ઘણા બધા મનોચિકિત્સકો ના માટે આજ ના સમયમાં. આશાવાદી બનવું અઘરું થઈ રહ્યું છે. પરંતુ આજે પોઝિટિવ માઇન્ડસેટ સાથે ખુશહાલ પરિવાર નું નિર્માણ કરવું એ દરેક દંપતી નું સપનું છે. દરેક યુગલ એવું ઇચ્છે છે કે, અમને પણ “મમ્મી…. પપ્પા….” કહીને કોઈ બોલાવે અને લાડ લડાવવાનો મોકો મળે.
IVF ની સફળતા માં જેટલો મહત્વ નો ફાળો ડોકટર નો છે એટલો જ મહત્વ આહાર નું પણ છે. એટલે કે યોગ્ય આહાર ગર્ભાવસ્થા ની શક્યતાઓ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
તો આવો જાણીએ કે IVF પેહલા અને પછી તમારે કેવા પ્રકાર નો આહાર લેવો જોઈએ.
સૌથી પેહલા તમારા શરીર નું ધ્યાન રાખો, તૈયાર કરો:
પૌષ્ટિક અને સંતુલિત આહાર અંડાશય ની ક્વોલિટી સુધારવામાં, ગર્ભાશય ની તંદુરસ્તી જાળવવા માં તથા હોર્મોન્સ પર પણ સકારાત્મક અસર પહોંચાડે છે.
✓ શું વધુ ખાવું જોઈએ?
1. તાજા ફળો અને શાકભાજી
લીલા શાકભાજી, પ્રોટીનયુક્ત આહાર બેસ્ટ છે. તેમાં વિટામિન્સ ની સંખ્યા પણ વધારે હોય છે. જે આપણા શરીરના કોષો ને નુકસાન થતું અટકાવવા માં મદદ કરે છે. તેથી વધુ પ્રમાણ માં પાલક, મેથી, બ્રોકોલી, ચણા નું સેવન કરવું જોઈએ.

2. આખા અનાજ
આખા ઘઉં ની રોટલી, ઓટ્સ, બ્રાઉન રાઈસ થી ફાઇબર ભરપૂર માત્રામાં મળી રહે છે જે બ્લડ શુગર ને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે. સાથે સાથે પ્રજનનક્ષમતા માં પણ સારી અસર કરે છે.

3. પ્રોટીન
IVF ની સફળતા ના ચાન્સ વધારવા માટે વધુ માં વધુ પ્રોટીન મળી રહે તેવા કઠોળ જેવા કે, ચણા, મગ, દાળ જેવી વસ્તુઓ નું સેવન કરવું જોઈએ. જેનાથી શુક્રાણુ વધે છે.

4. ગુણવત્તા યુક્ત ફેટ્સ
એવોકાડો, નટ્સ, બીજ, ઓલિવ ઓઇલ સ્ત્રી અને પુરુષ ના હોર્મોનલ બેલેન્સ માટે ઉત્તમ છે.

5. ડેરી પ્રોડક્ટ્સ
દૂધ, દહીં, પનીર જેવા કેલ્શિયમ વાળી રેસિપી પણ ટ્રાય કરી શકો છો.

6. ફોલિક એસિડ
લીલા પાંદડા વાળા શાકભાજી, કઠોળ માંથી ફોલિક એસિડ ભરપૂર માત્રામાં મળી રહે છે. એટલે ગર્ભાવસ્થા પેહલા અને ગર્ભાવસ્થા દરમિયાન લેવું જરૂરી છે જેનાથી કરોડરજ્જુ મજબૂત બને છે.

✓ શું વધુ ખાવું જોઈએ?

- જંક ફૂડ જેમ કે બહારનો નાસ્તો. જેમાં ચરબી વધુ હોય છે એટલા માટે શક્ય હોય ત્યાં સુધી આવી વસ્તુઓ ખાવામાં કંટ્રોલ કરવો.
- વધુ કેફીન જેવા કે ચા,કોફી, કોલ્ડ્રિંકસ ને શક્ય હોય ત્યાં સુધી એવોઇડ કરો.
- બિસ્કિટ, બેકરી પ્રોડક્ટ માં ટ્રાન્સ ફેટ્સ વધુ પ્રમાણમાં હોવાથી આવી વસ્તુઓ ખાવાનું ટાળવું.
- આલ્કોહોલ કે ધૂમ્રપાન શૂન્યવત કરી દેવું.
✓ IVF સારવાર થઈ ગયા બાદ શું વધુ ખાવું?

- જંક ફૂડ જેમ કે બહારનો નાસ્તો. જેમાં ચરબી વધુ હોય છે એટલા માટે શક્ય હોય ત્યાં સુધી આવી વસ્તુઓ ખાવામાં કંટ્રોલ કરવો.
- વધુ કેફીન જેવા કે ચા,કોફી, કોલ્ડ્રિંકસ ને શક્ય હોય ત્યાં સુધી એવોઇડ કરો.
- બિસ્કિટ, બેકરી પ્રોડક્ટ માં ટ્રાન્સ ફેટ્સ વધુ પ્રમાણમાં હોવાથી આવી વસ્તુઓ ખાવાનું ટાળવું.
- આલ્કોહોલ કે ધૂમ્રપાન શૂન્યવત કરી દેવું.
✓ IVF સારવાર થઈ ગયા બાદ શું ખાવાનું ટાળવું?

- ખૂબ જ તીખો અને તળેલો ખોરાક ન ખાવો. જેથી ગર્ભાશય ના બળતરા ન થાય.
ટૂંક માં કહીએ તો અગાઉ આપણે ચર્ચા કરી જંકફુડ, ભારે ખોરાક ન લેવો.
- ખાસ વાત
જો તમે જલ્દી સફળ દાંપત્યજીવન ના સપનાઓ જૂઓ છો તો, IVF પેહલા અને પછી જેટલી ખાવામાં કાળજી રાખશો, એટલી તમને જ ફાયદો છે એને જલ્દી થી ખુશી ના સમચાર સાંભળવા મળશે.