલાહ  જરૂર લો    

ઉપવાસ રાખતા પહેલા આપ પોતાનાં ડૉક્ટરની સલાહ જરૂર લો. વધારે સારૂ તો આ જ છે કે પહેલા ત્રણ મહિના અને છેલ્લા ત્રણ મહિના આપ ઉપવાસ ન રાખો. આપ બીજા ટ્રીમેસ્ટરમાં ઉપવાસ વગેરે રાખી શકો છો, પરંતુ તે પણ ડૉક્ટરની પરમિશન લીધા બાદ.

સતત ભૂખ્યા ના રહો  

આપ સમયાંતરે સતત હેલ્ધી વસ્તુઓ જેમ કે ફળ તથા બીજા ન્યુટ્રિશનલ વસ્તુઓ વગેરે લઈ શકો છો કે જેથી આપને ભૂખ ન લાગે. બહુ વાર સુધી ભૂખ્યા રહેવાથી આપને માથાનો દુઃખાવો, નબળાઈ, એનીમિયા તેમજ એસિડિટી થઈ શકે છે કે જે આપનાં બાળક માટે સારૂ નથી.

હેલ્ધી ડાયેટ લો 

ઘણા બધા લોકો ઉપવાસ વખતે તળેલી ઑયલી વસ્તુઓ ખાય છે, પરંતુ જો આપ સગર્ભા છો, તો આપ પોતાની જાતને આવી વસ્તુઓથી દૂર રાખો. આપ દૂધ, તાજા ફળ, ડ્રાય ફ્રૂટ્સ વગેરેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આપને અને આપનાં બાળકને ઘણા પ્રકારની સમસ્યા નહીં થાય.

સિંધવ મીઠું જરૂર ખાવો  

મોટાભાગનાં લોકો ઉપવાસ વખતે મીઠાનું સેવન નથી કરતા, પરંતુ સગર્ભા મહિલાઓ માટે મીઠાનો ઉપયોગ ન કરવાથી તેમને નબળાઈ આવી શકે છે.તેથી તેઓ સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તેમના બાળક પર કોઈ અસર નહીં પડે.

ઉપવાસ સાથે આરામ પણ કરો 

પોતાની જાતને અને પોતાનાં બાળકને સ્વસ્થ રાખવા માટે ઉપવાસનાં સમયે આપ વધુમાં વધુ આરામ કરો. સારી ઊંઘ લો કે જેથી આપ સ્વસ્થ રહી શકો. તહેવારોમાં પોતાની જાતનો સમાવેશ કરવું બહુ જ મહત્વનું છે. આપ તેનાથી અળગા નથી રહી શકતા. કારણ કે આપ સગર્ભા છો, તેથી આપે થોડુક ધ્યાન આપવું જોઇએ. જો આપ સ્વસ્થ છો અને આપનું શરીર આ પરિસ્થિતિઓને સરળતાથી સહી શકતા હોવ, તો આપ ઉપવાસ કરી શકો છો, પરંતુ વધારે સારૂ રહેશે કે આપ પોતાનાં ડૉક્ટર પાસે સલાહ જરૂર લઈ લો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*

Open chat
Need Help? Chat With Us
Hello!
How Can We Help You?
Feel free to drop a message.
Powered by